Sabudana Thalipeeth Recipe In Gujarati : સાબુદાણાનો ઉપયોગ ઘણીવાર લોકો ઉપવાસ દરમિયાન ફરાળી સાત્વિક વાનગી બનાવવા માટે કરે છે. તમે સાબુદાણાની ખીર, ખીચડી અને વડા ટ્રાય કર્યા જ હશે. પરંતુ શું તમે ક્યારેય સાબુદાણા થાળીપીઠ બનાવી છે? નાસ્તામાં ખાવા માટે આ એક ખૂબ જ સ્વાદિષ્ટ વિકલ્પ છે. નાના બાળકો થી લઇ મોટા વ્યક્તિ પણ તેને ઉત્સાહથી ખાવાનું પસંદ કરશે. સ્કૂલ લંચ માટે પણ આ એક પરફેક્ટ રેસિપિ છે. આ નાસ્તો બાળકો ફટાફટ ખાઇ જશે. ચાલો જાણીયે સાબુદાણા થાલીપીઠ બનાવવાની સરળ રેસીપી.
સાબુદાણા થાલીપીઠ બનાવવા માટે સામગ્રી
- સાબુદાણા (4-5 કલાક સુધી પલાળેલા) – 1 કપ
- બાફેલા બટાકા – 2 (છૂંદેલા)
- શેકેલા સીંગદાણા – 1/2 કપ
- લીલા મરચાં – 1 થી 2 નંગ (ઝીણી સમારેલી)
- લીલું કોથમીર – 1/2 કપ(સમારેલું)
- જીરું – 1ચમચી
- ફરાળી મીઠું – સ્વાદ મુજબ
- લીંબુનો રસ – 1 ચમચી
- ઘી અથવા તેલ – પકવવા માટે
Sabudana Thalipeeth Recipe : સાબુદાણાની થાલીપીઠ કેવી રીતે બનાવવી
તેને બનાવવા માટે સૌ પ્રથમ સાબુદાણા પાણીમાં સારી ધોયા બાદ લગભગ 5 કલાક સુધી પાણીમાં પલાળી રાખો. જ્યારે તે નરમ પડે, ત્યારે પાણી નીતારી બાજુ પર રાખો. ત્યારબાદ પલાળેલા સાબુદાણાને એક મોટા વાસણમાં કાઢી લો. તમારે તેમાં છૂંદેલા બટાકા ઉમેરો. પછી તેમા બારીક ખાંડેલા સીંગદાણા, સમારેલા લીલા મરચાં અને કોથમીર ઉમેરો.
હવે તેમા જીરું, ફરાળી મીઠું અને લીંબુનો રસ ઉમેરી બધી સામગ્રી હાથ વડે મસળીને મિક્સ કરો. તેને લોટ જેવું નરમ બનાવો. હવે હાથમાં થોડું પાણી અથવા તેલ લગાવો અને આ મિશ્રણ માંથી બોલ બનાવો. તેને પ્લાસ્ટિકની શીટ અથવા કેળના પાન પર મૂકી હાથ વડે થપથપાવી રોટલી જેવો ગોલ આકાર આપો. તેની વચ્ચે એક નાનું કાણું પાડો, જેથી શેકતી વખતે તેમાંથી વરાળ નીકળી શકે છે.
હવે ગેસ પર તવો ગરમ કરો. તેના પર થોડું ઘી અથવા તેલ નાખો. આ પછી, તૈયાર કરેલી થાલીપીઠને તવા પર હળવેથી મૂકો અને તેને ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી સારી રીતે શેકો. આ સાબુદાણા થાલીપીઠ ચટણી કે દહીં સાથે સર્વ કરો.





