Shitla Satam Recipe In Gujarati | શીતળા સાતમ (Shitla Satam) દર વર્ષે જન્મષ્ટમી એટલે આઠમના આગળ દિવસ પાળવામાં આવે છે, આ દિવસે બહેનો ઉપવાસ કરે છે અને ઠંડુ ખાય છે, તેથી રાંધણ છઠના દિવસે બધા નાસ્તા,રોટલી, શાક વગેરે બનાવામાં આવે છે અને શીતળા સાતમના દિવસે ખાવામાં આવે છે, જો આ વખતે કંઈક અલગ હેલ્ધી અને ટેસ્ટી, આ ઉપરાંત જલ્દીથી સરળ રીતે બની જાય એવી કોઈ વાનગી ટ્રાય કરવા માંગો છો તો આ હેલ્ધી દહીં વડા બનાવી શકો છો,
સાતમ આઠમના હવે ગણતરીના દિવસ ભાકી છે, એવામાં તમને કંઈક હેલ્ધી અને ચટપટું ખાવાની ઈચ્છા થાય તો સાતમ માટે બનાવો હેલ્ધી દહીં વડા. આ દહીં વડા નોન ફ્રાઈડ છે, એમાં ખાવાનો સોડા, ઈનો જેવું કાંઈ ઉમેરવામાં આવ્યું નથી, અહીં જાણો સ્પેશિયલ હેલ્ધી દહીં વડા રેસીપી
દહીં વડા રેસીપી
વડા બનાવવા માટે સામગ્રી :
- 200 ગ્રામ મગની દાળ
- 200 ગ્રામ અડદ દાળ (બન્ને દાળ ફોતરાં વગર)
- 1 આદુનો ટુકડો
- 2 લીલા મરચા
- સ્વાદ અનુસાર મીઠું
ગાર્નિશિંગ માટે સામગ્રી :
- 1 કપ દહીં
- 2-3 ચમચી મીઠી ચટણી
- 2 ચમચી લીલી ચટણી
- 1/2 ચમચી બ્લેક સોલ્ટ,
- 1/2 ચમચી શેકેલ જીરું પાવડર અને લાલ મરચા પાવડર,
- થોડી બૂંદી,
- 1 ચમચી દાડમ અને ફ્રેશ કોથમીર
જો દરરોજ ઇન્સ્ટન્ટ નૂડલ્સ ખાવાથી શરીર શું અસર થાય?
હેલ્ધી દહીં વડા રેસીપી બનાવાની રીત
- સૌ પ્રથમ મગની દાળ અને અડદની દાળને સરખા પ્રમાણમાં લઈને ઓછામાં ઓછા 2 કલાક ધોવા અને પલાળી રાખો.
- દાળને પીસતી વખતે એમાં લીલા મરચા અને આદુ નાખો, ઓછું પાણી વાપરો, તેને સુપર સ્મૂથ પેસ્ટમાં બ્લેન્ડ કરો અને બ્લેન્ડ કરતી વખતે ઠંડુ પાણી અથવા બરફના ટુકડા ઉમેરો.
- હવે આમાં મીઠું ઉમેરો અને તેને સારી રીતે ફેટો. તે વ્હીપ્ડ ક્રીમ જેવું દેખાશે. બેટર એટલું હળવું હોવું જોઈએ કે જ્યારે તમે બાઉલને પલટાવો ત્યારે તે પડી ન જાય.
- હવે ધીમી આંચ પર રાંધો અને સૌથી સોફ્ટ ટેક્સચર મેળવવા માટે તમારે તેને થોડું ઢાંકવું જ પડશે.
- ઓછામાં ઓછા 30 મિનિટ માટે આને મીઠાવાળા પાણીમાં ડૂબાડો. વધારાનું પાણી નીચોવી લો પછી સર્વિંગ કરો.
- દહીં વડા મૂકો, એના પર દહીં ઉમેરો, પછી મીઠી ચટણી, લીલી ચટણી, બ્લેક સોલ્ટ, શેકેલ જીરું પાવડર અને લાલ મરચા પાવડર, બૂંદી, દાડમ અને તાજા ધાણા વડે ગાર્નિશ કરો અને સર્વ કરો.