Sridevi Crash Diet: તાજેતરમાં ફિલ્મ નિર્માતા અને અભિનેત્રી શ્રીદેવીના પતિ બોની કપૂરએ શ્રીદેવીના દુઃખદ અવસાન અંગે આટલા વર્ષો પછી મૌન તોડ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે શ્રીદેવીનું મોત (sridevi death) નેચરલ ન હતું, પરંતુ આકસ્મિક મૃત્યુ હતું. શ્રીદેવી ઘણીવાર ક્રેશ ડાયટ (Crash Diet) નું પાલન કરતી હતી, જેના કારણે તેને બીપીની સમસ્યા હતી ક્યારેક તેને બ્લેકઆઉટ થઈ જતું હતું. બોની કપૂરે કહ્યું હતું કે, શ્રીદેવી હંમેશા મીઠું(salt) વિનાનો ખોરાક લેતી હતી.તેમણે ઉમેર્યું કે, તે તેના ડૉક્ટરને વિનંતી કરશે કે તેને થોડું મીઠું ઉમેરવાની સલાહ આપે. પંરતુ તેણે ગંભીરતાથી લીધું ન હતું, અને આ ગંભીર ઘટના બની! પરંતુ ખરેખર આ ક્રેશ ડાયટ શું છે?
ક્રેશ ડાયટ (Crash Diet) શું છે?
- ઓછા સમયમાં વધારે માત્રામાં વજન ઘટાડવા માટે થોડા દિવસો માટે ઓછી કેલરી વાળો આહાર(low calorie diet) લેવામાં આવે છે. તે ખરેખર ક્રેશ ડાયટ(Crash Diet) છે.
- ક્રેશ ડાયટ લાંબા ગાળાના વજન ઘટાડવા માટે નથી. ક્રેશ ડાયટના પરિણામો ખુબજ ઓછા છે, અને જો તમે હેલ્ધી ડાયટ પ્લાન અને વર્કઆઉટ ન કરો તો તમને તરત જ વજન વધી શકે છે. ડોક્ટરની સલાહ લીધા સિવાય, આ ક્રેશ ડાયટ પ્લાન અપનાવવો નહિ.
આ પણ વાંચો: શ્રીદેવીનું મૌત કેવી રીતે થયું હતું? 5 વર્ષ પછી આ રાઝ પરથી ઉઠ્યો પડદો, જાણો બધું
શું ક્રેશ ડાયટ કરી શકાય?
જો એકથી બે દિવસ માટે ક્રેશ ડાયટ કરવામાં આવે તો તે સુરક્ષિત છે. કેટલીકવાર, ડોકટરો એવા લોકોને ક્રેશ ડાયેટની ભલામણ કરે છે જેમને સર્જરી માટે ઝડપથી વજન ઓછું કરવાની જરૂર હોય છે. પરંતુ ડોક્ટરની સલાહ વિના, લાંબા સમય સુધી ખૂબ જ ઓછી કેલરીવાળા ખોરાક પર રહેવાથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
એક્સપર્ટના જણાવ્યા મુજબ, ”ક્રેશ ડાયેટ કામ કરતું નથી કારણ કે તે સખત, બિનટકાઉ ફેરફારો છે. આ ફેરફારો એવી વસ્તુઓ નથી કે જેને લોકો સામાન્ય રીતે લાંબા સમય સુધી વળગી રહે. પછી, એકવાર ડાયટ ફોલૉ કરવાનું છોડી દીધું અને જૂની ખાવાની આદતો તરફ પાછા ફરો છો તો તરત જ વજન વધવા લાગે છે.”
કોણે ટાળવું જોઈએ:પોષક તત્ત્વોની ઉણપ ધરાવતા લોકો, કોઈ એલર્જી અથવા શારીરિક રીતે સક્રિય જીવનશૈલી ધરાવતા લોકો અને જેઓ સગર્ભા અથવા સ્તનપાન કરાવટી મહિલાઓએ આ ક્રેશ ડાયટ પ્લાન ફોલૉ કરવાનું ટાળવું.
આ પણ વાંચો: Amla Benefits : આમળાનો સ્વાદ પસંદ નથી? આ ટિપ્સ થશે મદદગાર, વેઇટ લોસથી લઈ ડાયાબિટીસમાં આશીર્વાદરૂપ
હાનિકારક સાબિત થઇ શકે:આ ક્રેશ ડાયટ જો લાંબા સમય સુધી અનુસરવામાં આવે તો રોગપ્રતિકારક શક્તિ નબળી પડી શકે છે, મેટાબોલિઝ્મ લેવલ ઓછું થઈ શકે છે, પાચન કાર્યોને ખલેલ પહોંચાડી શકે છે, સ્કિન અને વાળના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી શકે છે અને ડીહાઇડ્રેશન અને નબળાઈનું કારણ બની શકે છે.
શું ક્રેશ ડાયટ મત્યુનું કારણ બની શકે?એક્સપર્ટ અનુસાર, સૌથી ગંભીર કિસ્સાઓમાં, આ ક્રેશ ડાયટ વ્યક્તિને મૃત્યુ અથવા અન્ય ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓના જોખમમાં પણ મૂકી શકે છે. તેથી, તમે ક્રેશ ડાયેટની શરૂ કરો તે પહેલાં, તમારા શરીર પર ક્રેશ ડાયેટની પ્રતિકૂળ અસરો વિશે જાણવું તમારા માટે શ્રેષ્ઠ રહેશે.





