Guru Purnima Special Halwa: ગુરુ પૂર્ણિમા પ્રસાદ માટે રવા કેસરી હલવો રેસીપી, ઘરે બનાવી ગુરુ દેવને ભોગ ધરાવો

Rava Kesari Halwa Recipe In Gujarati : ગુરુ પૂર્ણિમા પર ગુરુ દેવના પ્રસાદ માટે ખાસ રવા કેસરી હલવો બનાવી શકાય છે. ધાર્મિક ભંડારના પ્રસાદ જેવો કેસરી રવા હલવો ઘરે સરળતાથી બની જાય છે.

Rava Kesari Halwa Recipe In Gujarati : ગુરુ પૂર્ણિમા પર ગુરુ દેવના પ્રસાદ માટે ખાસ રવા કેસરી હલવો બનાવી શકાય છે. ધાર્મિક ભંડારના પ્રસાદ જેવો કેસરી રવા હલવો ઘરે સરળતાથી બની જાય છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Guru Purnima Special Rawa Halwa Recipe | Sooji Halwa Recipe | Rawa kesari Halwa Recipe | Rawa Halwa recipe | Kesari Rawa Halwa Recipe | Guru Purnima Prasad Bhog Recipe | Guru Purnima Halwa Recipe

Rava Kesari Halwa Recipe : ગુરુ પૂર્ણિમા સ્પેશિયલ રવા કેસરી હલવા રેસીપી. (Photo: Social Media)

Rava Kesari Halwa Recipe: ગુરુ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં બહુ વિશે મહત્વ ધરાવે છે. ગુરુ પૂર્ણિમા પર ગુરુ દેવની પૂજા અને દર્શન કરવાની પરંપરા છે. દર વર્ષે અષાઢ પુનમને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. આ વખતે 10 જુલાઇએ ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. વ્યક્તિના જીવનમાં ગુરુનું વિશેષ સ્થાન હોય છે. શિક્ષણ હોય કે આધ્યાત્મિક ઉન્નતિ દરેક ક્ષેત્રમાં ગુરુના આશીર્વાદ અને માર્ગદર્શનથી વ્યક્તિ સફળ થાય છે. ગુરુ પૂર્ણિમા પર ગુરુ દેવની પૂજા સાથે નૈવૈધ પ્રસાદ પણ ધરાવવાનો હોય છે. અહીં ગુરુ પૂર્ણિમા માટે ખાસ રવા કેસરી હલવા રેસીપી આપી છે, જે ઘર બનાવી તમે તમારા ગુરુ દેવને પ્રસાદમાં ભોગ ધરાવી શકાય છે.

Advertisment

રવા કેસરી હલવા રેસીપી બનાવવા માટે સામગ્રી

  • રવો - 2 કપ
  • ખાંડ - 1 કપ
  • દેશી ઘી - 2 થી 3 મોટી ચમચી
  • એલચી પાઉડર - 1 નાની ચમચી
  • કેસર - 5 થી 6 તાંતણા
  • ગરમ દૂધ - 2 કપ (કેસર વાળુ દૂધ)
  • ડ્રાયફુટ્સ - 1 કપ નાના ટુકડા
  • કોપરાની છીણ - 2 ચમચી

Rava Kesari Halwa Recipe : રવા કેસરી હલવા રેસીપી

કેસર વાળું દૂધ બનાવો : એક તપેલીમાં દૂધ લો, તેમા કેસરના 5 થી 6 તાંતણ નાંખી દૂર ગરમ કરો. કેસર નાંખવાથી દૂધનો રંગ કેસરી થશે, સ્વાદ અને સુગંઘ બને વધે છે

ડ્રાયફુટ્સ ઘીમાં શેકો : એક કઢાઇમાં અડધી ચમચી ઘી નાંખી ડ્રાયફુટ્સના ટુકડા સહેજ શેકીલો, તેનાથી ડ્રાયફુટ્સના ટુકડા ક્રિન્ચી અને ક્રિસ્પી થશે. શેકેલા ડ્રાયફુટ્સ હલવામાં ઉમેરવાથી અદભુત સ્વાદ આવે છે

Advertisment

રવો શેકો : સૌથી પહેલા ગેસ ચાલુ કરી કઢાઇમાં 2 મોટી ચમચી ઘી ઓગાળી રવો શેકો, રવો સહેજ બ્રાઉન થાય ત્યાં ધીમા તાપે શેકવાનો છે

દૂધ, પાણી અને ખાંડ ઉમેરો : સોજી બરાબર શેકાઇ ગયા બાદ તેમા કેસરવાળું દૂધ, ખાંડ અને 1 કપા પાણી ઉમેરી હલવાને પકવવા દો

હલવો પકવો ; સોજી બરાબર ફુલી જાય અને દૂધ, પાણી શોષાઇ જાય ત્યાં સુધી મીડિયમ તાપે હલવો પકવો

એલચી પાઉડર ઉમેરો : રવા હલવામાં એલચી પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરો

ડ્રાયફુટ્સ ઉમેરો : રવો હલવો બરાબર બની ગયા બાદ તેમા ડ્રાયફુટ્સના ટુકડા અને કોપરાની છીણ ઉમેરી ગાર્નિશ

ગુરુ પૂર્ણિમા પર અહીં આપેલી સ્ટેપ બાય સ્ટેપ રેસીપી અનુસરી સરળ રીતે રવા કેસરી હલવો બનાવી શકાય છે. હિન્દુ ધર્મમાં પીળા અને કેસરી રંગને શુભ માનવામાં આવે છે. વળી ગુરુ ગ્રહનું પ્રતિંક રંગ પણ પીળો કેસરી છે. આથી ગુરુ પૂર્ણિમા પર આ રવા કેસરી હલવો બનાવી ગુરુના આર્શીવાદ પ્રાપ્ત કરી શકાય છે.

જીવનશૈલી ભોજન રેસીપી