Summer Drinks: ઉનાળામાં નારિયેળ પાણીથી કમ નથી આ સુપર ફુટ્સનું જ્યુસ, સપ્તાહ સુધી ફ્રીજમાં ફ્રેશ રહેશે, જાણો રેસીપિ

Summer Drinks Ice Apple Tadgola Juice Benefits : ઉનાળામાં નારિયેળ પાણી ઉપરાંત તાડફળીનું જ્યુસનું સેવન ગરમીમાં ઠંડક આપે છે. ઓછી સામગ્રીમાં તૈયાર થતા તાડફળીના જ્યૂસને ફ્રીજમાં 10 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે.

Written by Ajay Saroya
April 25, 2024 21:13 IST
Summer Drinks: ઉનાળામાં નારિયેળ પાણીથી કમ નથી આ સુપર ફુટ્સનું જ્યુસ, સપ્તાહ સુધી ફ્રીજમાં ફ્રેશ રહેશે, જાણો રેસીપિ
સમર ડ્રિક - ઉનાળાના શરબત - પ્રતિકાત્મક તસવીર (Photo - Freepik)

Summer Drinks Ice Apple Tadgola Juice Benefits : ઉનાળામાં ગરમીથી બચવાના ઘણા ઉપાય છે. મોટાભાગના લોકો ગરમીમાં ઠંડક માટે શરબત, આઈસ્ક્રીમ, લસ્સી અને કોલ્ડ ડ્રિંકનુંસેવન કરતા હોય છે. જો કે બને ત્યાં સુધી નેચરલ ફૂડનું સેવન કરવામાં આવે તો હેલ્થને વધારે ફાયદો છે. આજે આપણે આવા જ સુપર ફ્રૂટ્સ વિશે વાત કરીશું જે માત્ર ઉનાળામાં આવે છે. આ ફ્રૂટનું સેવન કરવાથી ગરમીમાં રાહત મળે છે તેમજ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

તાડફળી ઉનાળાનું સુપર ફ્રુટ્સ (Ice Apple Tadgola)

તમે આઈસ એપલ ફ્રુટ્સ જોયું છે? ઉનાળામાં સફેદ રંગના નરમ ફુટ્સનું સેવન કરવાથી ગરમીમાં ઠંડક મળે છે. તેમજ આ ફ્રુટ્સમાં નારિયેળ પાણીને પણ ટક્કર આપવાની ક્ષમતા ધરાવે છે. સાથે સ્પર્ધા કરે છે. આ ફળમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ સાથે સારી માત્રામાં પાણી હોય છે, જે શરીર માટે ડિટોક્સિફાઇંગ ડ્રિંકની જેમ કામ કરે છે. તેમાં વિટામિન બી, ઝિંક, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ હોય છે. આ ફળનું નામ છે તાડફળી

તાડફળીનું ડ્રિંક પીવાથી પાચનક્રિયા ઝડપી બને છે અને શરીરમાં ફેટ મેટાબોલિઝમની ક્રિયા ઝડપી બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે. ઉપરાંત, તાડફળીમાં મૂત્રવર્ધક ગુણો પણ ભરપૂર માત્રામાં હોય છે જે મૂત્રાશયને સાફ કરવામાં અને શરીરને ડિટોક્સિ કરવામાં મદદ કરે છે અને હેલ્થ સારી રાખે છે. તો ચાલો, ઉનાળામાં આ ફળનું શરબત બનાવો અને પીવો.

તાડફળીનું ડ્રિંક બનાવવાની સામગ્રી

તાડફળી : 4 થી 5 નંગફુદીનોશેકેલા જીરાનો પાવડરમીઠુંલીંબુ,કાળું મીઠુંખાંડપાણી અને બરફ

તાડફળીનું ડ્રિંક બનાવવાની રીત

તાડફળીનું ડ્રિંક બનાવવા માટે સૌથી પહેલા 4 થી 6 તાડફળી લો અને તેની છાલ કાઢી લો. હવે તાડફળીને પાણીમાં બરાબર ધોઇ તેના નાના ટુકડા કરી લો. હવે મિક્સર જારમાં ફૂદીનાના થોડાક પાન, બરફ, લીંબુનો રસ અને ખાંડ નાખીને તેનો બરાબર જ્યુસ બનાવી લો. મિક્સરમાં ગ્રાઇન્ડિંગ કરતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તે વધારે જાડું કે પાતળું ન હોય.

હવે આ જ્યુસને એક વાસણમાં કાઢી તેમાં થોડુંક પાણી ઉમેરો. તેમાં સ્વાદ અનુસાર મીઠું અને કાળું મીઠું ઉમેરો. જ્યુસની ઉપર ગાર્નિશ માટે ઉપર શેકેલા જીરા પાવડર છાંટો અને મહેમાનોને સર્વ કરો.

આ પણ વાંચો | ઉનાળામાં દૂધી ખાવાથી સ્વાસ્થ્ય પર થતા ફાયદા અને ગેર ફાયદા,જાણો

લાંબા સમય સુધી સ્ટોરેજ કરી શકાય

તાડફળીના જ્યુસની એક ખાસિયત એ છે કે, તેને ફ્રીજમાં લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. આ માટે તમારે વધારે મહેનત કરવાની પણ જરૂર નથી. તમારે બસ આ મિશ્રણને તૈયાર કર્યા પછી એર ટાઇટ કાચના જારમાં સ્ટોર ફ્રિજમાં રાખો. પછી જ્યારે પણ ઘરે કોઇ મહેમાન આવ ત્યારે શરબત બનાવીને સર્વ કરો. આ શરબત સામાન્ય રીતે એક અઠવાડિયાથી 10 દિવસ સુધી રહી શકે છે. જો તમે અગાઉ ક્યારેય તાડફળીનું જ્યુસ ટ્રાય ન કર્યુ હોય તો આજે જ બનાવી મજા માણો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ