Plastic water bottles side effects: ઘણીવાર લોકો પ્લાસ્ટિકની બોટલ કારમાં પાણી પીધા બાદ મૂકી દે છે. ત્યાર બાદ જ્યારે તમે ફરીથી કારમાં બેસો છો ત્યારે તમે ફરી બોટલમાંથી પાણી પીઓ છો. આ આદત લોકોમાં ખૂબ જ સામાન્ય છે. પરંતુ શું તમે જાણો છો કે તમારી આ આદત સ્વાસ્થ્યને ભયંકર નુકસાન પહોંચાડી શકે છે.
પ્લાસ્ટિકની બોટલો થોડા દિવસોમાં ખરાબ થઇ જાય છે. તેથી તેમાં એક્સપાયરી ડેટ પણ લખેલી હોય છે. સાથે જ જ્યારે તેના પર સૂર્ય પ્રકાશના યુવી કિરણો પડે કે તેને ગરમ જગ્યાએ રાખવામાં આવે તો તે વધુ ઝડપથી બગડી જાય છે. નિષ્ણાંતો કહે છે કે આ સામાન્ય રીત તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે.
જો તમે કારમાં પ્લાસ્ટિકની બોટલ છોડી દો તો શું થાય છે?
મુંબઈની પરેલની ગ્લેનિગલ્સ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ ડો.મંજુષા અગ્રવાલના જણાવ્યા અનુસાર જ્યારે પ્લાસ્ટિકની બોટલ ઊંચા તાપમાનના સંપર્કમાં આવે છે, ખાસ કરીને બંધ વાહનોની અંદર ત્યારે તે પાણીમાં બિસ્ફેનોલ એ (બીપીએ) અને એન્ટિમની જેવા હાનિકારક રસાયણોનું નિર્માણ કરવા લાગે છે. આ પદાર્થો હોર્મોનલ અસંતુલનનું કારણ બને છે.
લાંબા સમય સુધી આ બોટલમાં રાખેલું પાણી પીવાથી તમને કેન્સર થઈ શકે છે. જ્યારે પ્લાસ્ટિકની બોટલ ગરમ થાય છે ત્યારે તેમાંથી માઇક્રોપ્લાસ્ટિક્સ પણ બહાર આવી શકે છે, જે શરીરમાં પ્રવેશીને અંગોમાં એકઠા થઇ શકે છે. આનાથી બળતરા અથવા અન્ય સમસ્યાઓ થઈ શકે છે.
ખતરનાક રસાયણો પાણીમાં ઓગળી જાય છે
મુંબઈ સેન્ટ્રલની વોકહાર્ટ હૉસ્પિટલ્સના ઇન્ટરનલ મેડિસિન ડૉ. રુતુજા ઉગલમુગલે જણાવ્યું હતું કે મોટા ભાગની પ્લાસ્ટિકની બોટલોમાં પોલિઇથિલિન ટેરેફ્થેલેટ (પીઇટી) હોય છે. તે ગરમીને કારણે પાણીમાં એન્ટિમની અને બિસ્ફેનોલ એ (બીપીએ) જેવા ખતરનાક રસાયણો છોડે છે.
આ પણ વાંચો – શું ઠંડુ પાણી પીવાથી ખરેખર વજન વધે છે? આરોગ્ય નિષ્ણાંત પાસેથી જાણો
બચવા માટે કરો આ ઉપાય
- પ્લાસ્ટિકની બોટલને ક્યારેય કારમાં ન છોડો.
- પાણી પીવા માટે સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચની બોટલનો ઉપયોગ કરો.
- જરૂર પડે તો ઘરેથી બોટલ ભરીને સાથે લઈ જાઓ.
- બહારની પ્લાસ્ટિકની બોટલમાંથી પાણી પીવાનું ટાળો.
- વારંવાર ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ ન કરવો.
આગ લાગવાનું જોખમ છે
પાર્ક કરેલા વાહનોમાં અચાનક આગ લાગવાની ઘટનાઓ અવારનવાર સાંભળવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ઘણી વખત આ આગ પાછળનું કારણ પ્લાસ્ટિકની બોટલ પણ હોય છે. કારણ કે પ્લાસ્ટિકની બોટલો કારમાં મેગ્નિફાઇંગ ગ્લાસની જેમ કામ કરે છે. તેથી જ્યારે બોટલ પર સીધો સૂર્યપ્રકાશ પડે છે અને તે રિએક્ટ કરે છે, તો તેના કારની સીટ આગનું કારણ બની શકે છે.





