આપણા શરીરના દરેક અંગની એક આગવી મહત્વની ભૂમિકા હોય છે. આપણા હૃદય, મગજ અને ફેફસાંની જેમ, આપણી કિડની પણ આપણા એકંદર આરોગ્ય અને સુખાકારીને જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. યુકે નેશનલ હેલ્થ સર્વિસના જણાવ્યા અનુસાર, કિડની આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જેનું કામ શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરવાનું અને લોહીને સાફ કરવાનું છે. કિડની આપણા બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે અને લાલ રક્તકણો બનાવે છે. કિડનીનું કામ શરીરમાં pH સ્તરને કંટ્રોલ કરવાનું છે.
કિડની આપણા શરીરના ઘણા મહત્વપૂર્ણ કાર્યો કરે છે, જો તેમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આપણા સ્વાસ્થ્યને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કિડની ફેલ થવાના કિસ્સામાં, શરીરમાં કેટલાક ચેતવણી ચિહ્નો દેખાવા લાગે છે. ચાલો જાણીએ કે કિડની ફેલ થવાથી શરીરમાં કયા લક્ષણો દેખાય છે,
આંખોની આસપાસ સોજો, ચહેરો અને પગમાં સોજો આવવો કિડનીની સમસ્યાના ચિહ્નો:
કિડનીનું કામ શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાનું છે. જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે શરીરના પેશીઓમાં વધારાનું પાણી અને મીઠું એકઠું થવાની સાથે ઝેર અને અશુદ્ધિઓનું નિર્માણ થાય છે. આ ઝેર શરીરમાં જમા થવાથી પગમાં સોજો અને આંખોની આસપાસ સોજો આવી શકે છે.
આ પણ વાંચો: સતીશ કૌશિકનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન: 60 થી વધુ ઉંમરના લોકો માટે કેટલાક ચેતવણી ચિહ્નો, જાણો અહીં
અતિશય થાક:
કિડની લાલ રક્તકણો ઉત્પન્ન કરે છે, જો કિડનીમાં કોઈ સમસ્યા હોઈ તો રક્તકણો ઉત્પન્ન થતા નથી અને આ ઉણપ એનિમિયાનું કારણ બની શકે છે. આ શરીરમાં મગજ અને સ્નાયુઓને ઓક્સિજન અને પોષક તત્વોના સપ્લાયમાં વિક્ષેપ પાડી શકે છે. જ્યારે તમને કિડનીની સમસ્યા હોય ત્યારે તમે અત્યંત થાક અનુભવી શકો છો.
પેશાબમાં ફેરફાર આ હોઈ શકે છે:
અસ્વસ્થ્ય કિડની ચોક્કસ પેટર્ન અથવા પેશાબમાં ફેરફારનું કારણ બની શકે છે. સામાન્ય રીતે, કિડની લોહીને ફિલ્ટર કરવામાં મદદ કરે છે, જે પેશાબના ઉત્પાદન તરફ દોરી જાય છે. કિડની શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે.જ્યારે કિડની યોગ્ય રીતે કામ કરતી નથી, ત્યારે તે મૂત્ર માર્ગમાં અનિયમિતતા પેદા કરી શકે છે. વારંવાર પેશાબ થવો, પેશાબમાં લોહી આવવું, ફેણવાળું અને પરપોટાથી ભરેલું પેશાબ કિડનીની સમસ્યાના સંકેતો હોઈ શકે છે.
આ પણ વાંચો: હેલ્થ અપડેટ : શું ધૂમ્રપાન ન કરનારાઓને પણ ફેફસાનું કેન્સર થવાનું જોખમ છે?
ત્વચાની શુષ્કતા અને ખંજવાળ:
ત્વચાની શુષ્કતા, ત્વચામાં ખંજવાળ, શુષ્ક ત્વચા કિડનીના રોગના સંકેત હોઈ શકે છે. આ લોહીમાં ખનિજો અને પોષક તત્વોના અસંતુલનની નિશાની છે. લોહીમાં ફોસ્ફરસનું સ્તર વધવાથી પણ આ સમસ્યા થઈ શકે છે.
કિડની સ્વસ્થ કેવી રીતે રાખવી:
કિડનીને સ્વસ્થ રાખવા માટે નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ ડાયજેસ્ટિવ એન્ડ કિડની ડિસીઝ (NIDDKD) એ જણાવ્યું છે કે ડાયટમાં થોડો ફેરફાર કરીને કિડનીને સ્વસ્થ રાખી શકાય છે. સ્વસ્થ આહાર લેવો, વજન કંટ્રોલમાં રાખવું, પૂરતી ઊંઘ લેવી, આલ્કોહોલથી દૂર રહેવું એ કિડનીને સ્વસ્થ રાખવાની શ્રેષ્ઠ ટિપ્સ છે.