સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?

સોહા અલી ખાનએ કહ્યું, ''કોકોનટ ઓઈલમાં પલાળેલ ખજૂર ખાવાના અડધો કલાક પછી, હું ચિયા પુડિંગ અને સીઝનલ ફ્રૂટ ખાઉં છું અને પછી હું જીમમાં જાઉં છું.''

Written by shivani chauhan
May 30, 2024 07:00 IST
સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?
સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?

સોહા અલી ખાન (Soha Ali Khan) તાજતેરમાં તેના બ્રેકફાસ્ટ અંગે ખુલાસો કર્યો હતો.કર્લી ટેલ્સના એક ઇન્ટરવ્યૂમાં સોહાએ તેના ફિટનેસ (fitness) અને ડાયટ (diet) રૂટિન વિશે વાત કરી હતી, તેણે કહ્યું કે,” હું સવારે ખજૂર અથવા કોકોનટ ઓઇલમાં રાતભર પલાળેલી ખજૂર ખાઉં છું.”

તેણે કહ્યું: “કોકોનટ ઓઈલમાં પલાળેલ ખજૂર ખાવાના અડધો કલાક પછી, હું ચિયા પુડિંગ અને સીઝનલ ફ્રૂટ ખાઉં છું અને પછી હું જીમમાં જાઉં છું. જો મને ભૂખ લાગે તો ક્યારેક હું ઢોસા પણ ખાઈ લઉ છું.”

Soha Ali Khan Breakfast
સોહા અલી ખાન ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાય છે? શું તે યોગ્ય છે?

45 વર્ષીય સોહા ફિટનેસ ફ્રીક છે, તેણે કહ્યું કે 40 વર્ષની ઉંમર પછી તેનું શરીર બદલાઈ ગયું છે. 18 વર્ષ થી 25 વર્ષની ઉંમર સુધી તેનું વજન એકસરખું હોવાનું કહ્યું હતું. પંરતુ એકટ્રેસનું વજન અચાનક 2 કિલો બધી ગયું, તેણે કહ્યું, ”ચોક્કસ ઉંમર પછી મારું શરીર બદલાઈ રહ્યું છે. મને લાગ્યું કે મારે મારી થોડી સંભાળ રાખવાની જરૂર છે. મારે મારા શરીર પર વિશેષ ધ્યાન આપવાની જરૂર છે.”

આ પણ વાંચો: Protein Powder Recipe : બજાર જેવો પ્રોટીન પાઉડર આ રીતે ઘરે સરળ ટિપ્સ દ્વારા બનાવો

ખાલી પેટ કોકોનટ ઓઇલમાં પલાળેલી ખજૂર ખાવી યોગ્ય છે?

હેલ્થ એક્સપર્ટે કહ્યું, ”આખી રાત નારિયેળના તેલમાં પલાળેલી ખજૂર ઘણા કારણોસર સારી ન હોઈ શકે. ખજૂર કુદરતી રીતે મીઠી અને પોષક તત્વોથી ભરપૂર હોય છે, તેને નાળિયેર તેલમાં પલાળવાથી કેલરી વધે છે. જેથી તે વજન વધવાનું કારણ બની શકે છે.”

ખજૂરને નાળિયેર તેલમાં પલાળવાથી હંમેશા તેના સ્વાસ્થ્ય લાભો વધુ તીવ્ર થતા નથી. એક્સપર્ટે કહ્યું “MCTs અથવા મીડીયમ ચેઇન ટ્રાઇગ્લાઇસેરાઇડ્સ, એક પ્રકારની ચરબી છે જે એનર્જી લેવલને અને મગજ કાર્યને પ્રોત્સાહન આપવા માટે દર્શાવવામાં આવી છે. આ ઉપરાંત જો સંતૃપ્ત ચરબીનું સેવન અન્ય તંદુરસ્ત ચરબી સાથે સંતુલિત ન હોય, તો તે હૃદય રોગનું જોખમ વધારી શકે છે.”

આ પણ વાંચો: ચાંદ જેવા ચમકતા ચહેરા માટે આ 6 ફળનું સેવન કરો, કુદરતી સુંદરતા મળશે અને ઉંમર કરતા નાના દેખાશો

નારિયેળના તેલમાં ખજૂરને પલાળવાથી ખજૂરના પોષક તત્ત્વો ઓછા થઇ શકે છે.ખજૂર કુદરતી રીતે ફાઇબર, વિટામિન્સ અને મિનરલ્સથી સમૃદ્ધ છે, જે આંતરડાના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સામાન્ય રીતે, આ રીતે ખજૂરને નાળિયેર તેલ સાથે મિશ્રિત કરવાની સલાહ આપવામાં આવતી નથી અને તેના બદલે સંતુલિત આહારના ભાગ રૂપે તમે એકલી ખજૂર ખાવાની સલાહ આપવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે, બિનપ્રોસેસ્ડ ખોરાકનો ઉપયોગ કરવો વધુ સારું છે, નાળિયેર તેલનો ઉપયોગ રસોઈમાં તમે સ્વાદ વધારવા કરી શકો છો. ખજૂર જો પાણીમાં પલાળવામાં આવે તો તે પચવામાં સરળ બની શકે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ