Summer Eye Care Tips: ગરમીથી આંખમાં બળતર, ખંજવાળ અને ઈન્ફેક્શનનો ડર; આ રીતે ઉનાળામાં આંખની કાળજી રાખો

Summer Eye Care Tips: ઉનાળાના તીવ્ર સૂર્યપ્રકાશથી આંખને નુકસાન થઇ શકે છે. ગરમીના દિવસોમાં આંખ લાલ થવી, બળતરા, ખંજવાળ અને ઈન્ફેક્શન થઇ શકે છે. આથી ઉનાળમાં આંખની કાળજી રાખવી જરૂરી છે.

Written by Ajay Saroya
May 02, 2025 16:54 IST
Summer Eye Care Tips: ગરમીથી આંખમાં બળતર, ખંજવાળ અને ઈન્ફેક્શનનો ડર; આ રીતે ઉનાળામાં આંખની કાળજી રાખો
Summer Eye Care Tips : ઉનાળામાં આંખની કાળજી રાખવાની ટીપ્સ. (Photo: Freepik)

Summer Eye Care Tips: આંખ શરીરનો સૌથી નાજુક અને મહત્વપૂર્ણ અંગ છે. સુંદર અને રંગબેરંગી દુનિયાને જોવા માટે સ્વસ્થ અને તંદુરસ્ત આંખો હોવી ખૂબ જ જરૂરી છે. આંખો આપણા શરીરનો એક મહત્વપૂર્ણ ભાગ છે અને તે ખૂબ જ સંવેદનશીલ હોય છે. આવી સ્થિતિમાં બદલાતા હવામાન અનુસાર સ્વાસ્થ્યની સાથે આંખોની પણ કાળજી રાખવી ખૂબ જરૂરી છે. ઉનાળાની ઋતુમાં ગરમ પવન અને ધૂળ ચહેરા પર હુમલો કરવા લાગે છે. ભારે ગરમ પવન અને ધૂળની સીધી અસર આપણી આંખો પર પડે છે. આંખોમાં કચરો જાય છે, જેના કારણે આંખોમાં ખંજવાળ અને પાણી આવવાની સમસ્યા વધારે રહે છે. પુણેની એએસજી આઇ હોસ્પિટલના આઇ સ્પેશિયાલિસ્ટ ડો.અનૂપ અશોક સદાફાલેએ જણાવ્યું હતું કે ઉનાળાની સીઝનમાં આંખની સંભાળ કેવી રીતે રાખવી.

ડો.અનૂપ અશોક સદાફલેના જણાવ્યા મુજબ ઉનાળામાં કડક સૂર્ય પ્રકાશ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી, પરંતુ આંખો માટે પણ હાનિકારક છે. આંખોમાં લાલાશ, આંખોમાં બળતરા, આંખમાં દુખાવો, આંખોમાં પાણી અને આંખોમાં ખંજવાળ આવવી એ ઉનાળામાં સામાન્ય સમસ્યાઓ છે. જો આંખોની પૂરતી કાળજી લેવામાં ન આવે તો તે આંખો માટે ગંભીર બની શકે છે. જો કે, આ બધી મુશ્કેલીઓ ઘરેલું અને સરળ પદ્ધતિઓ દ્વારા સરળતાથી સુધારી શકાય છે.

ઉનાળામાં આંખોની સંભાળ રાખવાની ટીપ્સ : Eye Care Tips In Summer

આપણે ઘણીવાર આપણી આંખની સંભાળની અવગણના કરીએ છીએ, જ્યારે જો આપણે આપણી આંખોની સંભાળ ન રાખીએ તો આપણી આંખોને ઘણું નુકસાન થઈ શકે છે. આપણે આપણી ત્વચા તેમજ આંખોની સંભાળ રાખવી જોઈએ. ઉનાળામાં ગરમ સૂર્યપ્રકાશ માત્ર તમારા સ્વાસ્થ્ય માટે જ હાનિકારક નથી, પરંતુ તમારી આંખો માટે પણ હાનિકારક છે.

સનગ્લાસ ચશ્મા પહેરો

ઉનાળામાં દિવસ દરમિયાન જ્યારે પણ ઘરની બહાર નીકળો ત્યારે સૂર્યના કિરણોથી આંખોને બચાવવા માટે ચશ્મા પહેરો. તે આંખોને હાનિકારક અલ્ટ્રાવાયોલેટ એ અને સૂર્યપ્રકાશના યુવી બી કિરણોથી સુરક્ષિત કરે છે.

બોડી હાઇડ્રેટેડ રાખો

ઉનાળામાં વધુ પડતો પરસેવો થવાથી શરીરમાંથી પાણીની માત્રા ઓછી થઇ શકે છે, જેના કારણે તમારી આંખોમાં શુષ્કતા આવી શકે છે. તેથી પૂરતું પાણી પીવો જેથી તમારું શરીર અને આંખો હંમેશા હાઇડ્રેટેડ રહે.

આંખોને ઠંડા રાખીથી સાફ કરો

આંખોને સાફ રાખવા માટે ઠંડા પાણીથી ધોઇ લો. ઠંડા પાણીથી આંખો ધોવાથી ધૂળ અને કણ દૂર થાય છે અને આંખોને ઠંડક મળે છે, જેનાથી આંખોનું સ્વાસ્થ્ય સારું રહે છે.

આંખોને ઠંડક આપો

ઉનાળામાં આંખોને ઠંડી રાખવા માટે ઠંડી વસ્તુઓ જુઓ. તે દૃષ્ટિમાં સુધારો કરી શકે છે અને તેમને આરામ આપી શકે છે. આરામ કરવા અને આંખોને ઠંડી કરવા માટે, તમે કાકડીનો ટુકડો આંખો પર મૂકી શકો છો.

પૂરતી ઊંઘ લેવી

આંખોને સ્વસ્થ અને સ્વસ્થ રાખવા માટે 6થી 8 કલાકની ઊંઘ જરૂરી છે, કારણ કે તેનાથી આંખોને આરામ મળે છે. પૂરતી ઊંઘ લેવાથી આંખોની સાથે સાથે સ્વાસ્થ્યને પણ ખૂબ જ ફાયદો થાય છે.

આંખો પર મસાજ કરો

જો કામ કરતી વખતે આંખો થાકી જાય છે, તો પછી દિવસ દરમિયાન થોડો આરામ આપવા માટે આંખોની માલિશ કરો. આનાથી આંખોને આરામ મળશે અને સૂર્યથી થતા નુકસાનને ઓછું કરશે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ