Sonakshi Sinha Weight Loss Tips In Gujarati | સોનાક્ષી સિંહા (Sonakshi Sinha) એક બોલીવુડ અભિનેત્રી છે જેણે પોતાનું વજન 95 કિલોથી ઘટાડીને 65 કિલો કરી દીધું છે. બોલીવુડમાં પ્રવેશતા પહેલા જ સોનાક્ષીએ 30 કિલો વજન ઘટાડીને ફિટનેસ ઉત્સાહી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. એકટ્રેસએ આટલું વજન કેવી રીતે ઘટાડ્યું?
અગાઉના એક ઇન્ટરવ્યુમા સોનાક્ષી સિંહાએ વજન ઘટાડવા (weight Loss) માટે જે ડાયટ (Diet) અને કસરતનું પાલન કર્યું હતું તેના વિશે વાત કરી હતી.
સોનાક્ષી સિંહા વેટ લોસ જર્ની (Sonakshi Sinha Weight Loss Journey)
સોનાક્ષીનો ફિટ અને ફ્લેક્સિબલ રહેવા માટેનો વર્કઆઉટ રૂટિન એ છે કે તે સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે 30 મિનિટ કાર્ડિયો કરે, ત્યારબાદ લગભગ 20 મિનિટ બ્રિસ્ક વોકિંગ અને પિલેટ્સ કરે. એકટ્રેસ કહે છે, “હું મારા મોટાભાગના દિવસો ખાલી પેટે કાર્ડિયોથી શરૂ કરું છું. મારા કાર્ડિયો રૂટિનમાં 30 મિનિટ સ્ટેયરમાસ્ટર અને પછી લગભગ 20-25 મિનિટ બ્રિસ્ક વોકિંગ (ઝડપથી ચાલવું) નો સમાવેશ થાય છે.”
સોનાક્ષીએ કહ્યું કે, “મેં લગભગ છ મહિના પહેલા પિલેટ્સ કરવાનું શરૂ કર્યું હતું. તે મને ખરેખર અનુકૂળ આવ્યું. મશીનો પર તમે હજારો કસરતો કરી શકો છો. તેથી તમને ક્યારેય કંટાળો આવતો નથી. તમે દરરોજ કંઈક નવું કરી શકો છો. મને ખરેખર મોડિફાઇડ પિલેટ્સ કરવાનું ગમે છે. તેમાં તમે ઘણી બધી કસરતો કરી શકો છો.’
પેટની ચરબી ફટાફટ ઘટશે, સવારે દરરોજ કરો આ યોગાસન
સોનાક્ષી સિંહા ડાયટ (Sonakshi Sinha Diet)
સોનાક્ષી સિંહા ના રોજિંદા આહારમાં પ્રોટીનયુક્ત ખોરાકની સાથે, બદામ, અખરોટ અથવા કેળા પણ મુખ્ય છે. એકટ્રેસ કહે છે કે “મેં પીઝા સિવાય બ્રેડ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું છે. તે મારું પ્રિય ચીટ મીલ છે. હું બપોરના ભોજનમાં કાર્બોહાઇડ્રેટ્સ ખાવાનું બંધ કરું છું અને રાત્રે મુખ્યત્વે પ્રોટીન લઉં છું. મેં તળેલા ખોરાક અને ખાંડ ખાવાનું ટાળ્યું છે. સદનસીબે, મને મીઠાઈ ખાવાની ખૂબ જ ઈચ્છા થતી નથી. ભોજન વચ્ચે ભૂખ લાગે ત્યારે મારા મનપસંદ નાસ્તા બદામ, અખરોટ અથવા કેળા છે.’
સોનાક્ષી સિંહાએ અગાઉ કહ્યું હતું કે સવારે ઉઠ્યા પછી તે સૌથી પહેલું કામ એક લિટર પાણી પીવે છે. આ ઉપરાંત અભિનેત્રીએ શિલ્પા શેટ્ટી સાથેના એક જૂના ઇન્ટરવ્યુમાં ખુલ્લેઆમ સ્વીકાર્યું હતું કે તે દિવસભર પૂરતું પાણી પીવે છે.