રાજઘાની દિલ્હી અને એનસીઆરના કેટલાક ભાગોમાં ફરી હવા ખરાબ થઇ હોવાના સમાચાર સામે આવ્યાં છે. દિલ્હીની હવા ગુણવત્તા ઇન્ડેક્સ ગંભીર શ્રેણીમાં છે. ત્યારે વાયુ પ્રદૂષણ વધવાને કારણે શ્વાસ સંબંધિત બીમારીઓ થવાનો ખતરો છે. આ સાથે દિલની બીમારીયા થવાની સંભાવના છે. તાજેતરમાં અમેરિકન હાર્ટ એસોશિયને સંશોધન કર્યું છે. જેમાં વાયુ પ્રદુષણના કારણે અનિયમિત દિલની ધડકન થવાનું જોખમ છે. એવા સંજોગોમાં ઘણી વખત વ્યક્તિને હાર્ટ અટેક આવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, જે લોકોને પહેલેથી જ હ્રદય રોગ સંબંઘિત કોઇ બીમારી છે તો તેમની હાલત વઘુ ગંભીર બને તેવી શક્યતા છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન મુજબ, એકલા 2016માં અંદાજિત 17.9 મિલિયન લોકો હૃદય રોગથી મૃત્યુ પામ્યા હતા; જે વૈશ્વિક મૃત્યુના 31% છે. આમાંથી 85% મૃત્યુ હાર્ટ એટેક અને સ્ટ્રોકને કારણે થયા છે. આપણે ઘણી વખત હાર્ટ એટેકને છાતીમાં ભારે દુખાવો અને ચુસ્તતા તરીકે ઓળખીએ છીએ, પરંતુ ઘણા ઓછા લોકો જાણે છે કે હાર્ટ એટેક પણ શાંત હોય છે અને સ્ત્રીઓમાં લક્ષણો પુરુષો કરતાં અલગ હોઈ શકે છે.
વિશ્વ સ્વાસ્થ સંગઠન (WHO) અનુસાર, વર્ષ 2016માં 17.9 મિલિયન લોકોના મૃત્યનું કારણ હ્રદય રોગ હતો. આ આંકડો વૈશ્વિક મૃત્યુના 31 ટકા છે. જેમાંથી 85 ટકા મૃત્યુ હાર્ટ અટેક અને સ્ટ્રોકના કારણે થયા છે. સ્વભાવિક છે કે, લોકો હાર્ટ અટેકના લક્ષણોને છાતીમાં ભારે દુખાવાને માને છે, પરંતુ હાર્ટ અટેક શાંતિથી પણ આવી શકે છે. જોકે સ્ત્રીઓમાં હાર્ટ અટેકના લક્ષણો ક્યારેક પુરૂષથી વિભન્ન હોય શકે છે.
ઉલ્લેખનીય છે કે જે લોકો કામના કારણે પ્રદૂષણના સંપર્કમાં આવે છે તેના પર પ્રદૂષણની ગંભીર અસર પડે છે. એવા સંજોગોમાં લોકોએ વધતા વાયુ પ્રદૂષણથી પોતાને સુરક્ષિત કરવાની ખુબ જ જરૂર છે.
બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન મુજબ, વાયુ પ્રદૂષણ તમારી રક્ત વાહિનીઓની અંદરની દિવાલોને હાની પહોંચાડે છે. જેને પગલે દિલ અને પરિભ્રમણ પ્રભાવિત થઇ શકે છે. જેથી તે સંકુચિત અને સખત બને છે. જેની અસર રક્ત વાહિકાઓની ગતિ પર થાય છે. એટલે કે રક્ત વાહિકાઓની ગતિ મર્યાદિત થઇ જાય છે. જે તમારા રક્તચાપ અને રક્તવાહિકાઓને વધારી શકે છે.
વાયુ પ્રદુષણની શરીર પર એટલી ગંભીર અસર પહોંચે છે કે તેના કારણે દિલ પર તણાવ, રક્ત ગઠાવવાની સંભાવના તેમજ દિલની સામાન્ય પ્રવાહ કાર્યપ્રણાલીને પ્રભાવ કરે છે. જે અસામાન્ય હ્રદય લયનું કારણ બની શકે છે. આ સાથે હ્રદયની રચનામાં ફેરફારનુ કારણ પણ બની શકે છે. જે હાર્ટ અટેકના પ્રથમ ચરણમાં જોવા મળે છે.
મહત્વનું છે કે, હ્રદય રોગથી પીડિટ લોકોએ નિયમિત દવા લેવી અતિઆવશ્યક છે. આ સાથે તેમને રજ, ખરાબ આબોહવાથી બચીને રહેવું જોઇએ. આ ઉપરાંત ઘરની બહાર નીકળતી વખતે તેમને માસ્ક પહેરવું જોઇએ તેમજ શરીરને હાઇડ્રેટ રાખવાની સાથે બીપી, બ્લડ શુગર લેવલ ચેક કરાવતા રહેવું જોઇએ.
દિલ્હીના એનસીઆરમાં આબોહવા ખરાબ થવાના કારણે લોકોને વિવિધ બિમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં અસ્થમા, બ્રોંઇકાટિસ અને શ્વાસ લેવામાં તકલીફ વગેરે સમસ્યાઓનો સમાવેશ થાય છે. એક સંશોધનમાં ટ્રિપલ લેયર સર્જિકલ માસ્ક અને મલ્ટી લેયર્ડ કોટન માસ્ક પણ પ્રદૂષણના કણોને ફેફસામાં પ્રવેશ કરવાથી અટકાવવા માટે અસરગ્રસ્ત છે.