ડાયાબિટીસના દર્દીઓ આ રીતે ભાત ખાઈ શકે, બ્લડ સુગર લેવલ પર અસર ઓછી થશે!

હકીકતમાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ પંચાલના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં થોડી વસ્તુ ઉમેરવાની ખાતરી કરો. અહીં જાણો

Written by shivani chauhan
October 08, 2025 12:24 IST
ડાયાબિટીસના દર્દીઓ આ રીતે ભાત ખાઈ શકે, બ્લડ સુગર લેવલ પર અસર ઓછી થશે!
rice for diabetic

ડાયાબિટીસ (DIabetes) ના દર્દીઓને ભાત ન ખાવાની સલાહ આપવામાં આવે છે. તેનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ (GI) ખૂબ વધારે હોય છે અને તેમાં ફાઇબર ઓછું હોય છે, જે બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. પરંતુ શું ખરેખર ડાયાબિટીસના દર્દીઓએ ભાત ખાવાનું ટાળવું જોઈએ?

પરંતુ એક હેલ્થ એક્સપર્ટના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. જોકે ભાત ખાવાની સાચી રીત જાણવાથી બ્લડ સુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ મળશે.અહીં જાણો

હકીકતમાં ન્યુટ્રિશનિસ્ટ શ્વેતા શાહ પંચાલના મતે ડાયાબિટીસના દર્દીઓ ભાત ખાઈ શકે છે. બ્લડ સુગરનું સ્તર વધતું અટકાવવા માટે ભાત રાંધતી વખતે તેમાં થોડી વસ્તુ ઉમેરવાની ખાતરી કરો.

ડાયાબિટીસના દર્દીઓ માટે ભાત ખાવાની સાચી રીત

ભાતને મોટી માત્રામાં પાણીમાં ઉકાળો (૧:૬ ગુણોત્તર). એટલે કે, ચોખાના પ્રમાણ કરતાં છ ગણું વધુ પાણી ઉમેરો. રાંધ્યા પછી બાકી રહેલું પાણી ગાળી લો. આનાથી સ્ટાર્ચનું પ્રમાણ ઓછું થાય છે.ચોખાને બાફતી વખતે તેમાં તજ નાખો, જે ખાંડને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.ચોખામાં એક ચમચી ઘી ઉમેરવાથી તેની ગ્લાયકેમિક અસર ઓછી થાય છે, જે લોહીમાં સુગર લેવલને વધતા અટકાવે છે.ભાત ક્યારેય સાદા ન ખાવા જોઈએ. તેમાં હંમેશા પ્રોટીન અને ફાઇબરનો સમાવેશ થવો જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ