Summer Special Cocout Lassi Recipe : ઉનાળામાં કાળઝાળ ગરમીથી શરીરને ઠંડક આપવા માટે લોકો લસ્સી, જ્યૂસ, શેરડીનો રસ, લીબું સરબરત વગેરે પીતા હોય છે. તમે અત્યાર સુધી દહીં અને ફ્રટ્સમાંથી બનેલી લસ્સી પીધી હશે.પરંતુ આજે અમે તમારા માટે એક નવી સ્વાદિષ્ટ અને શરીરને ઉનાળામાં ઠંડક આપે તેવી ફેમસ શેફ સંજીવ કપૂરની કોકોનેટ લસ્સીની રેસિપી અહીં પ્રસ્તુત છે. કોકોનેટ લસ્સીના ફાયદા પણ અનેક છે.
કોકોનેટ લસ્સીની સામગ્રી
1 નારિયેલ2 3 કપ દહી3 પાણી વાળા નારિયેલની મલાઇ4 1/4 કપ ખાંડ5 નીંબુ રસ6 ગુલાબ જળ7 જરૂરિયાત મુજબ બરફ
આ પણ વાંચો : Breakfast : આ યુનિક સફરજન અને નાળિયેરનું સલાડ શા માટે હેલ્ધી બ્રેકફાસ્ટ ઓપ્શન ગણી શકાય?
કોકોનેટ લસ્સી બનાવવાની રીત
સૌપ્રથમ કોકોનેટ લસ્સી બનાવવા માટે સૌપ્રથમ નારિયેલના પાણી અને મલાઇને મિક્સ પર નાંખો. આ પછી તેમાં દહીં, લીંબુ, ખાંડ,ગુલાબ જળ અને બરફના ટુંકડા નાંખો. પછી મિક્સરમાં તેને ફેરવી લો. આ પછી કોકોનેટ લસ્સીને જ્યૂસ ગ્લાસ કે નારિયેલમાં સર્વ કરી શકો છો.





