Lifestyle Desk : આશાઓ મુજબ, સંદીપ રેડ્ડી વાંગાની ફિલ્મ એનિમલનું ફર્સ્ટ લૂક તાજેતરમાં રિલીઝ થયું હતું અને રણબીર કપૂરના ફર્સ્ટ લુકએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી દીધી છે, તેના ચાહકો ફિલ્મમાં તેના બદલાવને જોઈ ને દંગ થઇ ગયા છે, આ ફિલ્મ રણબીર યુવાન અને વૃદ્ધ બંને પાત્રો ભજવે છે. પરંતુ અદ્ભુત બદલાવ (transformation) એ જબરદસ્ત તાલીમનું પરિણામ છે.
કપૂરે છેલ્લા બે વર્ષમાં શિવોહમ સાથેના તેમના તાલીમના અનુભવ વિશે ખુલીને કહ્યું હતું કે,“વર્ષો વીતી ગયા, અમે લવ રંજન પ્રોજેક્ટ સાથે શરૂઆત કરી હતી જ્યાં અમારે બોડી લિન કરવું હતું, કારણ કે ત્યાં ઘણા બધા બીચ શોટ્સ હતા. અમે તેના માટે ખૂબ મહેનત કરી હતી. પુષ્કળ ટ્રેનિંગ અને સ્ટ્રીક ડાયટ, પરંતુ પછી અમારે તરત જ એનિમલ પર સ્વિચ કરવું પડ્યું હતું, જે એક અલગ પાત્ર સાથે અલગ બોડી ટાઈપ્સની જરૂર હતી જેના માટે રણબીરને જબરદસ્ત તાલીમની જરૂર હતી. એક યન્ગ બોડી ટાઈપ એન એક વૃદ્ધ બોડી ટાઈપ. તમે જે પ્રકારનું જ્ઞાન આપો છો. તમારી સાથે કામ કરવાનો આનંદ છે.”
આ પણ વાંચો: Ruhaanika Dhawan: રુહાનિકા ધવન માત્ર 15 વર્ષની ઉંમરે બની કરોડોના ઘરની માલિક
40 વર્ષીય રણબીર કપૂરએ તાજેતરમાં અભિનેતા આલિયા ભટ્ટ સાથે પુત્રીનું સ્વાગત કર્યું હતું, રણબીરે જણાવ્યું હતું કે, “હું હંમેશા વર્ક આઉટ સ્કિપ કરતો હતો.” “તમે ખરેખર મને વર્કઆઉટ્સનો આનંદ માણવા માટે પ્રેર્યો છે, હું હંમેશા તે વ્યક્તિ હતો જે વર્કઆઉટ્સ સ્કિપ કરતો હતો. પરંતુ હવે જ્યારે હું વર્કઆઉટ કેન્સલ કરું છું, તો હવે મને ગિલ્ટી ફીલ થાય છે. હવે, હું દિવસમાં બે વાર ટ્રેનિંગ લઉ છું.”
શિવોહમે તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલા વીડિયો પર એક નજર નાખો.
અગાઉ, એપ્રિલ 2022 માં શિવોહમે તેના ઈન્ટાગ્રામ પર કપૂર અને ભટ્ટના લગ્ન પહેલાં હૃદયસ્પર્શી નોટ (Note) શેયર કરી હતી.
અમે ગયા વર્ષે ટ્રેનિંગ શરૂ કરી હતી, અને આ વર્ષમાં અમે ઘણું હાંસલ કર્યું છે. જેમ તમે કહ્યું તેમ, એક સૌથી મહત્વની બાબત એ છે કે તમે તમારા શરીર, તમારી ટ્રેનિંગ, તમારા ડાયટ અને મુખ્યત્વે તમારા વિશે ઘણું શીખ્યા છો.”
શિવોહમે ઉમેર્યું કે, “તમે સમયને કેવી રીતે માન આપો છો તેની હું પ્રશંસા કરું છું. “મારું જ નહીં પણ તમારું પણ. દરેક સેશનને સમયસર ચાલુ કરીને, શૂટિંગના દિવસોમાં ટ્રેનિંગ આપવા માટે અમારી પાસે માત્ર 40 મિનિટ હોય છે,ત્યારે પણ તમે ટ્રેનિંગનો મહત્તમ ઉપયોગ કરો છો અને તેની ખાતરી રાખો છો.”
તેણે એમ પણ લખ્યું કે અભિનેતા “જ્યારે ટ્રેનિંગની વાત આવે છે ત્યારે તે વિવિધ વિચારો માટે ઓપન હોય છે”.
આ પણ વાંચો: અભ્યાસ : નવી ટેક્નોલોજી ઓછામાં ઓછી એનર્જી સાથે માઇક્રોપ્લાસ્ટિક્સને ફિલ્ટર કરી શકે
“અમે ફ્રીહેન્ડ, મૂવમેન્ટ, જિમ્નેસ્ટિક્સ, સ્ટ્રેન્થ અને જૂની સ્કૂલ બૉડીબિલ્ડિંગ બધું જ કર્યું છે. હકીકત એ છે કે હું તમને ટ્રેનિંગના પ્રેમમાં પડવા અને તેનો આનંદ માણવામાં સફળ રહ્યો છું, તે મારી સૌથી મોટી સિદ્ધિ છે.”
વધુમાં, કપૂર તેની ફિટનેસ જર્ની વિશે બોલતો હતી તેવો એક વિડિયો પણ હતો, જેમાં તેને રસ્તામાં મદદ કરવા બદલ તેના કોચનો આભાર માન્યો હતો. અભિનેતાએ કહ્યું, “મારા માટે ફિટનેસએ મારી જીવનશૈલીનો અગત્યનો ભાગ છે.”
રણબીરે એ પણ ઉલ્લેખ કર્યો કે, ” જયારે હું પુષ્કળ વર્ક આઉટ કરૂ છું, ત્યારે ડાયટ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. “જેમ જેમ હું ગ્રો થઈ રહ્યો છું તેમ-તેમ ડાયટની વધુ સારી સમજ આવી રહી છે. ચરબી ગુમાવવી થોડી અઘરી થઈ જાય છે.”