Thyroid | થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક સુપરફૂડ્સ : શું ખાવું? અને શું ટાળવું?

થાઇરોઇડ માટે ફાયદાકારક સુપરફૂડ્સ | થાઇરોઇડ ગ્રંથિ ગળામાં ગરદનની વચ્ચે હોય છે. આ ગ્રંથિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણા શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ હોર્મોન્સ ખાસ કરીને આપણી ત્વચા, હૃદય, મગજ, સ્નાયુઓ, આંતરડા, વાળ અને ત્વચાને અસર કરે છે.

Written by shivani chauhan
September 12, 2025 11:05 IST
Thyroid | થાઇરોઇડના દર્દીઓ માટે ફાયદાકારક સુપરફૂડ્સ : શું ખાવું? અને શું ટાળવું?
Superfoods for Thyroid

Thyroid | થાઇરોઇડ ગ્રંથિ (thyroid gland) શરીરના ચયાપચયને નિયંત્રિત કરે છે. તેના અસંતુલનને કારણે થાક, વજન વધવું-ઘટાડવું, મૂડ સ્વિંગ અને સ્કિનની સમસ્યાઓ થઈ શકે છે. થાઇરોઇડની સમસ્યા પુરુષો કરતા સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, જેમાં હોર્મોન્સ પરિબળ, ઓટોઇમ્યુન કન્ડિશન, આનુવંશિક પરિબળો અને તણાવ સહિતના ઘણા કારણો જવાબદાર હોય છે. એવું માનવામાં આવે છે કે દર આઠમાંથી એક મહિલાને તેના જીવનકાળમાં થાઇરોઇડની સમસ્યા થવાની સંભાવના છે.

થાઇરોઇડ ગ્રંથિ ગળામાં ગરદનની વચ્ચે હોય છે. આ ગ્રંથિ આપણા શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે આપણા શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. થાઇરોઇડ હોર્મોન્સ ખાસ કરીને આપણી ત્વચા, હૃદય, મગજ, સ્નાયુઓ, આંતરડા, વાળ અને ત્વચાને અસર કરે છે.

થાઇરોઇડ ના દર્દીઓ યોગ્ય આહાર અને જીવનશૈલીમાં નાના ફેરફારોથી થાઇરોઇડની સ્થિતિ સુધારી શકાય છે. અહીં આપેલ સુપરફૂડ્સની સમસ્યામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે.

થાઇરોઇડ માટે સુપરફૂડ્સ

  • આયોડિનથી ભરપૂર ખોરાક : આયોડિન થાઇરોઇડ હોર્મોનના ઉત્પાદનમાં સૌથી મહત્વપૂર્ણ પોષક તત્વો છે. તેની ઉણપ હાઇપોથાઇરોડિઝમ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. થાઇરોઇડના દર્દીઓએ ડેરી ઉત્પાદનો, ઇંડા વગેરે ખાવું જોઈએ.
  • સેલેનિયમથી ભરપૂર આહાર : સેલેનિયમ થાઇરોઇડ હોર્મોન્સને સક્રિય બનાવવામાં મદદ કરે છે અને થાઇરોઇડ કોષોને નુકસાનથી બચાવે છે.
  • થાઇરોઇડના દર્દીઓ સૂર્યમુખીના બીજ, ટુના ફિશ અને સૅલ્મોન ફિશ ખાઈ શકે છે.
  • ઝીંકથી ભરપૂર ખોરાક : થાઇરોઇડ હોર્મોન્સના સંશ્લેષણ અને સંતુલન માટે ઝીંક જરૂરી છે. થાઇરોઇડના દર્દીઓ માંસ, કઠોળ, કોળાના બીજ, ચણા વગેરે ખાઈ શકે છે.
  • ફાઇબરથી ભરપૂર ખોરાક : ફાઇબર પાચનમાં સુધારો કરે છે અને થાઇરોઇડ સંબંધિત કબજિયાતમાં રાહત આપે છે. થાઇરોઇડના દર્દીઓ ફળો (સફરજન, નાસપતી), શાકભાજી, આખા અનાજનું સેવન કરી શકે છે.

જીવલેણ હૃદય સંબંધી રોગોનું જોખમ ઘટાડે છે આ એક ફળ, ઘણા લોકો માને છે સુપરફૂડ

શું સાવધાની રાખવી?

  • સોયા પ્રોડક્ટસ: સોયામાં હાજર આઇસોફ્લેવોન્સ થાઇરોઇડ હોર્મોન્સના ઉપયોગમાં દખલ કરી શકે છે.
  • ક્રુસિફેરસ શાકભાજી: બ્રોકોલી, કોબીજ, ફલાવર જેવી શાકભાજી થાઇરોઇડને અસર કરી શકે છે. તેમને સંતુલિત માત્રામાં ખાઓ.
  • આલ્કોહોલ અને કેફીન: આનું વધુ પડતું સેવન થાઇરોઇડ ગ્રંથિને નબળી બનાવી શકે છે અને દવાઓની અસર ઘટાડી શકે છે.

હેલ્થ ટિપ્સ

સંતુલિત આહાર લો, જેમાં પૂરતા પ્રમાણમાં આયોડિન, સેલેનિયમ અને ઝિંકનો સમાવેશ થાય છે. પૂરતું પાણી પીઓ અને પાચન સ્વસ્થ રાખો. ડૉક્ટરની સલાહ મુજબ દવાઓ અને પૂરક લો. નિયમિત યોગ અને કસરત થાઇરોઇડને સંતુલિત કરવામાં મદદ કરે છે.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ