How To Make Sabji Without Tomato: ટામેટા મોંઘા થયા છે. દિલ્હી સહિત ઘણા શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયા પ્રતિ 1 કિલો થયા છે. ટામેટાના ભાવ આસમાને પહોંચતા ગૃહિણી અને હોટેલ રેસ્ટોરેન્ટનું બજેટ ખોરવાઇ જાય છે. ટામેટા એક એવી શાકભાજી છે જેનો દાળ – શાક થી લઇ સલાડમાં ઉપયોગ થાય છે. ટામેટા વગર દાળ કે શાકની કલ્પના કરવી મુશ્કેલ છે. જો કે ભાવ વધતા ના છુટકે લોકો ટામેટા ખરીદવાનું ટાળે છે. તમે અમુક ટીપ્સ ફોલો કરી મોંઘા ટામેટા ખરીદ્યા વગર ટેસ્ટી સબ્જી બનાવી શકો છો. ટેસ્ટ માટે તમે ટામેટાના બદલે આ ચીજો દાળ – શાક બનાવવામાં ઉપયોગ કરી શકો છો.
ટામેટાં વગર દાળ – શાક કેવી રીતે બનાવવા (How To Cook Without Tomatoes)
ખટાશ માટે ટામેટાના બદલે કોકમ કે આમલી નો ઉપયોગ કરો
દાળ – શાકમાં ખટાશ માટે તમે ટામેટાના સ્થાને કોકમ કે આમલીનો ઉપયોગ કરી શકો છો. કોકમ કે આમલી પાણીમાં પલાળી રાખો અને ત્યારબાદ તે પાણી દાળ કે શાકમાં મિક્સ કરી દો. આ ટ્રીક વડે તમે ટામેટા વગર દાળ – શાકમાં ખટાશનો સ્વાદ ઉમેરી શકો છો.
ટામેટા સોસનો ઉપયોગ કરો
સબ્જી બનાવવા માટે ટામેટાના બદલે તમે ટામેટા સોશનો પણ ઉપયોગ કરી શકો છો. પનીર – છોલે જેવી પંજાબી સબ્જી જેમા ટામેટાની ગ્રેવીની જરૂર હોય છે. આવા સબ્જીની ગ્રેવી બનાવવા માટે તમારે તાજા ટામેટાના બદલે ટામેટા સોસનો ઉપયોગ કરવો જોઇએ. ટામેટા સોસ સબ્જીનો ટેસ્ટ અને કલર પર આકર્ષક બનાવે છે.
આ પણ વાંચો | 10 મિનિટમાં તવા પર બનાવો ટેસ્ટી પનીર પકોડા, વરસાદમાં ચા – કોફી સાથે મનભરીને ખાવો
ગ્રેવી માટે કોથમીર, આમલી અને શીંગદાણાનો ઉપયોગ કરો
જો તમે ટામેટા વગર કોઈ પણ શાક બનાવતા હોવ તો ગ્રેવી માટે કોથમીર, આમલી અને સિંગદાણાનો ઉપયોગ કરવો જોઈએ. આ ચીજ ટામેટાના વિકલ્પમાં સબ્જીને ઘટ્ટ બનાવવામાં મદદ કરે છે. આ માટે તમારે માત્ર કોથમીર, આમલી અને સિંગદાણાને પીસી લેવાનું છે અને પછી તેને ડુંગળી, લસણ અને લાલ મરચાં સાથે પકવી લો. ત્યારબાદ તેનો સબ્જી બનાવવામાં ઉપયોગ કરો. આમ હવે જ્યારે પણ ટામેટા મોંઘા થાય ત્યારે ઉપરોક્ત જણાવી ટીપ્સ ફોલો કરી ટામેટા વગર ટેસ્ટી દાળ – શાક બનાવી શકો છો.





