Health Tips : થાઇરોઇડ અને તમારી પ્રજનન ક્ષમતા વચ્ચે શું સંબંધ છે? શુ થાઇરોઇડ પ્રજનનક્ષમતા પર અસર કરી શકે?

Health Tips : સ્વસ્થ વજન જાળવી રાખવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી પ્રજનનક્ષમતા અને થાઇરોઇડ આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે.

Written by shivani chauhan
September 23, 2023 09:27 IST
Health Tips : થાઇરોઇડ અને તમારી પ્રજનન ક્ષમતા વચ્ચે શું સંબંધ છે? શુ થાઇરોઇડ પ્રજનનક્ષમતા પર અસર કરી શકે?
હેલ્થ ટીપ્સ થાઇરોઇડ પ્રજનન ક્ષમતાને અસર કરી શકે છે (અનસ્પ્લેશ)

જો તમે કોઈપણ પ્રકારના થાઈરોઈડ (thyroid) થી પીડિત છો, તો તમને પ્રજનનક્ષમતા સમસ્યાઓ(fertility problems) પણ થઈ હોય. એપોલો ફર્ટિલિટી બ્રુકફિલ્ડના વરિષ્ઠ સલાહકાર, પ્રજનન અને IVF ડૉ. સંગીતા આનંદના જણાવ્યા અનુસાર, થાઇરોઇડ ગ્રંથિ અને પ્રજનનક્ષમતા વચ્ચેની કડી નોંધપાત્ર છે, કારણ કે થાઇરોઇડ ગ્રંથિ ચયાપચય(metabolism), મૂડ અને પ્રજનનક્ષમતા સહિત વિવિધ શારીરિક કાર્યોને કંટ્રોલ કરવા માટે મહત્વપૂર્ણ હોર્મોન્સ ઉત્પન્ન કરે છે. જ્યારે થાઇરોઇડની વાત આવે છે ત્યારે, ખાસ કરીને હાઇપોથાઇરોડિઝમ (ઓછી થાઇરોઇડ કાર્ય) ના કિસ્સામાં, તે પ્રજનન પર નોંધપાત્ર અસર કરી શકે છે.

હાઈપોથાઈરોડિઝમ અને હાઈપરથાઈરોઈડિઝમ બંને પ્રજનનક્ષમતામાં દખલ કરી શકે છે. ડૉ. કલ્યાણી શ્રીમાળી, ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, નોવા IVF ફર્ટિલિટી, ઇન્દોર, જણાવ્યું હતું કે હાઇપોથાઇરોડિઝમ અનિયમિત સમયગાળો, ઓવ્યુલેશનનો અભાવ અને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી તરફ દોરી શકે છે, જ્યારે હાઇપરથાઇરોઇડિઝમ માસિક ચક્રને વિક્ષેપિત કરી શકે છે અને પ્રારંભિક કસુવાવડનું જોખમ વધારી શકે છે.

આ પણ વાંચો: Diabetes Diet Tips : તહેવારોની સિઝનમાં આ 5 ખોરાકથી બ્લડ સુગર વધી શકે,ડાયાબિટીસને કંટ્રોલ કરવા આ 6 ટિપ્સ અસરકારક

થાઇરોઇડ અને તમારી પ્રજનન ક્ષમતા વચ્ચે શું સંબંધ છે?

થાઇરોઇડ હોર્મોન્સ અને પ્રજનન: થાઇરોઇડ હોર્મોન્સ માસિક ચક્ર, ઓવ્યુલેશન અને ગર્ભાશયના અસ્તરના વિકાસને પ્રભાવિત કરે છે. થાઇરોઇડ હોર્મોન્સમાં અસંતુલન આ પ્રક્રિયાઓને વિક્ષેપિત કરી શકે છે, જે અનિયમિત માસિક ચક્ર, ઓવ્યુલેશનનો અભાવ અને બદલાયેલ ગર્ભાશયના કાર્ય તરફ દોરી જાય છે.

એન્ડોમેટ્રિઓસિસ: એન્ડોમેટ્રિઓસિસ ધરાવતી સ્ત્રીઓમાં હાઇપોથાઇરોડિઝમ વધુ સામાન્ય છે, એક એવી સ્થિતિ જે પ્રજનન સમસ્યાઓનું કારણ પણ બની શકે છે.

ઓછી કામવાસના: હાઈપોથાઈરોડીઝમ ઓછી કામવાસનાનું કારણ બની શકે છે, જે યુગલો માટે નિયમિતપણે સેક્સ કરવાની શક્યતા ઓછી કરી શકે છે.

કસુવાવડ: હાઈપોથાઈરોડિઝમ ધરાવતી સ્ત્રીઓને કસુવાવડ થવાની શક્યતા વધુ હોય છે, ખાસ કરીને જો તેમનું થાઈરોઈડ કાર્ય સારી રીતે નિયંત્રિત ન હોય.

એનોવ્યુલેશન: એનોવ્યુલેશનની ગેરહાજરી, હાઈપોથાઈરોડિઝમ ધરાવતી સ્ત્રીઓમાં સામાન્ય છે. ઓવ્યુલેશન વિના, વિભાવના અશક્ય છે.

જો તમને થાઇરોઇડ હોય તો તમારે પ્રજનનક્ષમતા સમસ્યાઓથી બચવા માટે જીવનશૈલીમાં આ ફેરફારો કરી શકોજો તમને થાઈરોઈડની સમસ્યા છે અને તમે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહ્યાં છો, તો જીવનશૈલીમાં કેટલાક ફેરફારો છે જેને તમે ધ્યાનમાં લઈ શકો છો.

દવા અને દેખરેખ: જો તમને થાઇરોઇડ ડિસફંક્શન હોવાનું નિદાન થયું હોય, તો હેલ્થકેર પ્રોવાઇડરનો કોન્ટેક્ટ કરો. થાઇરોઇડ દવા (દા.ત., હાઇપોથાઇરોડિઝમ માટે લેવોથાઇરોક્સિન) થાઇરોઇડ હોર્મોનના સ્તરને સામાન્ય બનાવવામાં મદદ કરી શકે છે.

પોષણ: પર્યાપ્ત આયોડિન અને સેલેનિયમ સાથેનો સંતુલિત આહાર થાઇરોઇડ કાર્યને ટેકો આપી શકે છે. વ્યક્તિગત માર્ગદર્શન માટે ન્યુટ્રિશનિસ્ટ અથવા એન્ડોક્રિનોલોજિસ્ટની સલાહ લો. વધુમાં, આ સ્થિતિ ધરાવતી સ્ત્રીઓએ સોયા પ્રોડક્ટસ ટાળવા જોઈએ.

સીફૂડ, સીવીડ અને આયોડીનયુક્ત મીઠું જેવા સ્ત્રોતો દ્વારા પૂરતા પ્રમાણમાં આયોડીનનું સેવન સુનિશ્ચિત કરવું જોઈએ અને આયોડિન અને અન્ય પ્રજનનક્ષમ પોષક તત્વો ધરાવતા પ્રિનેટલ વિટામિન્સનો ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ.

આ પણ વાંચો: Health Tips :ખભાના દુખાવાથી પરેશાન છે? આટલું ધ્યાન રાખો, દુખવામાંથી રાહત મળી શકે

સ્ટ્રેસ કંટ્રોલ: વધારે ટેંશન થાઇરોઇડ કાર્યને અસર કરી શકે છે અને માસિક ચક્રને વિક્ષેપિત કરી શકે છે. યોગ, ધ્યાન અને આરામની તકનીકો જેવી પ્રેક્ટિસ મદદ કરી શકે છે. થાઇરોઇડ કાર્યને ટેકો આપવા માટે દરરોજ રાત્રે 7-8 કલાકનું લક્ષ્ય રાખીને, પૂરતી ઊંઘને ​​પ્રાધાન્ય આપો.

નિયમિત કસરત: સ્વસ્થ વજન જાળવી રાખવું અને નિયમિત શારીરિક પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવાથી પ્રજનનક્ષમતા અને થાઇરોઇડ આરોગ્ય પર સકારાત્મક અસર પડે છે.

ધુમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન ટાળો: ધૂમ્રપાન અને વધુ પડતા આલ્કોહોલનું સેવન પ્રજનન ક્ષમતા અને થાઈરોઈડના કાર્યને પ્રતિકૂળ અસર કરી શકે છે. આ આદતોને ઘટાડવા અથવા દૂર કરવાની સલાહ આપવામાં આવે છે.

જો થાઇરોઇડ સમસ્યાઓનું સંચાલન કરવા છતાં પ્રજનનક્ષમતા સમસ્યાઓ રહે છે, તો વધુ હેલ્થ એક્સપર્ટની સલાહ લેવી જોઈએ.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ