Raw Mango Chutney With Jaggery Recipe: કેરી ઉનાળામાં આવતું ફળ છે. ભારતીયો કેરી ખાવા માટે આખું વર્ષ રાહ જોવે છે. કેરી કાચી અને પાકી બંને રીતે ખવાય છે. કાચી કેરી ખાવાના ઘણા સ્વાસ્થ્ય લાભ છે. કાચી કેરીમાં વિટામિન સી અને એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે રોગપ્રતિકારક શક્તિને વેગ આપે છે. તેનો અથાણાં, ચટણી, પન્ના, મુરબ્બો સલાડ વગેરેમાં ઉપયોગ થાય છે.
કાચી કેરીની ચટણી સ્વાદમાં મીઠી
કાચી કેરી માંથી ઘણી બધી વાનગીઓ બને છે. કાચી કેરી માંથી ખાટી મીઠી ચટણી પણ બને છે. અહી કાચી કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની રેસિપિ, જે તમે ઘરે સરળતાથી બનાવી શકો છો.
કેરીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે સામગ્રી
- 2 – કાચી કેરી
- 1/2 કપ – ગોળ ખાંડ
- 1 ચમચી વરિયાળી, જીરું
- 1/2 નાની ચમચી કાળું મીઠું
- સાદું મીઠું
- 1/2 ચમચી લાલ મરચું પાવડર
- હળદર પાવડર
- 1 ચમચી ગરમ મસાલો
- 1 કપ પાણી
- 1 ચમચી તેલ
Raw Mango Chutney With Jaggery Recipe : કેરીની ખાટી મીઠી ચટણી બનાવવાની રીત
કેરીની ખાટી મીઠી ચટણી બનાવવા માટે કાચી કેરીની છાલ કાઢી લો. એક તપેલમાં પાણી ગરમ કરી કાચ કેરી બાફો. તેને ધીમા તાપે લગભગ 5 મિનિટ સુધી બાફો, જેથી તે નરમ થઇ જશે. હવે એક પેનમાં થોડુંક તેલ નાંખી તેમા કેરી સાંતળી સહેજ સાંતળી લો.
હવે તે જ કઢાઈમાં થોડુંક તેલ નાંખી તેમાં વરિયાળી, હળદર, લાલ મરચું પાવડર અને પાણી ઉમેરીને સાંતળી લો. તેમા સાંતળેલી કેરી ઉમેરો અને બરાબર મિક્સ કરો.
આ પણ વાંચો | સરગવાનું અથાણું સ્વાદ અને સ્વાસ્થ્ય માટે ઉત્તમ, શેફ પાસેથી જાણો બનાવવાની રીત
મીઠી કરવા માટે ગોળ ઉમેરો
તેને મીઠી કરવા માટે ગોળ ઉમેરો. જો તમે તેને વધુ સ્વાદિષ્ટ કરવા માંગતા હોવ તો તેમાં મીઠું, કાળું મીઠું અને ગરમ મસાલો ઉમેરો. લગભગ 5-7 મિનિટ સુધી બરાબર રાંધ્યા બાદ ગેસ બંધ કરી દો.
આ રીતે તૈયાર છે તમારી ખાટી મીઠી કેરીની ચટણી. કેરીની આ ખાટી મીઠી ચટણી પરાઠા, રોટલી અથવા કોઈપણ નાસ્તા સાથે ખાઈ શકો છો.
ઘરે બનાવેલી કેરીની ચટણી ટેસ્ટ સાથે હેલ્થ માટે પણ બેસ્ટ છે. તેને હવાચુસ્ત ડબામાં બંધ કરી ફ્રીજમાં મૂકી રાખો, એક સપ્તાહ સુધી ફ્રેશ રહેશે.





