આયુર્વેદમાં વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે ઘણા કુદરતી ઉપચાર છે. ખાસ કરીને ત્વચાના તંદુરસ્તી માટે કુદરતી ઘટકોથી ફાયદો થઇ શકે છે. વિવિધ કારણસર ત્વચા પર ફોલ્લીઓ થવી સામાન્ય ઘટના છે. તે બર્નિંગ, ખંજવાળ અને અન્ય પ્રકારની તકલીફોનું કારણ બની શકે છે.
પ્રના હેલ્થકેર સેન્ટર એન્ડ એકેડેમી ફોર આયુર્વેદના ફાઉન્ડર ડિમ્પલ જંગડાએ તેમની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર લખ્યું કે, સ્પર્શ, કોઈ એવો આહાર કે પછી હવાથી શરરીમાં કોઈ એવો પદાર્થ આવી જાય છે જે શરરી પર નકારાત્મક અસર કરે છે તો એર્લજી થવાની સંભાવના છે.
તેમણે પોસ્ટમાં જણાવ્યું હતું કે કેવી રીતે વિવિધ પરિબળોના કારણે એલેર્જી થઇ શકે છે. જેમ કે સંપર્ક ત્વચાનો સોજો, જેમાં એલર્જનના સંપર્કમાં આવે ત્યારે ત્વચા પર ફોલ્લીઓ થાય છે, અથવા તો ગરમ હવામાનને કારણે ફોલ્લીઓ થતી હોઇ હોય છે. ખોરાક સંબંધિત એલેર્જી પણ સામાન્ય છે, જેમ કે મગફળી જેવા અમુક ખોરાક ખાધા પછી ત્વચા પર ફોલ્લીઓ અનુભવાય છે.
આ પણ વાંચો: Dehydration in winter: શિયાળામાં કેવી રીતે ખબર પડશે કે શરીરમાં પાણીની અછત, જાણો લક્ષણો
અહીં ડોક્ટર ડિમ્પલે આપેલા ઉપચાર નીચે પ્રમાણે છે,
આયુર્વેદમાં સ્કિન રેશીશની સારવાર માટે ઘણા કુદરતી ઓઇલ ઉપલબ્ધ છે જેમકે બદામનું તેલ, કેમોલી તેલ અને ચાના ઝાડનું તેલ વગેરે, ફોલ્લીઓથી રાહત મેળવવા માટે તેમને સમાન પ્રમાણમાં મિશ્રિત કરી શકાય છે.
ઓટમીલ સ્નાન
ઓટમીલ એન્ટી એન્ફ્લીમેટરી ગુણધર્મ ધરાવે છે અને ઓલિક એસિડ અને લિનોલીક તેલની હાજરીને કારણે તમારી ત્વચાને સુધારવામાં મદદ કરી શકે છે. આ સંયોજનો સ્કિનની બળતરા ઘટાડવામાં મદદ કરે છે અને લાલાશ, દુખાવો અને ખંજવાળ ઘટાડી શકે છે.
આ પણ વાંચો: શિયાળામાં કસરત કરતી વખતે સ્કિનનું ધ્યાન કેવી રીતે રાખવું? જાણો ટિપ્સ
નારિયેળનું તેલ
નારિયેળનું તેલ સ્કિનની બળતરા (ઇન્ફ્લેમેશન)ને ઘટાડે છે. જેના કારણે ઘણીવાર સ્કિન પર ફોલ્લીઓ, લાલાશ અને ખંજવાળ આવે છે.અને સ્કિનને બળતરાથી બચાવમાં મદદ કરે છે. અને સ્કિનને હાઇડ્રેટેડ રાખે છે.
એલોવેરા
તાજું એલોવેરા એન્ટી-ઇન્ફ્લેમેટરી, એન્ટી વાઇરલ, એન્ટી માઇક્રોબલ અને એન્ટી- ઓક્સિડેન્ટ ગુણધર્મ ધરાવે છે. તેમાં વિવિધ પ્રકારના વિટામિન્સ અને ફેટી એસિડનો પણ સમાવેશ થાય છે જે ત્વચાની ખંજવાળ માટે અસરકારક સાબિત થાય છે. સ્કિન ફોલ્લીઓ પર તમે એલો વેરા જેલ લવાથી તે ફાયદાકારક સાબિત થાય છે.
ન્યુટ્રિશનિષ્ટ એન્ડ આયુર્વેદ એક્સપર્ટ કરિશ્મા શાહએ જણાવ્યું હતું કે, સ્કિન રેષિશ માટે તમે લીમડાના પાનનો લેપ અથવા એલો વેરા જેલ લગાવાણી ભલામણ કરું છું. આ 2 સરળ પદ્ધતિ છે જે સ્કિન રેષિશ ઓછું કરવામાં મદદ કરે છે. જો તમને એવું લાગે કે સ્કિન રેષિશ થશે તો હું તમને ભલામણ કરું છુ કે મીઠું, તીખું, તળેલું, આથો આવેલું, ચા ઓછી પીવાનું, કોફી ઓછી પીવાનું, આલ્કોહોલ અને સોફ્ટ ડ્રિન્કનું સેવન કરવાનું ટાળવું જોઈએ.