summer superfoods : ગરમીની સિઝનમાં શરીરને ઠંડુ અને હાઇડ્રેટેડ રાખવું ઘણું જરૂરી હોય છે. જોકે આજના સમયમાં ભાગદોડ ભર્યા જીવનમાં ઘણી વખત સંભવ બની શકતું નથી. આવા સમયે તમે પોતાના ખાનપાનમાં કેટલીક વસ્તુઓને સામેલ કરીને પોતાની બોડીને હાઇડ્રેટ રાખી શકો છો. અહીં અમે કેટલા ગરમીની સિઝનમાં ખવાતા સુપરફુડ્સ લઇને આવ્યા છીએ જેને તમે પોતાની ડાયેટમાં સામેલ કરી શકો છો.
કાકડી અને ખીરા
તમે ખીરા અને કાકડી ખાવામાં સામેલ કરી શકો છો. ખીરા અને કાકડીમાં પાણીની માત્રા વધારે હોય છે. જેના કારણે તે શરીરને ઠંડું કરે છે. આ પાચનને સુધારવામાં પણ ઘણું મદદ કરે છે અને સ્કિનને હેલ્ધી બનાવે છે.
નાળિયેર પાણી
ઉનાળાની ઋતુમાં તમે નારિયેળ પાણીને તમારા આહારમાં જરૂર સામેલ કરો. તેમાં કુદરતી ઇલેક્ટ્રોલાઇટ્સ હોય છે, જે શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ કરે છે. તેને પીવાથી ડિહાઇડ્રેશન અને ગરમીના કારણે થાક પણ દૂર થાય છે. તમે ઉનાળામાં તરબુચ પણ ખાઇ શકો છો.
દહીં અને છાશ
ઉનાળાની ઋતુમાં દહીં અને છાશ ખાવાથી ખૂબ જ લાભ થાય છે. તેને ખાવાથી શરીર ઠંડુ રહે છે અને પેટ પણ ભરેલું લાગે છે. આ બંને ખાવાથી પેટની સમસ્યાઓ પણ દૂર થાય છે.
આ પણ વાંચો – વૃદ્ધાવસ્થામાં પણ રોગ અને પીડા વગર ફિટ રહેવું છે, તો આજથી જ આ 6 આદતોનો અમલ શરુ કરી દો
ફુદીના અને ધાણા
તમે તમારા આહારમાં ફુદીના અને ધાણા પણ સામેલ કરી શકો છો. તમે તેમાંથી ચટણી પણ બનાવી શકો છો. તેની તાસીર ર ઠંડી હોય છે, જે શરીરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. તમે ચટણી ઉપરાંત લીંબુ-ફુદીનાનું પાણી પણ લઈ શકો છો.
બીલાનું શરબત
ઉનાળાની ઋતુમાં બજારમાં બીલા આવવા લાગે છે. આ કિસ્સામાં તમે તેનું શરબત બનાવી શકો છો. તેને પીવાથી એસિડિટીથી રાહત મળે છે. તેને પીવાથી શરીર ઠંડુ અને હાઇડ્રેટેડ રહે છે.





