World Record : 15 વર્ષના છોકરાએ લાંબા વાળ રાખવાનો બનાવ્યો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ, કહ્યું- મારે પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડવો છે, જુઓ વીડિયો

Sidakdeep Singh Chahal World Record : દિલ્હીના ગ્રેટર નોઇડામાં રહેતા સિદકદીપ સિંહ ચહલ નામના 15 વર્ષના શીખ યુવકે લાંબા વાળ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

Sidakdeep Singh Chahal World Record : દિલ્હીના ગ્રેટર નોઇડામાં રહેતા સિદકદીપ સિંહ ચહલ નામના 15 વર્ષના શીખ યુવકે લાંબા વાળ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે

author-image
Ajay Saroya
પર અપડેટ કર્યું
New Update
GWR II News II Video

સિદકદીપ સિંહ ચહલે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ નોંધાવ્યું (ફોટો સોર્સ- વિડિયો સ્ક્રીનગ્રેબ/@GWR)

Sidakdeep Singh Chahal Longest Hair Guinness World Record : ઉત્તર પ્રદેશમાં એક 15 વર્ષના છોકરાએ લાંબા વાળ રાખીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. મહિલાઓને પણ લાંબા વાળ રાખવામાં બહુ મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ઉત્તરપ્રદેશના ગ્રેટર નોઈડાના આ છોકરાએ લાંબા વાળ રાખવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. હવે આ છોકરો કહે છે કે, તે પોતે જ પોતાનો વર્લ્ડ રેકોર્ડ તોડવા માંગે છે.

Advertisment

15 વર્ષના છોકરાએ સૌથી લાંબા વાળ રાખી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો

15 વર્ષના આ છોકરાનું નામ સિદકદીપ સિંહ ચહલ છે, જે દિલ્હીની નજીક આવેલા ગ્રેટર નોઈડામાં રહે છે. સિદકદીપ સિંહ ચહલે લીવિંગ મેલ ટીનેજરમાં સૌથી લાંબા વાળનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. ચહલે કહ્યું કે તે તેના પરિવારના સભ્યોની મદદથી આ વર્લ્ડ રેકોર્ડ બનાવી શક્યો છે. હવે તે પોતાના વાળ લાંબા કરીને પોતાનો જ રેકોર્ડ તોડવા માંગે છે.

હવે હું મારો જ વર્લ્ડ રેકોર્ડ તોડવા માંગુ છું - સિદકદીપ સિંહ ચહલ

સિદકદીપ સિંહ ચહલે કહ્યું, "હું શીખ ધર્મનું પાલન કરું છું અને અમારા ધર્મમાં વાળ વાહે ગુરુ જીની ભેટ માનવામાં આવે છે અને તે ક્યારેય કાપવામાં આવતા નથી. મારે મારા વાળની ખૂબ કાળજી લેવી પડી હતી, પછી તે આટલા લાંબા થઈ ગયા છે. મારા પરિવારના સમર્થન વગર આવું શક્ય ન હોત. મારી માતાએ બાળપણથી જ મારા વાળની સંભાળ લીધી છે અને મારા પિતાએ પણ મને ઘણી મદદ કરી છે. ભવિષ્યમાં હું મારો પોતાનો જ રેકોર્ડ તોડવા માંગુ છું."

Advertisment
,

સિદકદીપ સિંહના વાળની લંબાઈ 130 સેમી છે, જે લગભગ 4 ફૂટ અને 3 ઈંચ છે. તેણે કહ્યું કે મારી ધાર્મિક માન્યતાઓને કારણે મેં મારા જીવનમાં ક્યારેય મારા વાળ કપાવ્યા નથી. મને મારા વાળ ધોવામાં એકલા 20 મિનિટ અને તેને સૂકવવામાં લગભગ અડધો કલાક લાગે છે. એટલું જ નહીં, મને તેને બ્રશ કરવામાં 15 મિનિટનો સમય લાગે છે અને મારી માતા આ બધામાં મદદ કરે છે.

સિદકદીપ સિંહ ચહલે જણાવ્યું કે બાળપણથી જ તેના લાંબા વાળ હતા પરંતુ તેના મિત્રો ઘણીવાર તેની મજાક ઉડાવતા હતા. સિદકદીપે કહ્યું કે, જ્યારે તેણે તેના મિત્રોને આ રેકોર્ડ વિશે કહ્યું તો તેઓને વિશ્વાસ થયો ન હતો. તેઓ પુરાવા માંગતા હતા. મારા વર્લ્ડ રેકોર્ડની માહિતી હવે સત્તાવાર GWR પ્લેટફોર્મ પર ઉપલબ્ધ છે.

india જીવનશૈલી ટ્રેન્ડિંગ ન્યૂઝ