Pregnancy Health Tips : પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં અટપટું ખાવાની ઈચ્છા કેમ થાય છે? રિચા ચઢ્ઢાએ કર્યા પોતાના અનુભવ શેર

Pregnancy Health Tips : રિચા ચઢ્ઢાએ ક્રેવિંગ વિશે કહ્યું, “મને પ્રેગ્નેન્સીના પ્રથમ 3 મહિનામાં વિચિત્ર ક્રેવિંગ થતી હતી. મને ક્યારેક ઓલિવ અને ઈંડાની પણ ક્રેવિંગ થતી હતી.''

Written by shivani chauhan
Updated : June 06, 2024 12:58 IST
Pregnancy Health Tips : પ્રેગ્નેન્સીના શરૂઆતના દિવસોમાં અટપટું ખાવાની ઈચ્છા કેમ થાય છે? રિચા ચઢ્ઢાએ કર્યા પોતાના અનુભવ શેર
Pregnancy Health Tips : રિચા ચઢ્ઢાએ પ્રેગ્નન્સી દરમિયાન ફૂડ ક્રેવિંગનો અનુભવ કર્યો શેર, પ્રેગ્નેન્ટ મહિલાઓને ફૂડ ક્રેવિંગ થવાના કારણો

Pregnancy Health Tips : મમ્મી-ટુ-બી રિચા ચઢ્ઢા (Richa Chadha) તેની પ્રેગ્નેન્સી દરમિયાન ખૂબ જ એકટીવ છે. હીરામંડી એકટ્રેસ થોડા દિવસોમાં મેટરનિટી લિવ પર હશે. તેણે તાજેતરમાં શેર કર્યું કે પ્રેગ્નેન્સી સરળ નથી. ચઢ્ઢા માટે બેવર્લી કિમ વ્હાઇટ સાથેની મુલાકાતમાંતેની ક્રેવિંગ વિશે કહ્યું, “મને પ્રેગ્નેન્સીના પ્રથમ 3 મહિનામાં અટપટું ખાવાની ઈચ્છા થતી હતી. મને ક્યારેક ઓલિવ અને ઈંડાની પણ ખાવાની ઈચ્છા થતી હતી. બીજા 4 થી 6 મહિનામાં ક્રેવિંગ નથી. હવે, છેલ્લા ત્રિમાસિકમાં, મને સતત કંઈક ઠંડું ખાવા- પીવાની ઈચ્છા થાય છે. એકટ્રેસએ કહ્યું, તે 2-3 મીલને બદલે થોડું થોડું અને વારંવાર ભોજન લેતી હતી, અને એકટ્રેસે વધુ ઊંઘ આવાની પણ વાત કરી હતી. જાણો હેલ્થ ટિપ્સ

women Pregnancy health tips in gujarati
Pregnancy Health Tips : રિચા ચઢ્ઢાએ પ્રેગ્નન્સી દરમિયાન ફૂડ ક્રેવિંગનો અનુભવ કર્યો શેર, પ્રેગ્નેન્ટ મહિલાઓને ફૂડ ક્રેવિંગ થવાના કારણો

શા માટે પ્રેગ્નેન્ટ મહિલાઓને ફૂડ ક્રેવિંગ થાય છે?

પ્રેગ્નેન્સીમાં ફૂડ ક્રેવિંગ થવું મુખ્ય ભાગ છે. પુણેની મધરહૂડ હોસ્પિટલના ડૉ. સ્વાતિ ગાયકવાડ, કન્સલ્ટન્ટ ઑબ્સ્ટેટ્રિશિયન અને ગાયનેકોલોજિસ્ટએ સમજાવ્યું કે ગર્ભાવસ્થા દરમિયાન, સ્ત્રીઓમાં વિવિધ હોર્મોનલ ફેરફારો થાય છે, જેથી ફૂડ ક્રેવિંગ થઇ શકે છે આ સમયે સ્વાદ, સ્મેલ પણ તીવ્ર થવાથી ચોક્કસ ખોરાક ખાવાની સતત ઇચ્છા થઇ શકે છે. ફૂડ ક્રેવિંગમાં સામાન્ય રીતે અલગ અલગ ખાવા પીવાની ઈચ્છા થાય છે, અને જો આ ક્રેવિંગ સંતોષાતી નથી તો તે હતાશામાં પરિણમી શકે છે. ક્રેવિંગ સામાન્ય રીતે પ્રથમ ત્રિમાસિકમાં શરૂ થાય છે અને બીજા ત્રિમાસિક ગાળામાં ઓછી થાય છે.

આ પણ વાંચો: Aditi Rao Hydari Diet : અદિતિ રાવ હૈદરીની ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ,જાણો

હેલ્થ એક્સપર્ટએ કહ્યું, ”ક્રેવિંગએ શરીરને સંકેત આપે છે કે તેને ચોક્કસ ખોરાકમાં મળતા પોષક તત્વો અને પ્રોટીનની જરૂર છે. ચોક્કસ ખોરાક ખાવાની ઈચ્છા પાછળનું કારણ છે. ઓલિવની લાલસા શરીરને સોડિયમની જરૂરિયાત સૂચવે છે કારણ કે ઓલિવમાં સોડિયમ, વિટામિન્સ અને ચરબી હોય છે. ઈંડાની જરદી વિવિધ પોષક તત્ત્વો, પ્રોટીન અને આયર્નથી ભરપૂર હોય છે, જે સગર્ભા સ્ત્રીના એકંદર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.”

આ ઉપરાંત, સગર્ભા સ્ત્રીઓ અથાણું, લીંબુ, આમલી અને બટાકાની સોલ્ટી ચીપ્સ જેવા ખાટા અને ખારા ખોરાક ખાવાનું વારંવાર મન થાય છે. પ્રેગ્નેન્સી દરમિયાન ગુમાવલ સોડિયમને રિપ્લેસ કરી પ્રવાહી જાળવી રાખવાની શરીરની રીત હોઈ શકે છે.

આ પણ વાંચો: સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?

ફૂડ ક્રેવિંગ માટે શું કરી શકાય?

તમારા શરીરની જરૂરિયાતોને સમજો અને નિષ્ણાતની સલાહ લીધા પછી તેને મધ્યસ્થતામાં લેવાનો પ્રયાસ કરો. પ્રોટીન, વિટામિન્સ, પોષક તત્ત્વો અને હેલ્ધી ફેટ્સથી ભરપૂર સંતુલિત ખોરાક ખાવાથી તમારા શરીરની પોષક જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી શકે છે.

કેટલીકવાર, આ ક્રેવિંગ હેલ્ધી હોઈ શકે નહીં. ક્રેવિંગને સંતોષવા માટે હેલ્થી ઓપ્શન શોધો. તમે ક્રિસ્પી મખાના, બદામ, બેરી, એવોકાડો ટોસ્ટડ્રાય ફ્રૂટ્સ અને હેલ્ધી લાડુનો સમાવેશ કરવાનો પ્રયાસ કરો. ક્રેવિંગ આગળ કોઈ મુશ્કેલી ઉભી ન કરે તે માટે ટાળવા માટે મધ્યસ્થતામાં ખાઓ. કંઈક નવું ટ્રાય કરતા પહેલા તમારા ડૉક્ટર અથવા ગાયનેકની સલાહ લેવી જરૂરી છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ