scorecardresearch

લાંબા સમય સુધી બેસવાથી કરોડરજ્જુમાં થાય છે દુખાવો? તો ડાયટમાં અપનાવો આ ચાર ફળ

તણાવ, ખરાબ ડાયટ અને બગડતી લાઈફ સ્ટાઇલની અસર આપણા હાડકાના સ્વાસ્થ્ય પર પડી શકે છે. ડાયટમાં પોષક તત્વોની ઉણપથી હાડકા નબળા થઇ જાય છે. શારીરિક તાકત અને બોડીને હેલ્થી રાખવા માટે હાડકાને મજબૂત બનાવવા જરૂરી છે. કરોડરજ્જુ આપણા શરીરમનો મહત્વનો પિલર છે. કેટલાક લોકો કમરથી લઈને માથા સુધીની કરોડરજ્જુના હાડકામાં દુખાવથી પરેશાન રહે છે. કરોડરજ્જુના […]

લાંબા સમય સુધી બેસવાથી કરોડરજ્જુમાં થાય છે દુખાવો? તો ડાયટમાં અપનાવો આ ચાર ફળ

તણાવ, ખરાબ ડાયટ અને બગડતી લાઈફ સ્ટાઇલની અસર આપણા હાડકાના સ્વાસ્થ્ય પર પડી શકે છે. ડાયટમાં પોષક તત્વોની ઉણપથી હાડકા નબળા થઇ જાય છે. શારીરિક તાકત અને બોડીને હેલ્થી રાખવા માટે હાડકાને મજબૂત બનાવવા જરૂરી છે. કરોડરજ્જુ આપણા શરીરમનો મહત્વનો પિલર છે. કેટલાક લોકો કમરથી લઈને માથા સુધીની કરોડરજ્જુના હાડકામાં દુખાવથી પરેશાન રહે છે. કરોડરજ્જુના હાડકામાં થતા દુખાવાને સ્પોન્ડિલાઇટિસ કહેવાય છે. આ દુખાવામાં કમરથી લઈને ગરદન સુધી પહોંચી જાય છે અને ખુબજ હેરાન કરે છે. આ દુખાવાના કારણે ઉઠવા બેસવાનું મુશ્કેલ થઇ જાય છે.

સામાન્ય રીતે લાંબા સમય સુધી બેસી રહેવાથી કરોડરજ્જુના હાડકાનો દુખાવો વધી જાય છે. કરોડરજ્જુન હાળકામ દુખાવાના કારણ ઘણા છે જેમ કે રમતા રમતા ભાગતી વખતે ઇજા થવી, ખરાબ પોસ્ચર, ઘૂંટણનો દુખાવો, માંસપેશિયોમાં ખેંચાણ કે પછી કોઈ દુર્ઘટનામાં ઇજા થવાથી કરોડરજ્જુન હાડકામાં દુખાવો થઇ શકે છે.

કરોડરજ્જુના હાડકામાં દુખાવાના કારણે પીઠના નીચલા ભાગમાં અને ગરદનમાં પણ દુખાવો થઇ શકે છે. કરોડરજ્જુના હાડકામાં દુખાવાની ફરિયાદ જો રહે છે તો તરત ડોક્ટરને બતાવો અને ખાવા પીવામાં પર કોન્ટ્રલ કરવું. કેટલાક ફૂડ્સનું સેવન કરવાથી દુખાવામાંથી રાહત આપે છે. કેટલાક હેલ્થી ફૂડ્સનું સેવન આ દુખાવોને ઓછો કરે છે. આ 4 પ્રકારના ફૂડ્સ વિષે જાણો છો તો કરોડરજ્જુના હાડકાને મજબૂત કરે છે સાથેજ દુખાવામાં પણ રાહત આપે છે.

ચિયા સીડ્સ ખાવાથી હાડકા મજબૂત થાય

કરોડરજ્જુના હાડકાના દુખાવામાં જો ડાયટમાં પ્રોટીનનું સેવન વધારવું જોઈએ. આવા ફૂડ્સનું સેવન કરવું જે ઇમ્યુનીટીને સ્ટ્રોંગ કરવાની સાથે કરોડરજ્જુના હાડકાને પણ મજબૂત કરે છે. ચિયા સીડ્સ એક પ્લાન્ટ બેસ ફૂડ છે જે ફાઈબરથી ભરપૂર છે. તેનું સેવન કરવાથી પાચન તંદુરસ્ત રહે છે. આ હાડકાને સ્ટ્રોંગ બનાવે છે.

દૂધ અને દૂધથી બનેલ પદાર્થોનું સેવન કરવું

કરોડરજ્જુના હાડકાને મજબૂત કરવા ઈચ્છો છો તો કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર ફૂડ જેવું કે દૂધ, પનીર, બટર અને છાશનું સેવન કરો. આ ફૂડ કરોડરજ્જુના હાડકા ને મજબૂત કરે છે અને દુખવામાં રાખત આપે છે.

આ ફળ અને શાકભાજીનું કરો સેવન

કરોડરજ્જુના હાડકાને સ્ટ્રોંગ બનાવ માટે ડાયટમાં ખાતા ફળો અને લીલા શાકભાજીનું સેવન કરવું જોઈએ. કેટલાક ખાતા ફળ જેવા કે નારંગી, મોસંબી, ડ્રાયફ્રૂટ્સ ઈમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે, શરીરને હેલ્થી બનાવે છે. શાકભાજીમાં પાલક, બ્રોકલી, કેળનું સેવન કરવું વધારે ફાયદાકારક છે જે સ્પાઇનના ઇન્ફ્લેમેશનને રોકે છે.

બેરીઝનું સેવન કરવું

એન્ટીઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર બેરીઝનું સેવન શરીરમાંથી ટોક્સિનનો નિકાલ કરે છે અને હાડકાને મજબૂતી પુરી પાડે છે. બેરીઝમાં લગભગ 85% પાણી હોય છે જેથી બ્લડ શુદ્ધ થાય છે. તેનું સેવન કરવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. બેરીઝમાં રેસવેરાટ્રોલ પણ જોવા મળે છે, જે ઓકસીડેટીવ સ્ટ્રેસને ઓછો કરવામાં મદદ કરે છે.

Web Title: Spine pain diet symptoms weak bones foods health news life style news

Best of Express