Rice Khichiya Papad Recipe : ચોખાના ખીચીયા પાપડ ઘણા લોકોને ખૂબ ભાવે છે. તેને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે. અમે અહીં તેને એકદમ હટકે રીતે બનાવવાની રીત જણાવી રહ્યા છીએ. જે એકદમ સરળ છે. આ રેસીપીને geetas_cooking પર શેર કરવામાં આવી છે.
ચોખાના ખીચીયા પાપડ સામગ્રી
ચોખા, જીરું, અજમો, ખાવાના સોડા, મીઠું, તેલ, પાણી, લીલા મરચા, ધાણા.
ચોખાના ખીચીયા પાપડ બનાવવાની રીત
- સૌ પ્રથમ ગેસ પર કુકર મુકો અને તેમાં 10 ગ્લાસ પાણી લો. તેમાં જીરું, અજમો સારી રીતે મિલાવો અને એક ઊભરો આવવા દો.
- બે ગ્લાસ ચોખાને પાંચથી 6 કલાક પલાળીને રાખો. ત્યારબાદ તેને કુકુરના પાણીમાં એડ કરો અને સારી રીતે મિક્સ કરો. આ પછી કુકરનું ઢાંકણું બંધ કરી દો અને 5 થી 6 સીટી વગાડો.
- આ પછી તેને સારી રીતે મિક્સ કરવું. 5 કે 7 લીલા મરચા ક્રશ કરેલા અને ધાણા એડ કરો અને ફરી તેને સારી રીતે મિક્સ કરો અને 10 મિનિટ પકવા દો. આ રીતે બેટર તૈયાર થઇ જશે. બેટરને એક બીજા વાસણમાં કાઢી લો અને ઠંડુ કરવા મુકો.
આ પણ વાંચો – ઉપવાસમાં બનાવો સાબુદાણા પરાઠા, ટેસ્ટી અને ક્રન્ચી બનશે
- ત્યારબાદ એક પ્લાસ્ટિકની કોથળી લો તેના ઉપર થોડું તેલ લગાવો અને તેના પર બેટર મુકો. અન્ય એક પ્લાસ્ટિકની કોથળી તેના ઉપર મુકો અને થાળીની મદદથી દબાવીને પાપડનો શેપ આપો. આ રીતે બધા પાપડ બનાવી તૈયાર કરી લો.
- ત્યારબાદ આ પાપડને એક દિવસ પંખા નીચે સુકાવવાના છે અને બીજા દિવસે પલટાવીને તડકામાં સુકવી શકો છો.
- આ રીતે તમારા ચોખાના ખીચીયા પાપડ તૈયાર થઇ જશે. તેને ડબ્બામાં ભરીને સ્ટોર કરી શકો છો. જ્યારે ખાવાની ઇચ્છા થાય ત્યારે તેલમાં તળી ખાઇ શકો છો.