કઠોળ – દાળ આપણી ભોજનની થાળીનો મહત્વનો ભાગ છે જેનું સેવન આપણે મોટાભાગે કરીયે છીએ. બધા પ્રકારની દાળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે પરંતુ તુવેરની દાળ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે. ફોલિક એસિડ, આયર્ન, પ્રોટીન, કેલ્શિયમ, મેન્ગેનીઝ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વોથી ભરપૂર આ દળ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનું સેવન બોડીને હેલ્થી બનાવે છે અને વજન કન્ટ્રોલમાં રાખે છે. ઘણી ક્રોનિક બીમારીઓ જેવી કે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરને કંન્ટ્રોલ કરવામાં આ દાળ ફાયદાકારક છે. ઝીંક, કોપર, સિલેનિયમ અને મેન્ગેનીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર આ દાળ પાચનને તંદુરસ્ત કરે છે.
ડોક્ટર ગ્રીષ કાકડે સલાહકાર રુમેટોલોજિસ્ટના મત અનુસાર સ્વાસ્થ્ય માટે ઉપયોગી આ દાળનું સેવન ઘણા લોકોના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેટલીક બીમારીઓમાં આ તુવેર દાળનું સેવન ઝેરની જેમ અસર કરે છે. આવો જાણીયે કઈ કઈ બીમારોના દર્દીઓએ તુવેરની દાળનું સેવન ન કરવું જોઈએ.
યુરિક એસિડના દર્દીઓ માટે ઝેર છે આ દાળ
યુરિક એસિડ બોડીમાં બનતા ટોક્સિન છે જે પ્યુરિન ડાયટનું સેવન કરવાથી ઝડપથી બને છે. જે લોકોનું યુરિક હાઈ રહેતું હોય અને તે લોકો તુવેર દાળનું સેવન કરે તો તેમની મુશ્કેલીઓ વધી શકે છે. તુવેર દાળ પ્રોટીનથી ભરપૂર હોય છે જેનું સેવન યુરિક એસિડના દર્દીઓ કરે છે તો તેમની બોડીમાં યુરિક એસિડની માત્રા વધી જાય છે.
કિડનીની બીમારીમાં તુવેર દાળ ખાવાનું ટાળવું
જે લોકોને કિડનીની મુશ્કેલીઓ હોય છે તેઓએ આ દાળથી દર રહેવું. તુવેર દાળમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે જે કિડનીની મુશ્કેલીઓને વધારે છે. આ દાળનું સેવન કરવાથી કિડની સ્ટોનની સમસ્યા વધી શકે છે. દાળનું વધારે સેવન કરવાથી કિડનીને બોડીને ડીટોક્સિફાઇ કરવામાં મુશ્કેલીઓ થાય છે.
એલેર્જી હોઈ તો તુવેરની દળ ન ખાવી
મોટાભાગે રાત્રે આ દાળનું સેવન કરવાથી કેટલાક લોકોને એલર્જી થવાની ફરિયાદ રહે છે. રાત્રે તુવેર દાળ ખાવાથી પાચન ખરાબ થઇ જાય છે અને જમવાનું સરળતાથી પચતું નથી. એલર્જી હોય તો તુવેર દાળ ન ખાવી જોઈએ.જો તમને તુવેર દાળ ખાધા પછી કોઈ પ્રકારની એલર્જી થઇ તો તેનું સેવન કરવું નહીં.