Health Tips : સારા સ્વાસ્થ્ય માટે હેલ્ધી ફૂડ (healthy food) નું સેવન કરવું ખૂબ જ જરૂરી છે. હેલ્ધી અને ટેસ્ટી ફૂડ બનાવવામાં રસોઈના વાસણો મોટી ભૂમિકા ભજવે છે. તમે તમારું ભોજન કેવી રીતે અને કયા વાસણોમાં રાંધો છો તે ઘણું મહત્વનું છે. રસોઈ માટે યોગ્ય વાસણોની પસંદગી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે જાણો છો કે રસોઈ માટે ઉપયોગમાં લેવાતા મોટાભાગના વાસણો ઝેરી રસાયણોથી ભરેલા હોય છે જે ખોરાકમાં ભળે છે અને ખોરાકને દૂષિત કરે છે.
હવે સવાલ એ થાય છે કે કયા વાસણમાં ખોરાક રાંધવો જેથી ખોરાક દૂષિત ન થાય અને સ્વાસ્થ્ય માટે પણ આરોગ્યપ્રદ હોય. આયુર્વેદિક નિષ્ણાત ડૉ. ડિમ્પલ જાંગડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જણાવ્યું છે કે, ખાવા માટે કયા વાસણોનો ઉપયોગ કરવો તે વધુ સારા સાબિત થઈ શકે છે. ચાલો જાણીએ કે કયા વાસણોમાં ભોજન બનાવવું જેથી તે હેલ્ધી અને ટેસ્ટી બને.
સ્ટેનલેસ સ્ટીલ
સ્ટેનલેસ સ્ટીલના વાસણોનો મોટાપાયે ઉપયોગ થાય છે. તેમાં વિવિધ પ્રકારના ફૂડ બનાવી શકાય છે. નિષ્ણાતોએ જણાવ્યું કે, સ્ટેનલેસ સ્ટીલના વાસણોમાં રાંધવાથી તેમાં માત્ર 60-70 ટકા જ પોષક તત્વો જળવાઈ રહે છે. નિષ્ણાતે ચેતવણી આપી છે કે, ક્રોમિયમ અથવા નિકલ સાથે પોલિશ્ડ સ્ટેનલેસ સ્ટીલ ખરીદવાનું ટાળો કારણ કે તે સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું કરી શકે છે.
કાચું લોખંડ
નિષ્ણાતોએ કાચા લોખંડના વાસણો વિશે જણાવ્યું છે કે, તે લાંબા સમય સુધી ચાલતી મજબૂત ધાતુ છે જેના ઘણા સ્વાસ્થ્ય લાભો છે. તેમણે કહ્યું કે જ્યારે કાચા લોખંડના વાસણોમાં ખોરાક રાંધવામાં આવે છે, ત્યારે લોખંડની થોડી માત્રા ખોરાકમાં ભળે છે જે આપણા શરીર માટે આરોગ્યપ્રદ હોઈ શકે છે. જો કે, નિષ્ણાતોએ એવી ચેતવણી પણ આપી છે કે, જે લોકોના શરીરમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે તેઓએ આ વાસણમાં ખોરાક ખાવાનું ટાળવું જોઈએ.
પિત્તળ
પિત્તળના વાસણોમાં રાંધવાથી ખોરાકમાં લગભગ 90 ટકા પોષક તત્વો જળવાઈ રહે છે. પરંતુ આ વાસણો ધોવા માટે વધારાની કાળજી લેવાની જરૂર છે. એક્સપર્ટે કહ્યું કે, આ વાસણોમાં સાઇટ્રિક ફૂડ ન રાંધો.
કાંસાનું વાસણ
ડૉ. ડિમ્પલે જણાવ્યું હતું કે, કાંસાના વાસણ ખોરાકમાં 97 ટકા પોષક તત્વો જાળવી રાખે છે. જો કે, તેમણે એ પણ સલાહ આપી છે કે, ટીન અથવા નિકલ કોટિંગ કરલા કોઈપણ કાંસાના વાસણોમાં રસોઈ કરવાનું ટાળવું જોઈએ. આ ખોરાક સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.
માટીના વાસણ
માટી ધીમે ધીમે ગરમ થાય છે અને આના કારણે ખોરાકના ભેજ અને પોષક તત્વોને જાળવી રાખવામાં મદદ મળે છે. એક્સપર્ટે જણાવ્યું કે, માટીના વાસણોમાંથી બનેલો ખોરાક એકદમ પૌષ્ટિક હોય છે પરંતુ તેને પકવવામાં વધુ સમય લાગે છે.
આ પણ વાંચો – પીઠના આ ભાગમાં દુખાવો હોઈ શકે છે હાર્ટ એટેકની નિશાની, જાણો એક્સપર્ટ પાસેથી બધું જ
એલ્યુમિનિયમ
એલ્યુમિનિયમને થાઇરોટોક્સિક ધાતુ માનવામાં આવે છે. તે ખોરાકમાં સરળતાથી ઓગળી જાય છે અને લીવર ડિસઓર્ડર, કબજિયાત, લકવો અને મગજના રોગોનું પણ જોખમ વધારી શકે છે.