Fruits Health Benefits In Gujarati | દરેક વ્યક્તિ જાણે છે કે ફળો (fruits) પોષક તત્વોનો પાવરહાઉસ છે અને સ્વાસ્થ્ય લાભો ધરાવે છે. એનર્જી પૂરી પાડવાથી લઈને પાચન અને રોગપ્રતિકારક શક્તિ વધારવા સુધી, ફળો ઘણી રીતે મદદ કરે છે. તેથીજ ઉપવાસમાં પણ ફળ ખાવામાં આવે છે, જો કે યોગ્ય સમયે ફળો ખાવાથી તેમના ફાયદા વધી શકે છે. શું તે જાણો કયા ફળ ક્યારે ખાવાથી અદભુત ફાયદા થઇ શકે?
ઇન્સ્ટાગ્રામ પર ફિટનેસ ટ્રેનર માઈકલ ડીન દ્વારા શેર કરાયેલ પોસ્ટમાં નિયમિતપણે વજન ઘટાડવા માટેની ટિપ્સ આપી છે, તેમણે ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સમજાવ્યું કે ફળો ક્યારે ખાવા અને ફળ ખાવાના ફાયદા ક્યારે મહત્વ મળી શકે?
ફ્રૂટ ખાવાની સાચી રીત
- અનાનસ : કસરત પછી અનેનાસ ખાઓ કારણ કે તેમાં બ્રોમેલેન નામનું પાચન ઉત્સેચક હોય છે. તે પ્રોટીનને તોડવામાં મદદ કરે છે. સ્નાયુઓની રિકવરી માટે પ્રોટીન જરૂરી હોવાથી બ્રોમેલેન કુદરતી પાચન બૂસ્ટર તરીકે કાર્ય કરે છે, જે પ્રોટીનને સરળતાથી શોષવામાં મદદ કરે છે.
- દાડમ : કસરત કરતા પહેલા દાડમ ખાવું શ્રેષ્ઠ છે. તેમણે કહ્યું કે ‘કસરત કરતા પહેલા દાડમ ખાઓ કારણ કે પોલીફેનોલ્સ અને નાઈટ્રેટ્સ રક્ત પ્રવાહ વધારવામાં મદદ કરી શકે છે.’
- કેળા : જ્યારે તમને થાક લાગે ત્યારે કેળું ખાઓ, કારણ કે તેમાં ખાંડનું પ્રમાણ સૌથી વધુ હોય છે. આંતરડાના સ્વાસ્થ્યને સુધારવા માટે કાચું કેળું ખાઓ, કારણ કે તેમાં વધુ પ્રતિરોધક સ્ટાર્ચ હોય છે.
- લીંબુ : સવારે લીંબુ પાણી પીવો. તેમાં રહેલું વિટામિન સી રોગપ્રતિકારક શક્તિ વધારે છે, ચયાપચય શરૂ કરવામાં મદદ કરે છે અને ઇલેક્ટ્રોલાઇટ્સને સંતુલિત કરે છે.
- બ્લુબેરી : માઇકલે સૂચવ્યું કે ‘બ્લૂબેરીને સમયસર ખાઈ શકાય છે અને તે દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે, કારણ કે તે એન્ટીઑકિસડન્ટોથી ભરપૂર છે જે બળતરા ઘટાડે છે. તેને સ્મૂધીમાં ઉમેરી શકાય છે. તેને સાંજના નાસ્તા તરીકે ખાઈ શકાય છે. તે એક હેલ્ધી નાસ્તા ઓપ્શન છે.