Aloo Matar Tikki Chaat Recipe In Gujarati : બટાકામાંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવવામાં આવે છે, જેમા એક છે આલુ મટર ટીક્કી. તે બાફેલા બટાકા, લીલા વટાણા અને વિવિધ મસાલાથી ભરપૂર હોય છે. તે તીખી મીઠી ચટણી અને દહીં સાથે ખાવામાં આવે છે. બજારમાં વેચાતી આલુ મટર ટીક્કી ચાટ બહુ ટેસ્ટી લાગે છે. અહીં બજાર જેવ જ આલુ મટર ટીક્કી ચાટ બનાવવાની સરળ રેસીપી આપી છે.
આમચૂર પાઉડર, તીખી મીઠી ચટણી સાથે વિવિધ પ્રકારના મસાલાા તેને મસાલેદાર બનાવે છે. તે બનાવવામાં થોડો સમય લાગે છે, પરંતુ તે દરેક ઉંમરના લોકોને પસંદ આવે છે. તે ઘરે સરળતાથી બનાવી શકાય છે અને નાસ્તામાં તેનો સ્વાદ માણી શકાય છે.
આલુ માતર ટીક્કી બનાવવા માટે સામગ્રી
- બટાકા બાફેલા – 300-400 ગ્રામ
- લીલા વટાણા – 150 ગ્રામ
- આદુ – 1 નાનો ટુકડો
- લીલા મરચા – બે-ત્રણ નંગ
- લીલું કોથમીર – 5 – 6 ડાળખી
- જીરું – એક ચમચી
- આમચૂર પાવડર -અડધી ચમચી
- કાળા મરી પાવડર – અડધી ચમચી
- મીઠું – સ્વાદ અનુસાર
Aloo Matar Tikki Chaat Recipe : આલુ મટર ટીક્કી બનાવવાની રીત
સૌ પ્રથમ બટાકા બરાબર બાફી લો. હવે લીલા વટાણા પણ નરમ થાય ત્યાં સુધી ચારથી પાંચ મિનિટ સુધી ઉકાળો. બટાકા ઠંડા એટલે છાલ ઉતારી તેને વડે કે ચમચી વડે મેશ કરો. તેમા બાફેલા લીલા વટાણા પણ મેશ કરીને મિક્સ કરી લો.
હવે આ દરમિયાન ચાટ મસાલો બનાવવા માટે એક વાસણમાં શેકેલું જીરું પાવડર, આમચૂર પાઉડર, કાળું મીઠું, મરચું પાવડર, કાળા મરી અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ પછી મીઠું સાથે આદુ, લીલા મરચાં અને લીલા કોથમીર મિક્સ કરી પેસ્ટ બનાવી તેમાં બટાકા વટાણાના મિશ્રણમાં સારી રીતે મિક્સ કરી લો.
આ પણ વાંચો | ઉંધીયાને ટક્કર આપે તેવું દાણા મુઠીયાનું શાક કાઠિયાવાડી સ્ટાઇલમાં આ રીત બનાવો
બટાકાના મિશ્રણ માંથી નાની નાની કટલેટ બનાવો. હવે ગેસ પર એક નોન સ્ટીક પેન કે કઢાઇ ગરમ કરો. તેમા 2 -3 ચમચી તેલ નાંખી ટીક્કીને ગરમ શેકો. ટીક્કી બંને બાજુથી ગોલ્ડન રંગની થાય ત્યાં સુધી શેકો. ગરમા ગરમ આલુ મટર ટીક્કીને તીખી મીઠી ચટણી અને દહીં સાથે ચાટ મસાલો ઉમેરી સર્વ કરો. આલુ મટર ટીક્કી ઉપર બારીક તીખી કે મોળી સેવ, ઝીણી ડુંગળી અને લીલું કોથમરી પણ ઉમેરી શકાય છે.





