Tameta no olo Recipe | રીંગણના ઓળાને પણ ટક્કર મારશે ટામેટાનો ઓળો, થોડીજ મિનિટોમાં બની જશે

રીંગણ નો ઓળો બનતા વાર લાગે પણ આ ટામેટાનો ઓળો તો ઝટપટ બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ટામેટાનો ઓળો રેસીપી

Written by shivani chauhan
November 04, 2025 13:47 IST
Tameta no olo Recipe | રીંગણના ઓળાને પણ ટક્કર મારશે ટામેટાનો ઓળો, થોડીજ મિનિટોમાં બની જશે
Tameta no Olo Recipe Winter Special recipe

Tameta no olo Recipe | શિયાળો શરૂ થઇ ગયો છે, આ ઋતુમાં રીંગણનો ઓળો ખાવાની મજા પડે છે ! પરંતુ તે ભરતું બનતા થોડો ટાઈમ લાગે છે, પણ તમે સાદો અને ટેસ્ટી માત્ર 5-10 મિનિટમાં બની શકે એવો ટામેટાનો ઓળો બનાવી શકો છો જે ખુબજ ટેસ્ટી બને છે તમે બીજા શાક ભૂલી જશો, આ યુનિક રેસીપી બધાને ભાવશે.

રીંગણ નો ઓળો બનતા વાર લાગે પણ આ ટામેટાનો ઓળો તો ઝટપટ બની જાય છે અને ખુબજ સ્વાદિષ્ટ બને છે, અહીં જાણો ટામેટાનો ઓળો રેસીપી

ટામેટાનો ઓળો રેસીપી

ટામેટાનો ઓળો રેસીપી સામગ્રી

  • 2 ચમચી તેલ
  • 5-6 લસણની કળી
  • 3-4 સૂકા લાલ મરચાં
  • 6 મધ્યમ કદના ટામેટાં
  • 1 પાતળી સમારેલી ડુંગળી
  • 2 ચમચી શેકેલા અને અધકચરા વાટેલા સીંગદાણા

ટામેટાનો ઓળો બનાવાની રીત

  • એક કડાઈમાં 2 ચમચી તેલ ગરમ કરો.ધીમાથી મધ્યમ તાપે 5-6 લસણની કળી અને 3-4 સૂકા લાલ મરચાંને સોનેરી થાય ત્યાં સુધી તળી લો.
  • લસણ સોનેરી થાય અને મરચાં બરાબર તળાઈ જાય એટલે તેને કડાઈમાંથી કાઢીને બાજુ પર રાખો.
  • એ જ કડાઈમાં 1 પાતળી સમારેલી ડુંગળી ધીમાથી મધ્યમ તાપે સાંતળી લો.
  • પછી, 6 મધ્યમ કદના ટામેટાં, અડધા કાપીને ઉમેરો. જો જરૂર લાગે તો થોડું પાણી છાંટો. ઢાંકીને નરમ થાય ત્યાં સુધી ચઢવા દો! તેની છાલ કાઢી લો અને મિશ્રણને થોડું ઠંડું થવા દો.
  • હવે,હાથથી બધું ભેગું મસળી લો, હવે તમે શેકેલા અને અધકચરા વાટેલા સીંગદાણા ઉમેરો (આ વૈકલ્પિક છે).
  • છેલ્લે, એક મુઠ્ઠીભર તાજી કોથમીર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બરાબર મિક્સ કરો અને સર્વ કરો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ