નાહ્યા પહેલા આ રીતે કરો બદામ તેલનો ઉપયોગ, ત્વચા ચમકી જશે!

ઘણા અભ્યાસો દર્શાવે છે કે નાભિ શરીરની વિવિધ નસો સાથે જોડાયેલી હોય છે. તેથી નાભિ પર તેલ લગાવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. જો તમે તેજસ્વી, યુવાન સ્કિન ઇચ્છતા હો, તો આ રીતે બદામનું તેલ લગાવવાનો પ્રયાસ કરો.

Written by shivani chauhan
August 18, 2025 15:21 IST
નાહ્યા પહેલા આ રીતે કરો બદામ તેલનો ઉપયોગ, ત્વચા ચમકી જશે!
almond oil use for glowing skin

આયુર્વેદ (Ayurveda) માં વ્યક્તિના એકંદર હેલ્થને સુધારવા માટે ઘણા ઉપચારો ઉપલબ્ધ છે. તેમાં ઘણા તથ્યો છે જેનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરી શકાય છે. આયુર્વેદમાં સ્કિનની તંદુરસ્તી, વાળનો વિકાસ, પાચન સમસ્યાઓ, સારી ઊંઘ અને સાંધાનો દુખાવો જેવી રોજિંદા જીવનમાં થતી વિવિધ સમસ્યાઓના ઉકેલો છે. આ બધાનો સામનો કરવા માટે, નાભિમાં તેલ લગાવવાની ટિપ્સ યુગોથી લોકપ્રિય છે.

ઘણા અભ્યાસો દર્શાવે છે કે નાભિ શરીરની વિવિધ નસો સાથે જોડાયેલી હોય છે. તેથી નાભિ પર તેલ લગાવવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. જો તમે તેજસ્વી, યુવાન સ્કિન ઇચ્છતા હો, તો આ રીતે બદામનું તેલ લગાવવાનો પ્રયાસ કરો.

સ્કિન ગ્લોઈંગ માટે નાભિમાં બદામનું તેલ લગાવાના ફાયદા

ઘણા અભ્યાસો દર્શાવે છે કે નાભિ શરીરની વિવિધ નસો સાથે જોડાયેલી છે. પોષણશાસ્ત્રી અને યોગ શિક્ષક જુહી કપૂર કહે છે કે “નાભિ પર તેલ લગાવવું એ એક પ્રાચીન આયુર્વેદિક પ્રથા છે. તે નાભિ ચક્રને સક્રિય કરવા માટે ખૂબ જ સારી છે.’

  • નાભિમાં તેલ લાગવાથી શરીરમાં એનર્જીનો પ્રવાહ વધે છે.
  • સ્કિનમાં પોષક તત્વોનું શોષણ સુધારે છે.
  • વાળનો વિકાસ અને સ્કિનની રચના સુધારે છે.
  • ખીલની સારવારમાં મદદ કરે છે
  • ઊંઘમાં સુધારો થાય છે અને અનિદ્રાની સારવારમાં મદદ કરે છે.

Homemade Orange Cleanser | 20 થી 30 રૂપિયામાં હવે ઘરે વિટામિન સીથી ક્લીંઝર બનાવી શકો છો, સ્કિન કરશે ગ્લાસ જેવી ગ્લો!

કયું તેલ વાપરવું જોઈએ?

તમે ઘી અથવા લીમડો અથવા નાળિયેર અથવા બદામનું તેલ પણ વાપરી શકો છો.

તેલનો ઉપયોગ કેવી રીતે કરવો?

તમે બદામના તેલના બે ટીપાં લઈ શકો છો અને તેને તમારી નાભિ પર માલિશ કરી શકો છો.

તેલ લગાવાનો સમય

તમે તેને રાત્રે સૂતા પહેલા લગાવી શકો છો અને સવારે સ્નાન કરતી વખતે ધોઈ શકો છો.

Read More
Read More
આજના લેટેસ્ટ ગુજરાતી સમાચાર અને ટ્રેન્ડિંગ ન્યૂઝ વાંચો ઈન્ડિયન એક્સપ્રેસ ગુજરાતી પર. અહીં તમને મળશે ગુજરાત, સ્પોર્ટ્સ, ધર્મ, વેપાર, લાઇફ સ્ટાઇલ, મનોરંજન, કરિયર તેમજ ભારત અને વિશ્વભરના દૈનિક સમાચાર અપડેટ્સ ગુજરાતી ભાષામાં.
Show comments
Next Story
ચેનલ JOIN કરો Follow us Shorts ટોપ ન્યૂઝ