Ragi Dosa Recipe | રાગી ઢોસા રેસીપી, બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કરશે મદદ, એક્સપર્ટએ જણાવ્યા ફાયદા

રાગી ઢોસા રેસીપી | રાગી ઢોસા સ્વાદિષ્ટ હોય છે, અને તેમાં રહેલા ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વી મોહનએ રાગી ખાવાના ઘણા ઘણા ફાયદા જણાવ્યા છે રાગી મિલેટ છે, જેમાં ભરપૂર ફાઈબર, કેલ્શિયમ હોય છે જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

Written by shivani chauhan
October 07, 2025 14:38 IST
Ragi Dosa Recipe | રાગી ઢોસા રેસીપી, બ્લડ સુગર કંટ્રોલ કરવામાં કરશે મદદ, એક્સપર્ટએ જણાવ્યા ફાયદા
ragi dosa recipe

Ragi Dosa Recipe In Gujarati | સવારે નાસ્તામાં અથવા ભોજનમાં મસાલા, રવા ઢોસા અને બીજા ઘણા પ્રકારના ઢોસા ખાધા હશે, પરંતુ અહીં આપણે એક સરળ અને ક્રિસ્પી રાગી ઢોસા (ragi dosa) બનાવવાની રેસીપી શેર કરી છે, તમે તેને ઓછામાં ઓછી સામગ્રી સાથે સરળતાથી બનાવી શકો છો. અહીં જાણો રાગી ઢોસા બનાવાની સરળ રીત

રાગી ઢોસા સ્વાદિષ્ટ હોય છે, અને તેમાં રહેલા ફાઇબર, આયર્ન અને કેલ્શિયમ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે, ડાયાબિટીસ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર વી મોહનએ રાગી ખાવાના ઘણા ઘણા ફાયદા જણાવ્યા છે રાગી મિલેટ છે, જેમાં ભરપૂર ફાઈબર, કેલ્શિયમ હોય છે જે બ્લડ સુગર કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

રાગી ઢોસા રેસિપી સામગ્રી

  • 1 કપ રાગીનો લોટ
  • 1/2 કપ ચોખાનો લોટ (ક્રિસ્પી ઢોસા બનાવવા માટે)
  • 2 ચમચી અડદની દાળ (પલાળેલી)
  • પાણી – જરૂરિયાત મુજબ
  • મીઠું – સ્વાદ મુજબ
  • તેલ – જરૂરિયાત મુજબ

રાગી ઢોસા રેસીપી (Ragi Dosa Recipe In Gujarati)

સૌ પ્રથમ રાગી ઢોસા બનાવવા માટે અડદની દાળને ઓછામાં ઓછા 4-5 કલાક અથવા આખી રાત પાણીમાં પલાળી રાખો. પલાળેલી અડદની દાળને મિક્સરમાં પીસીને બારીક પેસ્ટ બનાવો.એક બાઉલમાં રાગીનો લોટ અને ચોખાનો લોટ ઉમેરો, પછી અડદની દાળની પેસ્ટ ઉમેરો, અને ધીમે ધીમે પાણી ઉમેરો જેથી પાતળું બેટર બને.બેટરમાં મીઠું ઉમેરો અને ઢાંકીને 20-30 મિનિટ માટે રહેવા દો.સ્ટવ પર એક પેન ગરમ કરો, તેને થોડું તેલ આપો, બેટરને ગોળ શેપમાં ફેલાવો, અને બેટરને બેક કરો. જ્યારે તે ગોલ્ડન બ્રાઉન અને બંને બાજુ ક્રિસ્પી થાય ત્યારે તેને કાઢી લો.તૈયાર કરેલા રાગી ઢોસાને સાંભાર અથવા નારિયેળની ચટણી સાથે ગરમ ગરમ સર્વ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ