Brain Stroke: માથાનો દુખાવો કે ચક્કર આવવા, આ ખૂબ જ સામાન્ય લક્ષણોને ન કરો નજરઅંદાજ, બ્રેઈન સ્ટ્રોકનો વધી શકે છે સંકટ

કેટલાક ગંભીર રોગોના લક્ષણો ખૂબ જ સામાન્ય છે. જો આપણે તેની અવગણના કરીએ છીએ, તો આપણે ભવિષ્યમાં કોઈ મોટી બીમારીનો ભોગ બની શકીયે છીએ.

Written by Ashish Goyal
October 31, 2022 15:49 IST
Brain Stroke: માથાનો દુખાવો કે ચક્કર આવવા, આ ખૂબ જ સામાન્ય લક્ષણોને ન કરો નજરઅંદાજ, બ્રેઈન સ્ટ્રોકનો વધી શકે છે સંકટ
બ્રેન સ્ટ્રોક આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે (Image: Freepik)

Symptoms of Brain Stroke: બ્રેન સ્ટ્રોકના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આ રોગ મોટાભાગે યુવાન વસ્તીમાં જોવા મળે છે. બ્રેન સ્ટ્રોક એક ન્યુરોલોજીકલ સ્થિતિ છે જેમાં મગજમાં અંદર અચાનક હુમલો થાય છે. બ્રેન સ્ટ્રોકની સમસ્યા આપણા મગજને રક્ત પુરવઠો કરતી રક્તવાહિનીઓનું ભંગાણ અથવા મગજની નસોને બ્લોક થવાને લીધે થાય છે. દેશમાં દર વર્ષે લગભગ 18 લાખ લોકો બ્રેન સ્ટ્રોકની સમસ્યાનો સામનો કરે છે અને તેમાંથી લગભગ 30 ટકા લોકોની તેનાથી મોત થઇ જાય છે.

બ્રેન સ્ટ્રોક આપણા સ્વાસ્થ્ય માટે ખતરનાક છે. જે આપણા મગજના કેટલાક ભાગમાં નુકશાન પહોંચાડે છે કે તેની ભારે તીવ્રતાના કારણે વિકલાંગતા કે મૃત્યુ થઇ શકે છે. સ્ટ્રોકના લક્ષણોને જાણવા આપણા માટે ખુબજ જરૂરી છે જેથી સમય પર સારવાર થઇ શકે. સ્વાસ્થ્યના કેસોની જાણકારી મુજબ સ્ટ્રોકના લક્ષણો કેટલાક મહિનામાંજ દેખાઈ જાય છે, પરંતુ ઘણા લોકો તેને અવગણે છે, જેનું પરિણામ ગંભીર આવે છે. તો આવો જાણીએ બ્રેન સ્ટ્રોકના લક્ષણો વિષે,

બ્રેન સ્ટ્રોકના લક્ષણો

  1. બ્રેન સ્ટ્રોકની શરૂઆતના લક્ષણ ખુબજ સામાન્ય હોય છે.તેના લીધે તેને લોકો ગંભીરતાથી લેતા નથી. વિશેષયજ્ઞોનું કહેવું છે કે ચક્કર આવવા, બેભાન આ બધા બ્રેન સ્ટ્રોકના લક્ષણ હોઈ શકે છે. જો આવું કઈ હોય તો, તમારે તુરંત તમારા સ્વાસ્થ્ય વિશેષયજ્ઞની સલાહ લેવી જોઈએ.
  2. વર્ટૅબ્રોબૈસીલર ધમની સેરીબેલમ, પૉન્સ, મિડબ્રેન, થૈલેંસ અને ઓસિસીપીટીટલ કોર્ટેક્ષને પ્રવાહીનું પુરવઠો પૂરો પાડે છે. પોસ્ટીરીયર સર્કુલેશન સ્ટ્રોકના લીધે બને છે જયારે કરોડરજ્જુમાં લોહીનો પ્રવાહ બંધ થઈ જાય છે.
  3. ક્યારેક ક્યારેક આ સંકેત સ્ટ્રોકની પહેલા કે પછીના સપ્તાહો કે મહિનાઓમાં પ્રકટ થઇ શકે છે. સ્ટ્રોકની પહેલાના લક્ષણ હળવા અને ક્ષણિક ઇસ્કેમિક હુમલા છે. જયારે તમને સામાન્ય મગજનો હુમલો, તો એક મુખ્ય કારણ મગજમાં ઓક્સિજનનો અસ્થાયી અભાવ હોઈ શકે છે
  4. અચાનક માથાનો દુખાવો અને કારણ વગર મોટી સમસ્યા સાથે ચાલવામાં તકલીફ પડી રહી છે. જો તમને અચાનક ચક્કર આવે, શરીરનું સંતુલન બનાવી રાખવામાં પરેશાની થઇ રહી છે અથવા અજવાળામાં પણ દેખાતું નથી, તો બ્રેન સ્ટ્રોકનો સંકેત છે.
  5. ચક્કર આવ્યા સિવાય બ્રેન સ્ટ્રોકની શરૂઆતના લક્ષણોમાં હાથ માં નબળાઈ, પગમાં નબળાઈ, શરીરના એક ભાગમાં લકવો શામીલ છે. બ્રેન સ્ટ્રોકથી પીડિત લોકોને વારંવાર શબ્દો ભૂલી જવાની આદત હોય છે. વિચારવા અને બોલવામાં માટે વ્યક્તિને શૈ શબ્દ પસંદ કરવો મુશ્કેલ બની જાય છે. તે પણ નુકશાન કરે છે.

Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Loading...
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ