Rice Papdi Recipe: ચણાના લોટની પાપડી, ચા સાથે ખાવા માટે ટેસ્ટી નાસ્તાની સરળ રેસીપી

Rice Flour Papdi Recipe In Gujarati: પાપડી ચા સાથે ખાવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. મેંદા અને ચણાના લોટની પાપડી ખાઇ કંટાઇ ગયા છો તો ચોખાના લોટની પાપડી ટ્રાય કરી શકો છો. ઓછી સામગ્રીમાં બનતી આ ક્રિસ્પી અને ક્રન્ચી મસાલા પાપડી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

Rice Flour Papdi Recipe In Gujarati: પાપડી ચા સાથે ખાવા માટે શ્રેષ્ઠ નાસ્તો છે. મેંદા અને ચણાના લોટની પાપડી ખાઇ કંટાઇ ગયા છો તો ચોખાના લોટની પાપડી ટ્રાય કરી શકો છો. ઓછી સામગ્રીમાં બનતી આ ક્રિસ્પી અને ક્રન્ચી મસાલા પાપડી ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે.

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
Rice Papdi Recipe | Rice Flour Papdi Recipe | Rice Flour Recipe:

Rice Flour Papdi Recipe: ચોખાના લોટની પાપડી બનાવવાની રીત. (Photo: Freepik)

Rice Flour Papdi Recipe In Gujarati: પાપડી ગુજરાતની પ્રખ્યાત વાનગી છે. સામાન્ય રીતે ગુજરાતમાં મેંદા અને ચણાના લોટ માંથી બનેલી પાપડી વધારે ખાવામાં આવે છે. તેલમાં તળેલી પાપડી ખાવામાં ક્રિસ્પી અને ક્રન્ચી લાગે છે. સવારે સાંજ ચા કે કોફી સાથે ખાવા માટે પાપડી સારો નાસ્તો છે. અહીં તમારા માટે નવી સ્ટાઇલમાં પાપડી બનાવવાની રીત જણાવી છે. જો તમે મેંદા કે ચણાના લોટની પાપડી ખાઇ કંટાઇ ગયા છે તો ચોખાના લોટ માંથી બનેલી પાપડી ટ્રાય કરી શકો છો. ચાલો જાણીયે ચોખાના લોટની મસાલા પાપડી બનાવવાની રીત અને સામગ્રી

Advertisment

ચોખાના લોટની પાપડી બનાવવા માટે સામગ્રી

  • ચોખાનો લોટ
  • સાબુદાણા પાણીમાં પલાળેલા
  • મગ દાળ પાણીમાં પલાળેલી
  • જીરું
  • અજમો
  • તલ
  • તેલ
  • મીઠું સ્વાદ અનુસાર
  • આદુ લસણ લીલા મરચાની પેસ્ટ
  • પાણી

Rice Papdi Recipe : ચોખાના લોટની મસાલા પાપડી બનાવવાની રીત

ચોખાના લોટની મસાલા પાપડી બનાવવા માટે સૌથી પહેલા ચોખાને પીસી લોટ બનાવી લો. આની પહેલા મગ દાળ અને સાબુદાણાને 4 થી 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. ત્યાર પછી પાણી નિતારી મિક્સર જારમાં સાબુદાણા અને મગ દાળને અલગ અલગ પીસી બારીક પેસ્ટ બનાવી તૈયાર રાખો.

હવે એક બાઉલમાં ચોખાનો લોટ ચાળી લો. તેમા તેલ કે ઘીનું મોણ નાંખો, ત્યાર પછી જીરું, તલ, અજમો, આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ, સ્વાદ અનુસાર મીઠું ઉમેરી મિક્સ કરી લો. હવે આદુ લસણ અને લીલા મરચાની પેસ્ટ નાંખી બધી સામગ્રીને મિક્સ કરી લો. ત્યાર પછી ગરમ પાણી વડે થોડક કડક લોટ બાંધવો. લોટ બાંધી 10 થી 15 મિનિટ સુધી રહેવા દો.

Advertisment

નિર્ધારિત સમય બાદ લોટને બરાબર મસળી નાના લુઆ બનાવી પાપડી બનાવો. પાપડીને 5 મિનિટ સુધી સુકાવવો દો. ગેસ ચાલુ કરી એક કડાઇમાં તેલ ગરમ કરો. મધ્યમ આંચ પર તેલમાં પાપડી તળી લો. બંને બાજુથી બ્રાઉન થાય ત્યાં સુધી પાપડી ફ્રાય કરવી. પાપડી ઠંડી થયા બાદ હવાચુસ્ત ડબામાં સ્ટોર કરી લો. આ રીતે બનાવેલી ચોખાના લોટની મસાલા પાપડી 8 થી 10 દિવસ સુધી ફ્રેશ રહેશે.

જીવનશૈલી રેસીપી