Rose Day 2024: રોઝ ડે કેમ ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

Rose Day 2024 History: પ્રાચીન રોમન સંસ્કૃતિમાં, ગુલાબને તેની ખાસ સુગંધ અને દેખાવને કારણે સૌંદર્યની દેવી શુક્ર સાથે જોડવામાં આવતું હતું, જ્યારે પૂર્વીય સંસ્કૃતિઓમાં, જેમ કે અરબી દેશોમાં, ગુલાબને પ્રેમ અને જુસ્સાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે,

Written by shivani chauhan
Updated : February 06, 2024 15:20 IST
Rose Day 2024: રોઝ ડે કેમ ઉજવાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ
Rose Day Importance : રોઝ ડેની ઉજવણી કેમ થાય છે? જાણો, ઇતિહાસ અને મહત્વ

Valentine Day Week List: લાલ ગુલાબ (Red Rose) પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તમારી લાગણીઓ વ્યક્ત કરવા માટે લાલ ગુલાબના ગુલદસ્તાથી સારી ગિફ્ટ બીજી હોઈ શકે ખરી? દર વર્ષે સમગ્ર વિશ્વમાં ‘રોઝ ડે’ થી શરૂ થઇ વેલેન્ટાઇન ડે (Valentine’s Day) સુધી 7 દિવસ પ્રેમની ઉજવણીનો માહોલ હોય છે. રોઝ ડે (Rose Day) પર સુગંધ વાતાવરણમાં છવાઈ જાય છે કારણ કે યન્ગસ્ટર્સ તેમના પાર્ટનરને પ્રપોઝ કરવા અથવા પ્રેમ વ્યક્ત કરવા ગુલાબ આપે છે. વેલેન્ટાઈન વીક (Valentine’s Week) દરમિયાન અને ખાસ કરીને રોઝ ડે પર લાલ ગુલાબની માંગ અને કિંમતમાં પણ વધારો થાય છે.

valentine day 2024, valentine week list 2024, rose day
વેલેન્ટાઇન વીક, રોઝ ડે 2024

આ પણ વાંચો: Rose Day Wishes : રોઝ ડેના ખાસ અવસર પર ગુલાબ સાથે આ સ્પેશિયલ મેસેજ મોકલી પાઠવો શુભકામના

રોઝ ડે: ઇતિહાસ અને મહત્વ (Rose Day 2024 History)

પ્રાચીન રોમન સંસ્કૃતિમાં, ગુલાબને તેની ખાસ સુગંધ અને દેખાવને કારણે સૌંદર્યની દેવી શુક્ર સાથે જોડવામાં આવતું હતું, જ્યારે પૂર્વીય સંસ્કૃતિઓમાં, જેમ કે અરબી દેશોમાં, ગુલાબને પ્રેમ અને જુસ્સાના પ્રતીક તરીકે ઓળખવામાં આવે છે, જોકે વિક્ટોરિયનોએ ગુલાબને પ્રેમ અને જુસ્સાના પ્રતીક તરીકે માન આપ્યું હતું. પ્રેમની અભિવ્યક્તિ તરીકે ગુલાબ ભેટ આપીને એકબીજા પ્રત્યેના તેમના પ્રેમને વ્યક્ત કરવામાં પ્રથમ માનવામાં આવે છે.

પહેલાના જમાનામાં એટલે કે, 18મી સદીમાં, સામાજિક બંધનને કારણે પોતાની લાગણીઓને છુપાવી રાખવાની ફરજ પડતી તેથી પ્રેમીઓ વચ્ચે વાતચીતના માધ્યમ તરીકે ગુલાબ આપવાનું શરૂ થયું હતું.

લાલ ગુલાબને રોમેન્ટિક અને કાયમી પ્રેમની અંતિમ અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. ગુલાબનો તેજસ્વી લાલ છાંયો લાગણીઓને સંપૂર્ણ રીતે વ્યક્ત કરે છે. લાલ ગુલાબ ગ્રેસ અને પ્રેમનું ઉત્તમ પ્રતીક છે, સફેદ ગુલાબ લગ્ન અને નવી શરૂઆત માટે છે જ્યારે પીળા ગુલાબ મિત્રતાનું પરંપરાગત પ્રતીક છે.

આ પણ વાંચો: Valentine Week List 2024 : 7 થી 14 ફેબ્રુઆરી વેલેન્ટાઇન વીક, જાણો રોઝ ડે થી વેલેન્ટાઇન ડે સુધી

જેમ પ્રેમના અનેક રંગ હોય છે તેમ લાલ ગુલાબમાં પણ અનેક રંગછટા હોય છે. તો આ વેલેન્ટાઈન, તમારા પાર્ટનરને એક સુંદર લાલ ગુલાબ ભેટમાં આપો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ