ગેસ્ટ્રીકની તકલીફ એક એવી તકલીફ છે જેનાથી મોટાભાગના લોકો પરેશાન છે. હેલ્થ એક્સપર્ટ મુજબ જો ડાયટ અને લાઈફ સ્ટાઇલમાં ચેન્જ ન થાય તો ઉંમર વધતા આ તકલીફ વધે છે. જમ્યા પછી ઓડકાર આવવો, પેટમાં ગેસ રહેવો, શ્વાસમાં દુર્ગંધ આવવી, પેટમાં દુખાવો, ઓડકાર આવવા, પેટ ફૂલવું, પેટમાં સોજો આવવો, ખાતા ઓડકાર આવવા, કબજિયાત અને ઝાડની ફરિયાદ રહેતી હોય તો તે ગેસ્ટ્રીક પ્રોબ્લેમના મુખ્ય લક્ષણ છે.
ગેસ્ટ્રીક પ્રોબ્લેમ ક્યાં કારણોથી થાય છે જેને અનિયંત્રિત ખાવા-પીવાની આદત, મસાલેદાર ભોજનનું સેવન, જમવાનું સરખી રીતે ચાવીને ન ખાવું, પાચન સંબંધી તકલીફ, જીવાણુ સંક્ર્મણ, તણાવ અને સ્ટ્રેસના કારણે ગેસ્ટ્રીકની તકલીફ થઇ શકે છે. ફોર્ટિસ હોસ્પિટલ નોઈડામાં ડોક્ટર નીતિન ઝા મુજબ ગેસ્ટ્રીકની તકલીફમાં કેટલાક ફૂડ્સનું સેવન ઝેરની જેમ અસર કરે છે. આવો જાણીએ કે ગેસ્ટ્રીકની તકલીફમાં ક્યાં ફૂડ્સથી દૂર રહેવું જરૂરી છે.
આ પણ વાંચો: તણાવ ઓછો કરી જિંદગીને સરળ બનાવની ટિપ્સ, જાણો ટ્વિન્કલ ખન્ના પાસેથી
ફાસ્ટ ફૂડ્સનું સેવન ઝેરથી ઓછું નથી:
ગેસ્ટ્રીકની તકલીફ ધરાવતા લોકોએ ફાસ્ટ ફૂડ્સનું સેવન કરવાથી દૂર રહેવું જોઈએ. ફાસ્ટ ફુડ્સમાં ફાઈબરની માત્રા ઓછી હોઈ છે જેથી તેનું સેવન કરવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરતુ નથી અને પાચન પર જોર પડે છે. આ ફૂડ્સ કબજિયાતની તકલીફ વધારે છે અને પાઈલ્સનું કારણ બની શકે છે. જે લોકોને ગેસ્ટ્રીકની તકલીફ છે તો ફાસ્ટ ફોડસનું સેવન ન કરવું જોઈએ.
બીન્સનું સેવન ટાળવું :
જે લોકોને ગેસની તકલીફ હોઈ તેઓએ બીન્સનું સેવન ન કરવું જોઈએ, બીન્સમાં રેફિનોજ હાજર હોય છે જેના કારણે તે સરળતાથી પચતું નથી. રેફિનોલ જ્યારે નાના અને મોટા આંતરડામાં થઇને બેકટેરીયા દ્વારા તૂટે છે તો કાર્બન ડાયોક્સાઇડ, મીથેન જેવા ગેસનું ઉત્પાદન કરે છે. જો તમને ગેસ્ટ્રીક પ્રોબ્લેમ છે તો જેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.
આ પણ વાંચો: સતત શરદી- તાવ અને છીંક અસ્થમાના સંકેત છે? જાણો ટિપ્સ બાબા રામદેવ પાસેથી ટિપ્સ
કોલ્ડ ડ્રિન્કથી દૂર રહેવું:
જો તમને એસીડીટીની તકલીફ હોઈ તો કોલ ડ્રિન્કનું સેવન કરવું ન જોઈએ. કોલ્ડ ડ્રિન્કનું સેવન કરવાથી તમને પેટની લાઇનિંગને નુકસાન પહોંચી શકે છે, જો તમને જમ્યા પછી કોલ્ડ ડ્રિન્કની આદત હોય તો તરત બદલી નાખો.
સાઇટ્રેસ ફ્રૂટ્સનું સેવન વધારે તકલીફ:
જે લોકોને ગેસ્ટ્રીક પ્રોબ્લેમ છે એ લોકોએ સાઇટ્રેટ ફ્રૂટ્સનું સેવન જેમ કે, સંતરા, અનાનસ, ડુંગળી. દ્રાક્ષ વગેરેનું સેવન ન કરવું જોઈએ. સાઇટ્રેસ ફ્રૂટ્સ સિવાય તમે કોફી, કોલ્ડ ડ્રિન્ક, ટમાટર જ્યુસ, આલ્કોહોલનું સેવન પણ ન કરવું જોઈએ.