જો તમે વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છો, તો તમે ક્યારે ખાઓ છો તે એટલું જ મહત્વપૂર્ણ છે જેટલું તમે શું ખાઓ છો. તમે કદાચ લોકોને કહેતા સાંભળ્યા હશે કે વજન ઘટાડવા માટે તમારે ભોજન વહેલું ખાવું જોઈએ. પોષણશાસ્ત્રી અને ડાયેટિશિયન ડૉ. એશ્લે લુકાસે વજન ઘટાડવાનો પ્રયાસ કરી રહેલા લોકો માટે ભોજન ખાવાનો શ્રેષ્ઠ સમય સમજાવ્યો છે.
વજન ઘટાડવાની સાચી રીત
વજન ઘટાડવા અને એકંદર સ્વાસ્થ્ય માટે સંતુલિત અને પૌષ્ટિક આહાર લેવો ખૂબ જ જરૂરી છે. નિષ્ણાતોએ યોગ્ય સમયે ખાવાના મહત્વ પર ભાર મૂક્યો છે. જો તમે વજન ઘટાડવાની યાત્રા પર છો, તો ડાયેટિશિયન જણાવે છે કે દિવસ દરમિયાન ક્યારે ખાવો છો એટલે કે સૂર્યને અનુસરવું એ સફળતાનો માર્ગ છે, કારણ કે આ પદ્ધતિ ચયાપચયમાં સુધારો કરે છે અને હોર્મોન્સને નિયંત્રિત કરે છે.
તેણે કહ્યું કે “આપણું શરીર, ચયાપચય અને હોર્મોન્સ દિવસ દરમિયાન ખોરાકને પચાવવામાં અને ચયાપચય કરવામાં સૌથી વધુ કાર્યક્ષમ હોય છે. તેથી, સાંજે 6-7 વાગ્યા સુધીમાં ભોજન પૂર્ણ કરો અને તમારા આગલા ભોજન પહેલાં 12 કલાકનો અંતરાલ રાખવાનો પ્રયાસ કરો.’
સાંજે 7 વાગ્યા પહેલા ભોજન કેમ કરવું જોઈએ?
તેણે એમ પણ નોંધ્યું કે તે સાંજે 7 વાગ્યા પછી ખાવાની ભલામણ કરશે નહીં. તેણે સમજાવ્યું કે “જો તમે સૂતા પહેલા જ ખાશો, તો તમારી ઊંઘ એટલી ગાઢ નહીં હોય. સૂતા પહેલા જ ખાવાથી તમારી ઊંઘની ગુણવત્તા પર અસર પડી શકે છે, જેના કારણે રાત્રે ઓછી આરામદાયક ઊંઘ આવે છે. વધુમાં મોડું ખાવાથી ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ વધી શકે છે.’
ઘણા અભ્યાસો સૂચવે છે કે મોડી રાત્રે જમવાનું સારું નથી. રાત્રે ભોજન અને નાસ્તો સ્કિપ કરવાથી વજન ઓછું થાય છે. તમારા શરીરનો સર્કેડિયન લય એ રીતે પ્રોગ્રામ થયેલ છે કે તમે સૂતા હોવ ત્યારે પણ ચરબી બર્ન થઇ શકે છે.