ઉંમર વધતા તણાવ કે વધે છે? તણાવ કંટ્રોલ કરવામાં આ ટિપ્સ થશે મદદરુપ

શું ઉંમર વધવાની સાથે તણાવ વધે છે? કે પછી અનુભવ અને માનસિક સ્ટેબિલિટી તણાવનો સામનો કરવામાં મદદ કરે છે? એક્સપર્ટ શું કહે છે અહીં જાણો

Written by shivani chauhan
August 04, 2025 13:46 IST
ઉંમર વધતા તણાવ કે વધે છે? તણાવ કંટ્રોલ કરવામાં આ ટિપ્સ થશે મદદરુપ
Connection between age and stress

તણાવ (Stress) જીવનના દરેક તબક્કાનો અભિન્ન ભાગ બની ગયો છે. જોકે એ સમજવું મહત્વપૂર્ણ છે કે ઉંમર સાથે તણાવના પ્રકારો, કારણો અને પ્રતિભાવો કેવી રીતે બદલાય છે. શું ઉંમર વધવાની સાથે તણાવ વધે છે? કે પછી અનુભવ અને માનસિક સ્થિરતા તણાવનો સામનો કરવામાં મદદ કરે છે? એક્સપર્ટ શું કહે છે?

ઉંમર વધતા તણાવ વધવાના કારણો

  • બાળપણ અને કિશોરાવસ્થા માટે તણાવ : બાળકો અને કિશોરો માટે તણાવ ઘણીવાર કૌટુંબિક અશાંતિ, શૈક્ષણિક દબાણ અને સામાજિક અનુકૂલનને કારણે આવે છે. પરીક્ષાના પરિણામો, મિત્રો સાથે ભળવું અથવા માતાપિતાની અપેક્ષાઓ ઘણીવાર તેમના પર વધારાનું દબાણ લાવે છે.
  • યુવાનીમાં તણાવ : યુવાનોમાં સંબંધો, કરિયર, આત્મનિર્ભરતા અને સામાજિક સ્વીકૃતિના દબાણનો સામનો કરવા માટે સતત સંઘર્ષ કરે છે. કારકિર્દીમાં આગળ વધવાવા દરમિયાન નાણાકીય અનિશ્ચિતતા અને ઓળખ સંકટ પણ તણાવમાં વધારો કરે છે.
  • ધ્યમ વયમાં તણાવ : ગુરુગ્રામની મારેંગો એશિયા હોસ્પિટલના મનોવૈજ્ઞાનિક ડૉ. મુનિયા ભટ્ટાચાર્યએ જણાવ્યું કે “એક તરફ વ્યાવસાયિક દબાણ અને બીજી તરફ બાળકો અને વૃદ્ધ માતાપિતાની જવાબદારીઓને કારણે મધ્યમ વયના લોકો ભારે તણાવમાં હોય છે, આ વયના લોકો તણાવનું સંચાલન કરવામાં પ્રમાણમાં વધુ કુશળ હોય છે કારણ કે તેઓ સમસ્યાનું નિરાકરણ કરવાની સ્ટ્રેટેજી અને સામાજિક સમર્થન પર આધાર રાખવાનું શીખે છે.”
  • ગર્ભાવસ્થા દરમિયાન તણાવ : ઓખાર્ટ હોસ્પિટલના મનોચિકિત્સક ડૉ. સોનલ આનંદે જણાવ્યું હતું કે સગર્ભા સ્ત્રીઓ તેના બાળકના સ્વાસ્થ્ય, ડિલિવરી અને નવા જીવનની તૈયારીની ચિંતાઓને કારણે તણાવમાં હોય છે. તેથી આ સમય દરમિયાન તણાવનું સંચાલન કરવા માટે મદદ લેવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
  • વૃદ્ધત્વ : વૃદ્ધ લોકો શારીરિક નબળાઈ, પ્રિયજનોના ગુમાવવા અને નાણાકીય સુરક્ષાના અભાવને કારણે તણાવ અનુભવે છે. જોકે ડૉ. ભટ્ટાચાર્યએ કહ્યું કે “વૃદ્ધ લોકો જીવનના અનુભવોથી શિક્ષિત હોય છે અને માનસિક રીતે સ્થિર હોય છે અને તણાવનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.”

આ સરળ કસરતો દરરોજ કરો, ક્યારેય દવા લેવી નહિ પડે !

તણાવમાંથી છુટકારો મેળવવાની ટિપ્સ

  • ઊંડા શ્વાસ લેવા : દરરોજ ઓછામાં ઓછા 10 મિનિટ માટે ધીમે ધીમે શ્વાસ લો અને બહાર કાઢો.
  • હેલ્ધી લાઇફસ્ટાઇલ : નિયમિત ઊંઘ, પૌષ્ટિક ખોરાક અને કસરત માનસિક સંતુલન જાળવવામાં મદદ કરે છે.
  • જર્નલ લખવી: દરરોજ તમારી લાગણીઓનો રેકોર્ડ રાખવાથી તણાવ ઓછો થાય છે.
  • માઇન્ડફુલનેસ પ્રેક્ટિસ: ધ્યાન, યોગ અથવા ધ્યાન માનસિક શાંતિ લાવે છે.
  • સામાજિક સંબંધો જાળવી રાખો: પરિવાર અને મિત્રો સાથે સંપર્કમાં રહો, વાત કરો.
  • ડોક્ટરની મદદ લો: જો જરૂરી હોય તો મનોચિકિત્સકની સલાહ લો.

ઉંમર અને તણાવ વચ્ચેનો સંબંધ જટિલ હોવા છતાં યોગ્ય જ્ઞાન અને આયોજન દ્વારા તણાવને નિયંત્રણમાં રાખવો શક્ય છે. ઉંમર વધતા સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધુ રિલીઝ થાય છે જેનું કારણ ઉંમર વધવાની સાથે વધતી જવાબદારીઓ છે. માનસિક કસરત, હેલ્ધી લાઇફસ્ટાઇલ અને સામાજિક સમર્થન કોઈપણ ઉંમરે તણાવનો સામનો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તણાવને અવગણવાને બદલે સમયસર મદદ લેવી એ સુખાકારીની ચાવી બની શકે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ