ટીબી (ક્ષય) એક ચેપી રોગ છે. તબીબી ભાષામાં તેને ટ્યુબરક્યુલોસિસ અને ક્ષય રોગ પણ કહેવામાં આવે છે. ટીબીની બીમારી શરીરના ફેફસાંને અસર કરે છે. જો કે, મોટભાગના વ્યક્તિઓમાં ટીબીની બીમારી એન્ટીબાયોટીક્સથી મટી જાય છે, પરંતુ આ રોગ દરમિયાન શરીરમાં બહું જ નબળાઈ આવી જાય છે. ટીબીથી બીમારી દર્દીઓને સાજા થવામાં ઘણો સમય લાગે છે. સામાન્ય રીતે આ બીમારીની દવા 6 થી 9 મહિના સુધી ચાલે છે.
ટીબીને ફેફસાની બીમારી પણ કહેવાય છે. આ રોગમાં દર્દીને બે અઠવાડિયાથી વધારે સમય સુધી ઉધરસ આવે, સતત તાવ રહે છે અને શરીરનું વજન પણ ઝડપથી ઘટવા લાગે છે.
TBFacts.org અનુસાર, આ બીમારીમાં શરીરમાં જરૂરી પોષક તત્વોની ઉણપ સર્જાય છે. આ બીમારી સામે લડવા માટે શરીરને વધારાના વિટામિન્સ, ખનીજ તત્વો અને એન્ટી-ઓક્સિડન્ટ્સની જરૂર હોય છે. શરીરની જરૂરિયાત પૂરી કરવા માટે આરોગ્યપ્રદ ભોજન ખાવવું ખૂબ જ જરૂરી છે. ચાલો જાણીએ કે કેવા પ્રકારનો ખોરાક વ્યક્તિને ટીબીની બીમારીમાંથી જલ્દીથી સાજા થવામાં મદદરૂપ બની શકે છે.
પ્રોટીનયુક્ત ભોજનઃ
ટીબીની બીમારીમાંથી સાજા થવા માટે પ્રોટીનયુક્ત ભોજન વધારે પ્રમાણ ખાવાનું રાખો. આહારમાં પ્રોટીનની ઉણપને પુરી કરવા માટે, દૂધ, ઈંડા, ચીઝ, મીટ, કઠોળ અને કઠોળ તેમજ ડેરી પ્રોડક્ટ્સનું સેવન કરો. દિવસમાં 2-3 પ્રોટીનયુક્ત ખોરાક લેવાથી તમારું શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
ફાઈબરથી ભરપૂર ભોજન શરીર માટે બહુ જરૂરી
ટીબીના રોગમાંથી સાજા થવા માટે તમારા ભોજનમાં ફાઈબરયુક્ત ચીજોનું પ્રમાણ વધારવું જોઇએ. ફાઈબરનું સેવન કરવાથી પાચનક્રિયા સુધરે છે અને શરીર સ્વસ્થ રહે છે. આખા અનાજ અને અંકુરિત કઠોળ ફાઇબરનો સૌથી મોટો સ્ત્રોત છે.
વિટામિન-સી શરીર માટે ફાયદાકારક
કોઈપણ બીમારી સામે લડવા માટે શરીરની રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. મજબૂત રોગપ્રતિકારક શક્તિ બીમારીઓ સામે લડવામાં મદદ કરે છે. જો તમારે ટીબીમાંથી સાજા થવું હોય તો ભોજનમાં વિટામિન એ, બી અને સીના પ્રમાણ ઉપર ખાસ ધ્યાન રાખો. આ ઉપરાંત વિટામિન ડી, ઈ, મિનરલ્સ સેલેનિયમ, ઝિંક અને આયર્નનું પણ સેવન કરો.
કંદમૂળ અને ભાજીથી શરીરને પોષણ મળશે :
ટીબીની બાીમારીમાંથી સાજા થવા માટે તમારે અમુક પ્રકારના શાકભાજી જેવા કે ગાજર, ટામેટાં, શક્કરીયા અને બ્રોકોલી ખાવા જોઈએ. આ શાકભાજીઓ બીમારી બાદ ઝડપથી સાજા થવામાં મદદ કરે છે.
ટીબીના દર્દીઓએ ક્યાં પ્રકારનુ તેલ ખાવું જોઇએ?
tbfacts.orgના મતાનુસાર ટીબીના દર્દીઓએ ખોરાકમાં સોયાબીન, સરસવ અને નાળિયેર તેલનો ઉપયોગ કરવો જોઈએ. આ ત્રણેય ખાદ્યતેલો ઊર્જાના સારા સ્ત્રોત છે.