હાલમાં ગુજરાત આખામાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે સાથે જ દેશના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે, તેથી મચ્છરોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. મચ્છર કરડવાથી ડેન્ગ્યુ, મેલેરિયા અને બીજી ઘણી ગંભીર બીમારીઓ સહિત અનેક રોગો થાય છે. ગામડાંઓથી લઈને મોટા શહેરો સુધી મચ્છરોનો ભય દરેક જગ્યાએ જોવા મળે છે.
ઘણા ઉપાયો કરવા છતાં મચ્છરોનું પ્રજનન ઘટતું નથી, તેથી જ આજે અમે તમારા માટે મચ્છરોને દૂર રાખવા માટે કેટલાક સરળ ઘરેલું ઉપાયો લાવ્યા છીએ. નીલગિરી તેલનો સ્પ્રે બનાવવા માટે 10 મિલી નીલગિરી તેલને 90 મિલી નાળિયેર તેલમાં મિક્સ કરીને તેનો ઉપયોગ કરો.
લીમડાનો ધુમાડો મચ્છરોને દૂર રાખવામાં ખૂબ અસરકારક છે. આ માટે તમે સૂકા લીમડાના પાન બાળી શકો છો અને તેનો ધુમાડો આખા ઘરમાં ફેલાવી શકો છો. તમે લીમડાના તેલનો દીવો પણ પ્રગટાવી શકો છો, તેનાથી ઓરડામાં વાતાવરણ પણ સુધરે છે.
આ પણ વાંચો: અમદાવાદમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ, SG હાઈવે પર લાંબો ટ્રાફિકજામ
મચ્છરોથી છુટકારો મેળવવા માટે પહેલા લસણને પાણીમાં ઉકાળો. હવે તમે આ પાણી તમારા રૂમમાં યોગ્ય રીતે છાંટો. લવિંગ તેલનો સ્પ્રે બનાવવા માટે, લવિંગ તેલના 10 ટીપાં 60 મિલી પાણીમાં ભેળવીને સ્પ્રે બોટલમાં ભરો.
મચ્છરોને ભગાડવા અને પોતાને અને તમારા પરિવારના સભ્યોને બચાવવા માટે નીચેનામાંથી કોઈ એક તેલનો ઉપયોગ કરો:
લવંડર, લીમડો, સિટ્રોનેલા, નીલગિરી અને પેપરમિન્ટ. આ તેલના થોડા ટીપાં એક સ્પ્રે બોટલમાં પાણીમાં ભેળવીને તમારા ઘરમાં સ્પ્રે કરો. ઉપરાંત તમારા રક્ષણ માટે, લીમડાના તેલ, નાળિયેર તેલ અને લવંડર તેલના થોડા ટીપાં મિક્સ કરો, આવા મિશ્રણનો પાણીનો સ્પ્રે બનાવો, અને તેને દરેક જગ્યાએ સ્પ્રે કરો.





