Sonakshi Sinha Pregnancy Rumors | અભિનેત્રી સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) એ ઝહીર ઇકબાલ (zaheer iqbal) સાથે લગ્ન કર્યા ત્યારથી તેની પ્રેગ્નેન્સીની અફવાઓ ઘણી વખત સામે આવી છે. અભિનેત્રીએ વારંવાર સ્પષ્ટતા કરી છે કે તે પ્રેગ્નેન્ટ નથી. તાજેતરમાં દિવાળી પાર્ટી (Diwali party) માં તેના દેખાવથી ફરી એકવાર અટકળો શરૂ થઈ ગઈ છે. આ વખતે સોનાક્ષીએ પ્રેગ્નેન્સીની અફવાઓનો રમુજી જવાબ આપ્યો છે.
સોનાક્ષી સિંહાએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સી વિશે શું લખ્યું?
સોનાક્ષી સિંહાએ તાજેતરમાં ઘણી તસવીરો પોસ્ટ કરી હતી. તસવીરો શેર કરતી વખતે તેણે જે કેપ્શન લખ્યું તે રમુજી હતું. તેણે લખ્યું, “મેં માનવ ઇતિહાસમાં સૌથી લાંબી પ્રેગ્નેન્સીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અમારા મીડિયા અનુસાર, હું 16 મહિનાની ગર્ભવતી છું. તેઓએ ધાર્યું કે હું ગર્ભવતી છું કારણ કે મેં મારા પેટની આસપાસ હાથ રાખીને પોઝ આપ્યો હતો. અમારી પ્રતિક્રિયા માટે છેલ્લી સ્લાઇડ પર સ્ક્રોલ કરો અને તમારી દિવાળી ખૂબ જ સારી રહે.”
ઝહીરે ઇકબાલે શું કર્યું હતું?
તાજેતરમાં રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં ઝહીરે મજાકમાં સોનાક્ષીના પેટ પર હાથ મૂક્યો હતો. આ હાવભાવ જોઈને સોનાક્ષી ખડખડાટ હસી પડી, અને ત્યાં હાજર બધા પણ હસવા લાગ્યા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. નેટીઝન્સે કહ્યું કે આ પ્રકારની રમૂજ તેમની કેમેસ્ટ્રીને પ્રતિબિંબિત કરે છે.
સોનાક્ષી સિંહા વિશે
સોનાક્ષી સિંહાએ ગયા વર્ષે 23 જૂને ઝહીર સાથે તેના મુંબઈના ઘરે પ્રિયજનોની હાજરીમાં લગ્ન કર્યા હતા. આ લગ્ન ખૂબ જ ખાનગી હતા. કામના મોરચે, સોનાક્ષી સિંહા બહુપ્રતિક્ષિત તેલુગુ ફિલ્મ “જટાધારા” માં જોવા મળશે, જે 7 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. સપ્ટેમ્બરની શરૂઆતમાં નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ તારીખની જાહેરાત કરી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તે હિન્દી અને તેલુગુ બંનેમાં રિલીઝ થશે.