Side effect of Apple Cider Vinegar: આ 5 બીમારીઓમાં એપલ સાઇડર વિનેગર હાનિકારક સાબિત થઇ શકે, જાણો અહીં

Apple cider vinegar : એપલ સાઇડ વિનેગર (Apple cider vinegar)માં ઔષાધિય ગુણ હાજર હોય છે જે પાચનને તંદુરસ્ત રાખે છે, તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે. બોડીને હેલ્થી રાખવા માટે તમે એપલ સાઈડ વિનેગરનું સેવન કરી શકો છો. તેમાં પેક્ટિન (pectin) હાજર હોય છે જે કોલેસ્ટ્રોલ (cholesterol) કંટ્રોલ કરે છે.

Written by shivani chauhan
January 14, 2023 10:22 IST
Side effect of Apple Cider Vinegar: આ 5 બીમારીઓમાં એપલ સાઇડર વિનેગર હાનિકારક સાબિત થઇ શકે, જાણો અહીં
એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યાઃ એપલ સીડર વિનેગરનું સેવન કરવાથી એસિડિટી અને હાર્ટબર્નની સમસ્યા વધે છે. ફોટો-ફ્રીપિક

Apple Cider Vinegar: એપલ સાઈડ વિનેગર (apple cider vinegar) સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. તેનું સેવન સ્વાસ્થ્ય સ્કિનને પણ ફાયદા પહોંચાડે છે. તેનું સેવન કરવાથી સ્થૂળતા કન્ટ્રોલમાં રહે છે. તેમાં એસિટિક એસિડ (acetic acid) હાજર હોય છે. જે ભૂખને કંટ્રોલ કરે છે અને સ્થૂળતા (obesity) ને ઓછું કરે છે. એપલ સાઈડ વિનેગરમાં વિટામિન, પ્રોટીન અને એન્ઝાઇમ હાજર હોય છે. જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાં હાજર એસિટિક એસિડ (acetic acid) હાર્ટને હેલ્થી રાખે છે. તેનું સેવન કરવાથી સ્કિનથી લઈને વાળમાં પણ નિખાર લાવવામાં મદદ કરે છે.

એપલ સાઇડ વિનેગરમાં ઔષાધિય ગુણ હાજર હોય છે જે પાચનને તંદુરસ્ત રાખે છે, તેનું સેવન કરવાથી કેન્સર જેવી બીમારીઓથી બચાવે છે. બોડીને હેલ્થી રાખવા માટે તમે એપલ સાઈડ વિનેગરનું સેવન કરી શકો છો. તેમાં પેક્ટિન (pectin) હાજર હોય છે જે કોલેસ્ટ્રોલ (cholesterol) કંટ્રોલ કરે છે. એપલ સાઈડ વિનેગરની તાસીર ન ઠંડી હોય છે કે ન ગરમ હોય છે તેથી તેનું સેવન બારેમાસ કરી શકાય છે.

આ પણ વાંચો: Piles Treatment: પાઈલ્સને લગતી સમસ્યાથી છુટકારો અપાવે છે આ શાકભાજી, જાણો અહીં

સ્કિન, હેયર અને હેલ્થ એક્સપર્ટ ડોક્ટર વિજય લક્ષ્મી સિંહ મુજબ લોકો એપલ સાઈડ વિનેગરને જાદુઈ સમજે છે જેનો બોડી પર જાદુઈ અસર થાય છે. એક્સપર્ટ મુજબ કોઈ પણ વસ્તુનો આડેધડ ઉપયોગ કરવાથી શરીરને ફાયદો થવાને બદલે નુકસાન થાય છે. કેટલીક તકલીફમાં એપલ સાઈડ વિનેગર સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે શકે છે. આવો જાણીએ કે એપલ સાઈડ વિનેગર સ્વાસ્થ્ય પર કેટલું નુકસાન પહોંચાડી શકે છે.

એસીડીટી અને હાર્ટ બર્નની તકલીફ વધારે છે:

એપલ સાઈડ વિનેગર (apple cider vinegar) નો વધારે ઉપયોગ એસીડીટી (acidity) અને હાર્ટ બર્ન (heartburn problem) જેવી તકલીફ વધારી શકે છે. નેચર હેલ્થ જર્નલ અનુસાર એપલ સાઈડ વિનેગરની વધારે માત્રા પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે. એસિડિટીનું કારણ બની શકે છે. તેમાં એક પ્રકારનું એસિડ હોય છે જેનું સેવન કરવાથી છાતી,પેટ અને ગળામાં બળતરા થઇ શકે છે.

આ પણ વાંચો: ફિઝિકલ હેલ્થ સાથે મેન્ટલ હેલ્થ પણ ચાલવાથી રહે તંદુરસ્ત, જાણો એક્સપર્ટસ શું કહે છે?

બ્લડ સુગર પણ વધારી શકે છે:એપલ સાઈડ વિનેગરનું સેવન ડાયાબિટીસના દર્દી પર ખરાબ અસર કરી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, એપલ સાઇડર વિનેગરનું સેવન બ્લડ સુગર વધારવામાં અસરકારક સાબિત થાય છે.

અર્થરાઈટ્સના દર્દીઓ માટે હાનિકારક

એપલ સાઇડર વિનેગરનું સેવન સંધિવાના દર્દીઓ માટે ખૂબ જ ખરાબ અસર કરે છે. આર્થરાઈટિસના દર્દીઓ જો એપલ સાઇડર વિનેગરનું સેવન કરે છે તો સાંધાનો દુખાવો તેમને ખૂબ જ પરેશાન કરી શકે છે.

દાંત સાફ કરવા માટે ઉપયોગ ન કરવો:

અર્થરાઈટ્સ દર્દીઓ માટે એપલ સાઇડર વિનેગરનું સેવન ખુબજ હાનિકારક સાબિત થઇ શકે છે. જો તમે તેનો ઉપયોગ તમારા દાંત સાફ કરવા માટે કરો છો, તો તમારા દાંત પીળા પડી શકે છે. આ તમારા દાંતને નબળા અને પોલા બનાવી શકે છે.

બ્લડ સુગર વધારી શકે છે

એપલ સાઇડર વિનેગરનું વધુ પડતું સેવન ડાયાબિટીસના દર્દીઓ પર પણ ખરાબ અસર કરી શકે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ અનુસાર, એપલ સાઇડર વિનેગરનું સેવન બ્લડ સુગર વધારવામાં અસરકારક સાબિત થાય છે.

સ્કિનની સમસ્યાઓમાં વધારો કરી શકે છે:

એપલ સાઇડર વિનેગરનો ઉપયોગ ત્વચાની સમસ્યાઓ પણ વધારી શકે છે. નેશનલ કેપિટલ પોઈઝન સેન્ટર અહેવાલ આપે છે કે એપલ સીડર વિનેગર ત્વચામાં બળતરા પેદા કરે છે. તેનાથી ત્વચામાં બળતરાની સમસ્યા વધી શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ