Lifestyle Desk: સુગરયુક્ત ડ્રિન્ક (sugar-sweetened drinks) પીવાની વિવિધ પ્રતિકૂળ સ્વાસ્થ્ય અસરો બધાને ખબર છે. જો કે, ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક તાજેતરના અભ્યાસમાં સૂચવવામાં આવ્યું છે કે આ સામાન્ય પીણાં જેમાં સોડા/સોફ્ટ ડ્રિંક્સ, ખાંડ ઉમેરવામાં આવેલ રસ( juice with added sugar, sports drinks), સ્પોર્ટ્સ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ, સ્વીટ મિલ્ક, અને મીઠી ચા/કોફી વેગેરે પણ પુરુષોમાં વાળ ખરવા સાથે સંકળાયેલા છે.
બેઇજિંગની સિંઘુઆ યુનિવર્સિટીના સંશોધકો દ્વારા ચીનમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 13-29 વર્ષની વય જૂથમાં શુગરયુક્ત પીણાં (SSB) નો વપરાશ સૌથી વધુ છે. સંશોધનમાં જણાવાયું છે કે,” શુગર ઉમેરેલા મુખ્ય આહાર સ્ત્રોત તરીકે, SSBs પુરૂષ પેટર્નના વાળ ખરવા માટે એક જોખમી કારણ હોઈ શકે છે.”
તેઓએ એમ કહીને નિષ્કર્ષ કાઢ્યો હતો કે, “અમે 18-45 વર્ષની વયના યુવાન ચાઇનીઝ લોકોમાં ઉચ્ચ SSB(sugar-sweetened drink) વપરાશ દર્શાવ્યો છે, અને જેઓ વધુ પડતા SSB વપરાશ કરે છે તેઓમાં પુરૂષ પેટર્નના વાળ ખરવાની સંભાવના વધારે જોવા મળી રહી છે.
તેઓએ ઉમેર્યું હતું કે સોફ્ટ ડ્રિંક્સ અને પુરુષોમાં વાળ ખરવા વચ્ચેના સંબંધને વધારે અભ્યાસો દ્વારા પુષ્ટિ કરવાની જરૂર છે.
આ પણ વાંચો: તમે દિવસમાં કેટલી વાર હસો છો? હસવુંએ માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે આટલું છે જરૂરી, જાણો અહીં
પુરૂષોમાં સોફ્ટ ડ્રિન્ક અને વાળ ખરવા વચ્ચેની કડી સંપૂર્ણપણે સ્પષ્ટ નથી તે વાત પર ભાર મૂકતાં બેંગલોરના બેનરઘટ્ટા રોડ ફોર્ટિસ હોસ્પિટલના ન્સલ્ટન્ટ ડર્મેટોલોજી ડૉ. સુધીન્દ્ર જી ઉદબાલ્કરે જણાવ્યું હતું કે, “એવું માનવામાં આવે છે કે આ પીણાંમાં ખાંડનું પ્રમાણ વધુ હોઈ શકે છે. જે તંદુરસ્ત વાળના વિકાસ માટે જરૂરી વિટામિન્સ અને ખનિજોને શોષવાની શરીરની ક્ષમતાને અસર કરે છે અને વાળ ખરવાનું કારણ બને છે.”
તેમણે ઉમેર્યું હતું કે વાળ ખરતા અટકાવવા માટે, વિટામિન સી, આયર્ન અને ઝિંક સહિત આવશ્યક વિટામિન્સ અને ખનિજોથી સમૃદ્ધ તંદુરસ્ત આહાર લેવો મહત્વપૂર્ણ છે. ડૉ. ઉદબાલ્કરે જણાવ્યું હતું કે, “આ ઉપરાંત, સુગરયુક્ત અને ફિઝી પીણાંનું મર્યાદિત સેવન કરવાથી પણ તમારા વાળ ખરવાના જોખમને ઘટાડવામાં મદદ મળી શકે છે. ફળો, શાકભાજી, પ્રોટીન અને હેલ્ધી ફેટ્સ વધુ હોય તેવો આહાર પણ તંદુરસ્ત વાળ જાળવવા માટે ફાયદાકારક બની શકે છે.”
વાળ ખરવાની સમસ્યા ધરાવતા લોકો યોગ્ય ડાયટ અને મેડિકલ ટ્રીટમેન્ટ લેવી જોઈએ અને પોષક તત્ત્વોની ઉણપ સંબંધિત જોખમી કારણોની તપાસ કરવી જોઈએ, એમ સુમૈયા એ, ક્લિનિકલ ડાયેટિશિયન, CDE, ફોર્ટિસ હોસ્પિટલ, કલ્યાણ જણાવ્યું હતું કે,”ટાઈપ 2 ડાયાબિટીસ માથાના ભાગની આસપાસ ગંભીર વાળ ખરવાના જોખમ સાથે સંકળાયેલ છે. વધુ પ્રમાણમાં ખાંડનું સેવન તમારા બ્લડ સુગરના સ્તરમાં વધારો કરે છે જે વાળના ફોલિકલ્સને નુકસાન પહોંચાડે છે અને સંભવિત રીતે વાળ ખરવાની પ્રક્રિયાને વેગ આપે છે. આ ઉપરાંત, ખાંડ આપણને વ્યસની બનાવે છે, જે એડિક્શન અને પેટ ફુલવા જેવી સમસ્યા વધારી શકે છે.”