Happy Rose day, રોઝ ડે 2024 પર ગુલાબની સાથે આ પ્રેમ ભર્યા સંદેશા મોકલી બનાવો દિવસને ખાસ

Rose Day 2024 Message quotes Card, રોઝ ડે 2024 : રોઝ ડે પ્રેમના આ અઠવાડિયાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. પ્રેમીઓ એકબીજાને ગુલાબના ફૂલ આપીને આ ખાસ દિવસની ઉજવણી કરે છે.

Written by Ankit Patel
Updated : February 07, 2024 09:14 IST
Happy Rose day, રોઝ ડે 2024 પર ગુલાબની સાથે આ પ્રેમ ભર્યા સંદેશા મોકલી બનાવો દિવસને ખાસ
વેલેન્ટાઇન ડે 2024, સંદેશા, મેસેજ, ક્વોટ્સ - photo - Freepik

Valentine’s Week Messages, Happy Rose Day 2024, રોઝ ડે 2024: આજથી વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. વેલેન્ટાઇન વીકનો પહેલો દિવસ રોઝ ડે 2024 હોય છે. રોઝ ડે પ્રેમના આ અઠવાડિયાના પ્રથમ દિવસે ઉજવવામાં આવે છે. પ્રેમીઓ એકબીજાને ગુલાબના ફૂલ આપીને આ ખાસ દિવસની ઉજવણી કરે છે. જો કે, જો તમે ઇચ્છો તો ગુલાબની સાથે કેટલાક ખાસ સંદેશાઓ મોકલીને તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવી શકો છો. અહીં અમે તમારા માટે આવા જ કેટલાક પ્રેમથી ભરેલા સંદેશાઓ અને સુંદર ફોટા લઈને આવ્યા છીએ. ચાલો આ પર એક નજર કરીએ

રોઝ ડે 2024 પર તમારા જીવનસાથીને ગુલાબ સાથે આ સંદેશ મોકલો

મહેકતું રહે જીવન તારું આમ ગુલાવ જેવુંમળ્યું છે તને પ્રેમ કરનારું જો મારા જેવું

હેપ્પી રોઝ ડે

valentine day 2024, valentine week list 2024, rose day
વેલેન્ટાઇન વીક, રોઝ ડે 2024

તારી યાદો ગુલાબ જેવી રહે,પવન ફૂંકાય ત્યારે મહેકીયે અમે.

Happy Rose Day

મહેફિલમાં હજારો ગુલાબ છે,પણ મારું ગુલાબ સૌથી સુંદર છે.

Happy Rose Day

ગુલાબનું સૌંદર્ય પણ ફિક્કું લાગે છે,જ્યારે તમારા ચહેરા પર સ્મિત ખીલે છે,આવી રીતે હસતા રહો મારા પ્રેમ,તારી ખુશી મારા શ્વાસને જીવંત કરે છે.

હેપ્પી રોઝ ડે પાર્ટનર

તારી આહટ મારા ચહેરા પર સ્મીત લાવે છેતારી હાજરીનો અહેસાસ મારો શ્વાસ ભરે છે,આ સુંદર ગુલાબ તારી યાદોનો એક ભાગ છે,જેને જોઈને એ ખુશી ફરી જુવાન થઈ જાય છે.

Happy Rose Day

હોઠો પર ફૂલ જેવું હાસ્ય હોવું જોઈએ,ના હોય કોઈ લાચારી તમારા જીવનમાંશુભેચ્છા સાથે એક ગુલાબ લાવ્યા છીએતમારું જીવન આ ગુલાબ જેવું મધુર રહે.

હેપ્પી રોઝ ડે

Rose Day 2024 history, Rose Day 2024 Significance, Valentine's Week 2024
Rose Day Importance : રોઝ ડેની ઉજવણી કેમ થાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

Rose Day 2024: રોઝ ડે કેમ ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

Valentine Day Week List: લાલ ગુલાબ (Red Rose) પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે લાલ ગુલાબના ગુલદસ્તાથી સારી ગિફ્ટ બીજી હોઈ શકે ખરી? દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘રોઝ ડે’ થી શરૂ થઇ વેલેન્ટાઇન ડે (Valentine’s Day) સુધી 7 દિવસ પ્રેમની ઉજવણીનો માહોલ હોય છે. રોઝ ડે (Rose Day) પર સુગંધ વાતાવરણમાં છવાઈ જાય છે કારણ કે યન્ગસ્ટર્સ તેમના પાર્ટનરને પ્રપોઝ કરવા અથવા પ્રેમ વ્યક્ત કરવા ગુલાબ આપે છે. વેલેન્ટાઈન વીક (Valentine’s Week) દરમિયાન અને ખાસ કરીને રોઝ ડે પર લાલ ગુલાબની માંગ અને કિંમતમાં પણ વધારો થાય છે. વધારે આર્ટિકલ વાંચવા માટે અહીં ક્લિક કરો

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ