હેલ્થ ટીપ્સ : દોડવાથી અને સાયકલ ચલાવવાથી વેટ લોસ થશે, બંનેમાંથી સૌથી વધુ ફાયદાકારક કસરત કઇ?

Running Vs Cycling Which Better Option For Weight Loss Exercise : હેલ્થ રિપોર્ટ મુજબ નિયમિત દોડવાથી અને સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે. જો કે હવે સવાલ એ ઉભો થાય છે કે આ બંનેથી વધુ ફાયદાકારક શું છે? આવો જાણીએ

Written by Ajay Saroya
March 12, 2024 19:19 IST
હેલ્થ ટીપ્સ : દોડવાથી અને સાયકલ ચલાવવાથી વેટ લોસ થશે, બંનેમાંથી સૌથી વધુ ફાયદાકારક કસરત કઇ?
નિયમિત દોડવાથી કે સાયકલ ચલાવવાથી વેટ લોસમાં મદદ મળે છે અને હેલ્થ સારી રહે છે. (Photo - Freepik)

Running Vs Cycling Which Better Option For Weight Loss Exercise : આજના સમયમાં મોટા ભાગના લોકો વધતા વજનથી પરેશાન છે. શરીર પર લટકતી ચરબી માત્ર તમારી પર્સનાલિટીને જ અસર કરતી નથી, પરંતુ વધુ પડતું વજન પણ સમય જતાં ઘણી ગંભીર બીમારીઓનું કારણ બને છે. આવી સ્થિતિમાં, શરીર પરના ફેટથી છૂટકારો મેળવીને ફિટ થવું વધુ મહત્વપૂર્ણ બની જાય છે. હવે જ્યારે પણ વજન ઘટાડવાની વાત આવે છે ત્યારે આ માટે બે વસ્તુઓ સૌથી જરૂરી છે, પહેલી છે સારો આહાર અને બીજી છે નિયમિત કસરત.

તેમજ આ બંને માંથી મોટાભાગની પદ્ધતિઓ ડાયટિંગમાં પણ અમુક અંશે સફળ થાય છે, પરંતુ સમયના અભાવે તેઓ કસરત પર વધારે ધ્યાન આપતા નથી. આવી સ્થિતિમાં, લોકો થોડોક સમય સાયકલ ચલાવવા અથવા દોડવાના વિકલ્પો પસંદ કરે છે.

હકીકતમાં, ઘણા હેલ્થ રિપોર્ટ સૂચવે છે કે નિયમિતપણે દોડવાથી અને સાયકલ ચલાવવાથી વજન ઘટાડવામાં ઘણી હદ સુધી મદદ મળી શકે છે. જો કે હવે સવાલ એ ઉભો થાય છે કે આ બંનેથી વધુ ફાયદાકારક શું છે? એટલે કે જો તમે સાયકલિંગ અને રનિંગમાંથી માત્ર એક માટે જ સમય કાઢી શકતા હોવ તો તમારા માટે સૌથી વધુ ફાયદાકારક શું હોઈ શકે. ચાલો જાણીએ.

સાયકલ ચલાવવાથી અથવા દોડવાથી ઝડપથી વજન ઓછું થઈ શકે છે?

હેલ્થ એક્સપર્ટના મતે વજન ઘટાડવા માટે સાઇકલિંગ કે દોડવાથી વધુ શું ફાયદાકારક છે, તેનો આધાર તમે કોને વધુ સમય આપી રહ્યા છો તેના પર પણ રહેલો છે. સરળ ભાષામાં કહીએ તો તમે બંને માંથી જે પણ કસરત કરવા માટે વધારે સમય આપો છો, તે તમારા માટે વધુ ફાયદાકારક બની જાય છે.

Weight Loss | Weight Loss tips | Weight Loss diet | how to Weight Loss
Weight Loss : વેઇટ લોસ માટે ચુસ્ત ડાયટ ફોલો કરવું જરૂરી છે. (Photo – Freepik)

જો તમે સાયકલ ચલાવવા કરતા વધારે સમય સુધી દોડશો તો દોડવાથી તમને વધુ ફાયદો થશે. તેવી જ રીતે જો તમને સાઈકલિંગ કરશો તો તે તમારા માટે વધુ ફાયદાકારક રહેશે. સામાન્ય રીતે લોકો દોડવા કરતા સાયકલ ચલાવવી વધુ સરળ માને છે, સાયકલ ચલાવતી વખતે ઝડપથી થાક લાગતો નથી, જેથી તમે તેના પર લાંબો સમય વિતાવી શકો છો.

જો કે, જો તમે બંને કસરતોને સમાન સમય આપી રહ્યા છો, તો તમને જણાવી દઇયે કે આવી પરિસ્થિતિમાં દોડવાથી તમે ઝડપથી વધુ સારા પરિણામો મેળવી શકો છો.

દોડવું હેલ્થ માટે કેમ ફાયદાકારક છે?

હાર્વર્ડ હેલ્થના એક રિપોર્ટમાં જણાવાયું છે કે જો 70 કિલો વજન ધરાવતી વ્યક્તિ 30 મિનિટ સુધી જોગિંગ કરે તો તે લગભગ 298 કેલરી બર્ન કરી શકે છે, જ્યારે એ જ વ્યક્તિ આટલા સમય સુધી સાયકલ ચલાવે છે તો લગભગ 240 કેલરી બર્ન કરે છે. સાથે જ તમે જેટલી વધુ કેલરી બર્ન કરો છો, તેટલું જ ઝડપથી તમારું વજન ઘટે છે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ છે કે તમે સાયકલ ચલાવવા કરતા દોડીને વધુ ઝડપથી વજન ઘટાડી શકો છો.

ઉપરાંત જો આપણે મસલ્સ ટોનની વાત કરીએ તો જોગિંગ અને સાઇકલિંગ બંને માંસપેશીઓ બનાવવામાં યોગદાન આપે છે, પરંતુ અહીં દોડવું પણ વધારે ફાયદાકારક બને છે. ખરેખર, સાઇકલ ચલાવવાથી તમારા પગના સ્નાયુઓ પર વધુ અસર પડે છે. આ ઉપરાંત તે પીઠ અને હાથ માટે પણ અમુક અંશે ફાયદાકારક છે. જ્યારે દોડવાથી આખા શરીરનું હલનચલન થાય છે, તે પગ, પીઠ, હાથ તેમજ તમારા સંપૂર્ણ હેલ્થ પર એક સાથે અસર કરે છે. એટલે કે, જો તમે સાયકલિંગ અથવા દોડવામાંથી કોઈ એકની પસંદગી કરવા માંગતા હોવ તો દોડવું વધુ સારો વિકલ્પ છે.

આ પણ વાંચો | પાવભાજી ખાયને પણ વેટ લોસ કરી શકાય છે, હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો કેવી રીતે

(Disclaimer : આ લેખમાં આપેલી જાણકારી અને સલાહ માત્ર સામાન્ય માહિતી છે. કોઇ પણ પ્રકારના પ્રશ્ન કે મૂંઝવણ હોય તો ડોક્ટર કે હેલ્થ એક્સપર્ટ્સનો સંપર્ક કરવો.)

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ