Is radish good for cold and flu: શિયાળામાં શરદી ખાંસી અને તાવ જેવી તકલીફ થવી સામાન્ય છે. આ ઋતુમાં ઇમ્યુનીટી નબળી થઇ જાય છે અને બીમાર થવાની શક્યતાઓ વધી જાય છે. શિયાળામાં શરદી ખાંસી અને તાવ જેવી બીમારીની દવા કરો તો થોડા સમય માટે રાહત મળે છે. અને આ સાથે ઘણી બીજી બીમારીઓ પણ પરેશાન કરતી હોય છે. શિયાળામાં દવાઓનું સેવન શરીરને સુસ્ત બનાવે છે. આ ઋતુમાં શરદી તાવથી બચવા માટે દવાથી વધારે ડાયટ અસરદાર હોય છે.
મૂળા શિયાળામાં જોવા મળતી શાકભાજી છે જેને લઈને લોકોને ઘણા સવાલ હોય છે. સામાન્ય રીત લોકોનું માનવું છે કે શિયાળામાં મૂળાનું સેવન ન કરવું જોઈએ. શું ખરેખર શિયાળામાં મૂળાનું સેવન ન કરવું જોઈએ? આયુર્વેદિક એક્સપર્ટ બાલકૃષ્ણ શું કહે છે? અહીં જાણો
આ પણ વાંચો: મગજમાં રહેલું પ્રોટીન સ્કીઝોફ્રેનીયા માટે નવી દવા હોઈ શકે : અભ્યાસ
શિયાળામાં તાવમાં મૂળાનું સેવન કરવું જોઈએ કે નહિ? (Should radish be consumed in cold or not?)
મૂળા એક એવી શાકભાજી છે જેની તાસીર ગરમ છે. ઔષધીય ગુણોથી ભરપૂર મૂળાનું સેવન કરવાથી ઇમ્યુનીટી સ્ટ્રોંગ થાય છે અને બૉડી હેલ્થી રહે છે. ઇમ્યુનીટી સ્ટ્રોંગ કરતી કોઈ પણ શાકભાજી સ્વાસ્થ્યને નુકસાન પહોચાડતી નથી. જો તમે શિયાળામાં શરદી ખાંસી કે તાવ હોય તો આ શાકભાજીનુ સેવન કરી શકાય છે. વાયરલ ઈનફેકશન, તાવ અને ખાંસીને મટાડવા મૂળાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.
આ પણ વાંચો: Best cuisines in the world 2022 : ભારતીય રાંધણકળા વિશ્વમાં પાંચમા ક્રમે
એન્ટી- કન્જેસ્ટીવ ગુણોથી ભરપૂર મૂળા કફમાંથી છુટકારો અપાવામાં મદદ કરે છે અને શરદી, તાવ અને ખાંસીની સારવારમાં ઉપયોગી થાય છે. મૂળાના એન્ટી કન્જેસ્ટીવ ગુણના કારણે ગળા અને શ્વસનમાર્ગમાંથી મક્યુક્સ સાફ કરવામાં મદદ કરે છે. જો તમને શરદી, ખાંસી કે તાવની બીમારી છે તો તમે મૂળાનું સેવન સવારે અને બપોરે કરી શકો છો. રાત્રે મૂળાની તાસીર ઠંડી થઇ જાય છે તેથી રાત્રે શરદી અને તાવમાં વધારો કરી શકે છે. જો તમે પણ શરદી ખાંસીથી પરેશાન છો તો મૂળાનું સેવન દિવસે જરૂર કરવું જોઈએ.
મૂળાના ફાયદા: (Benefits of Radish)
આયુર્વેદનુ સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે. તેનું સેવન કરવાથી ગેસ, એસીડીટી અને અપચા (Gas, Acidity and Indigestion) થી રાહત આપે છે. પોટેશિયમથી ભરપૂર મૂળા શરીરમાં સોડિયમ-પોટેશિયમ સંતલુન જાળવી રાખીને બ્લડ પ્રેશર કંટ્રોલ કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસ (diabetes) ને કંટ્રોલ કરવામાં મૂળા (radish) નું સેવન ખુબજ અસરદારક સાબિત થાય છે.