Side Effects of bottle Gourd: ડોક્ટરના મત અનુસાર દૂધીનું સેવન કરવાના ઘણા ફાયદા અને નુકસાન પણ હોય છે. ઘણી બીમારીઓમાં દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે. આવો એક્સપર્ટ પાસેથી જાણીએ કે કઈ કઈ બીમારીઓમાં દૂધીનું સેવન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.
ઇન્ડિયન એક્સપ્રેસ(ઈંગ્લીશ)માં છપાયેલ માહિતી અનુસાર દૂધીમાં વિભિન્ન પોષક તત્વો હાજર હોય છે. જો કોઈ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય તો છુટકારો મેળવવા માટે પણ મદદરૂપ થાય છે. ઈન્ટાગ્રામ અંશુ દુઆએ લખ્યું હતું કે દૂધીમાં વિટામિન સી અને બી કોમ્લેક્સ ભરપૂર હોય છે. દૂધીમાં આયર્ન, પોટેશિયમ, ઝીંક, કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવી ખનિજોનો પણ સ્ત્રોત છે અને ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને ફાઈબર પ્રદાન કરે છે. સાથે તેમાં ઔષધીય ગુણ પણ હાજર છે. પંરતુ કેટલીક બીમારીઓમાં દૂધીનું સેવન ન કરવું જોઈએ.
આ પણ વાંચો: શિયાળામાં ગોળનું કરો સેવન, બીમારીઓથી રહેશો દૂર, જાણો અહીં
આ બીમારીઓમાં ન કરવું જોઈએ દૂધીનું સેવન
અંશુએ કહ્યું હતું કે જે લોકોને શરદી, અસ્થમા અને સાઈનસાઈટીસ જેવી સમસ્યાઓ માટે અતિસંવેદનશીલ હોય છે. તે લોકોએ થોડી સાવધાની રાખવી જોઈએ કેમ કે દૂધી પ્રકૃતિમાં ઠંડી હોય છે. અંશુએ કહ્યું કે એવા લોકોએ હંમેશા દૂધીને મધ કે મરી સાથે મિક્ષ સેવન કરવું જોઈએ જેથી ઠંડકનો પ્રભાવ થોડો ઓછો થઇ જાય. અને ન્યુટ્રિશનિસ્ટ સ્વાતિ બથવાલએ સહમતી આપતા કહ્યું હતું કે જે લોકોને બ્રોન્કાઇટીસ કે અસ્થમા છે એ લોકોએ આ શાકભાજી ખાવાથી બચવું જોઈએ.
આ રોગો માટે ફાયદાકારક છે દૂધી
ન્યુટ્રિશનિસ્ટ અંશુ દુઆના મત અનુસાર દૂધીનું સેવન કરવાના ઘણા ફાયદા છે. તેમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી અને એન્ટી- ઓક્સિડેન્ટ ગુણ હોય છે, જે શરીરને ચરબી અને કફના ઉત્સર્જનમાં મદદ કરે છે, જે લોકોને લીવર સંબંધી બીમારી હોય તે લોકોએ દૂધીનું સેવન કરવું જોઈએ. આવો જાણીએ દૂધીનું સેવન કઈ બીમારીઓ માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: ડાયાબિટીસના દર્દીઓ માટે ખુબજ ફાયદાકારક છે આ રોટલીનું સેવન, જાણો અહીં એક્સપર્ટ પાસેથી
- આ એ લોકો માટે ફાયદાકારક છે જેના શરીરમાં વધારે ગરમી હોય છે, જે લોકોને કબજિયાત અને મસા જેવી સમસ્યા હોય.
- તેમાં ફાઈબર હોય છે, જે કબજિયાત , સોજો આવવો અને પેટમાં ખેંચાણ રોકવામાં ફાયદાકારક છે.
- તે એન્ટાસિડ તરીકે કામ કરે છે અને એસિડિટી ઘટાડવામાં મદદ કરે છે.
- તે શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે.
દીક્ષા અરોરા, ન્યુટ્રિશનિસ્ટ, એપોલો સ્પેક્ટ્રા કરોલ બાગ પણ સંમત થયા હતા કે બોટલ ગોળ બ્લડ સુગર, ટ્રાઇગ્લિસરાઇડ અને ઇન્સ્યુલિનનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. વધુમાં, તેમાં કાર્બોહાઇડ્રેટ્સ અને ખાંડ ઓછી હોય છે અને તે ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.