Skin Care : શું ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરા ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થઇ શકે?

Skin Care : તમારી સ્કિન કેર રૂટિનના ભાગ રૂપે આ ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરાની સામગ્રીનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે અહીં જાણો,

Written by shivani chauhan
March 26, 2024 11:45 IST
Skin Care : શું ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરા ગ્લોઈંગ સ્કિન માટે અસરકારક સાબિત થઇ શકે?
skin care : સ્કિન કેર રૂટિનમાં ચોખા બીટરૂટ પાવડર એલોવેરા (Canva)

Skin Care : સ્કિનકેર (skin care) વિશે ઘણી બધી માહિતી ઓનલાઈન અવેલબલ છે. ઘણા લોકો આ માહિતી અનુસાર સ્કિન પર પ્રયોગો કરતા હોઈ છે. જે ઘણીવાર કામ કરે છે અને ઘણી વાર સ્કિનને નુકસાન પહોંચાડી શકે છે. તેથી ચોક્કસ વિશ્વાસુ સ્કિનકેર ખરેખર મદદ કરે છે.

તાજેતરના ઈન્ટનેટ પર શેર કરવામાં આવ્યું, કે ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરાનો ઉપયોગ કરીને ગ્લોઈંગ સ્કિન મેળવી શકાય છે.ઇન્સ્ટાગ્રામ પર ઇન્ફ્યુએન્સર અંજની ભોજ દ્વારા શેર કરાયેલ પોસ્ટમાં, તેણે રસોડામાં હાજર સામગ્રી દ્વારા એક માસ્ક બનાવવાની વાત કરી છે. તેણે લખ્યું કે, “ તમે ખરેખર ગ્લોઈંગ સ્કિન મેળવવા શું કરી શકો? સારું, હું બાથરૂમમાં નહીં પણ મારા રસોડામાં દોડીશ. જો તમે ગ્લોઈંગ સ્કિનની ઈચ્છા ધરાવો છો તો આ ચોખાનો માસ્ક સંપૂર્ણ ગેમ ચેન્જર છે, જેમાં ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરાનો ઉલ્લેખ કરીને તેને બનાવવા માટે વપરાતા ઘટકો તરીકે ઉલ્લેખ કર્યો છે.

skin care glowing skin rice beetroot powder aloe vera for skin skin care routine beauty tips
skin care : સ્કિન કેર રૂટિનમાં ચોખા બીટરૂટ પાવડર એલોવેરા (Canva)

આર્ટેમિસ હોસ્પિટલ્સના હેડ ડર્મેટોલોજી અને કોસ્મેટોલોજીના ડો. મોનિકા બામ્બ્રોએ જણાવ્યું કે, તમારી સ્કિન કેર રૂટિનના ભાગ રૂપે આ સામગ્રીનો ઉપયોગ કરવાના ફાયદાઓ વિશે વધુ જાણો,

આ પણ વાંચો: મોડા જમવાથી વજન ઝડપથી વધે છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો વેટ લોસ માટે કેટલું જમવું જોઇએ

સ્કિન માટે ચોખા, બીટરૂટ પાઉડર અને એલોવેરાના ફાયદા

એક્સપર્ટ અનુસાર, ત્રણેય સામગ્રી સ્કિન માટે અલગ-અલગ કામ કરી શકે છે અને ત્યારે મિક્ષ કરીને એપ્લાય કરવા આવે છે ત્યારે ગ્લોઈંગ સ્કિન પ્રાપ્ત કરવામાં મદદ કરી શકે છે. સ્કિન કેર માટે ચોખા, બીટરૂટ પાવડર અને એલોવેરાના ફાયદા જાણો

ચોખા:

આ અનાજ વિટામિન્સ અને ખનિજોથી ભરપૂર હોય છે, અને તેમાં ફેરુલિક એસિડ હોય છે, જે સ્કિનને ચમકદાર બનાવવામાં અને ડાર્ક સ્પોટ્સ ઘટાડવામાં મદદ કરે છે. ચોખાના હળવા એક્સ્ફોલિએટિંગ ગુણો તસ્કિનના ડેડ સેલ્સથી છુટકારો મેળવવામાં મદદ કરે છે, એક મુલાયમ રંગ અને ચમકદાર ત્વચા આપે છે.

બીટરૂટ પાવડર:

વિટામિન સી અને બીટાલેન્સ જેવા એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ , બીટરૂટ પાવડર મુક્ત રેડિકલ સામે લડે છે અને વૃદ્ધત્વના સંકેતોને ઘટાડે છે, ગ્લોઈંગ સ્કિનને પ્રોત્સાહન આપે છે. તેના કુદરતી રંગદ્રવ્યો સૂક્ષ્મ રંગ પણ આપે છે, ત્વચાની કુદરતી ચમક વધારે છે.

આ પણ વાંચો: વેટ લોસ માટે ચિયા સીડ્સ કેટલુ અસરકારક છે? હેલ્થ એક્સપર્ટ્સ પાસેથી જાણો તેના ફાયદા અને નુકસાન

એલોવેરા:

એલોવેરામાં સુખદાયક અને હાઇડ્રેટિંગ ગુણધર્મો છે, બળતરા શાંત કરે છે, ત્વચાને ભેજયુક્ત બનાવે છે અને ઝડપી કોષોના પુનર્જીવનને પ્રોત્સાહન આપે છે, ત્વચાને સ્વસ્થ, તેજસ્વી ચમક આપે છે.

  • જ્યારે સ્કિનકેરની વાત આવે છે, ત્યારે ચોખા તેના એક્સ્ફોલિએટિંગ પ્રોપર્ટીઝ માટે જાણીતા છે જે સ્કીનને તૈયાર કરે છે.
  • બીટરૂટ પાવડરના એન્ટીઑકિસડન્ટો સ્કિનમાં ઊંડે સુધી પ્રવેશે છે અને મુક્ત રેડિકલને નિષ્ક્રિય કરે છે અને કોલેજન ઉત્પાદનમાં વધારો કરે છે.
  • એલોવેરા સ્કિનની બળતરાને શાંત કરીને , ભેજને બંધ કરીને અને સેલ્યુલર રિપેરને પ્રોત્સાહન આપીને કામ કરે છે. જ્યારે આ ત્રણેયનો એકસાથે ઉપયોગ થાય છે ત્યારે પર્યાવરણીય નુકસાન સામે રક્ષણ આપે છે.
  • આ પાવરહાઉસ મિશ્રણ સંતુલિત એક્સ્ફોલિયેશન, ઓક્સિડેટીવ તાણથી રક્ષણ અને શ્રેષ્ઠ હાઇડ્રેશન પ્રાપ્ત કરવામાં મદદ કરે છે જેના પરિણામે વાઇબ્રેન્ટ, ચમકતી ત્વચા જે અંદરથી પોષાય છે.

ચોખા, બીટરૂટ પાઉડર અને એલોવેરાનું મિશ્રણ

આ સામગ્રીમાંથી અસરકારક બેસ્ટ રિઝલ્ટ પ્રાપ્ત કરવા માટે, સ્કિનને એક્સ્ફોલિએટ અને તેજસ્વી બનાવવા માટે ચોખાના અર્કવાળા લાઈટ ક્લીન્સરથી કરવાની ભલામણ કરે છે. એન્ટીઑકિસડન્ટો અને તેજ વધારવા માટે બીટરૂટ પાવડર માસ્ક એપ્લાઇ કરો.

યુવી ડેમેજ સામે રક્ષણ આપવા માટે દરરોજ સનસ્ક્રીન લાગુ કરવાનું ભૂલશો નહીં. સ્કિન જો સેન્સિટિવ હોઈ તો સામગ્રી તે સ્કિનને માફક આવે તેના આધારે યુઝ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ