/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2024/02/uk-pm-rishi-sunak-health-tips-monk-fasting-tips.jpg)
બ્રિટિશ પીએમ ઋષિ સુનક ફિટનેસ માટે મોન્ક ફાસ્ટિંગ કરે છે. (Photo - @RishiSunak/ freepik)
Heath Benefits Of Monk Fasting Diet Tips : બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનક રાજકારણ સિવાય તેમના અંગત જીવનને કારણે અવારનવાર હેડલાઇન્સમાં રહે છે. આ વખતે બ્રિટિશ પીએમ પોતાની ફિટનેસને લઈને ચર્ચામાં છે. હકીકતમાં, તાજેતરમાં એક ઇન્ટરવ્યુમાં, તેમણે કહ્યું હતું કે, તે પોતાને હંમેશા સ્વસ્થ રાખવા માટે 'મોન્ક ફાસ્ટિંગ' (Monk Fasting) કરે છે અને આ તેની ફિટનેસનું રહસ્ય પણ છે. તો ચાલો જાણીએ આ ખાસ પદ્ધતિ વિશે અને શું તેના વડે આપણે સ્થૂળતાથી છુટકારો મેળવી શકીએ છીએ?
મોન્ક ફાસ્ટિંગ શું છે? (What is Monk Fasting)
વાસ્તવમાં, મોન્ક ફાસ્ટિંગ એક ખાસ પ્રકારનો ઉપવાસ છે, જે મોટાભાગે 5:2 ડાયટ પર આધારિત છે. આમાં, વ્યક્તિ અઠવાડિયામાં પાંચ દિવસ સામાન્ય રીતે ખાય છે અને બાકીના બે દિવસમાં માત્રા 300 500 કેલરી સુધી આહાર લે છે.
જો તમે સરળ ભાષામાં સમજીએ તો ઋષિ સુનકે તેમના ઈન્ટરવ્યુમાં જણાવ્યું છે કે તેઓ રવિવારે સાંજે લગભગ 5 વાગ્યા પછી જમવાનું બંધ કરી દે છે અને પછી મંગળવારે સવારે 5 વાગ્યે ઉપવાસ તોડી નાખે છે. 36 કલાક સુધી ચાલનારા આ ઉપવાસ દરમિયાન તેઓ માત્ર પાણી અથવા બ્લેક કોફી પીવે છે. જે તેમને શરીરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે. મોન્ક ફાસ્ટિંગને સરળ ગુજરાતી ભાષામાં સાધુ ઉપવાસ કહેવામાં આવે છે.
મોન્ક ફાસ્ટિંગ કેટલું ફાયદાકારક છે? (Monk Fasting Health Benefits)
આ બાબતે મેક્સ હેલ્થકેરના ક્લિનિકલ ન્યુટ્રિશન એન્ડ ડાયેટિક્સ વિભાગના પ્રાદેશિક વડા રિતિકા સમદ્દર કહે છે કે, સાધુ ઉપવાસમાં તમે બે દિવસ માટે ખૂબ જ ઓછી કેલરીનું સેવન કરો છો, આવી સ્થિતિમાં શરીર ઊર્જા માટે બોડીમાં જમા થયેલી વધારાની ચરબીને બર્ન કરે છે. જે તમને સ્થૂળતા ઘટાડવામાં મદદ કરી શકે છે. એટલું જ નહીં, આ પદ્ધતિ અન્ય ઘણી રીતે વજન ઘટાડવામાં પણ મદદરૂપ સાબિત થઈ શકે છે.
મોન્ક ફાસ્ટિંગ મેટાબોલિઝ્મ વધારવામાં મદદરૂપ છે, જે તમને વધુ કેલરી બર્ન કરવાની મંજૂરી આપે છે અને આ રીતે તમને વજન ઘટાડવામાં પણ મદદ કરી શકે છે.
/indian-express-gujarati/media/media_files/wp-content/uploads/2023/12/Winter-weight-loss-diet.jpg)
તો અપોલો હોસ્પિટલના ચીફ ન્યુટ્રિશનિસ્ટ ડો. પ્રિયંકા રોહતગી કહે છે કે વજન ઘટાડવા ઉપરાંત આ પદ્ધતિ ઓટોફેગીને સક્રિય કરવામાં પણ મદદ કરે છે. તેમજ ઓટોફેગી એક પ્રકારની નેચરલ સેલુલર પ્રક્રિયા છે, જે ક્ષતિગ્રસ્ત કોષોને દૂર કરવામાં અને તંદુરસ્ત કોષો બનાવવામાં મદદ કરે છે. તે હેલ્થ ડિસીઝ હૃદય રોગ, ડાયાબિટીસ, કેન્સર અને ન્યુરોડીજનરેટિવ ડિસઓર્ડર સામે રક્ષણ અને કોલેસ્ટ્રોલ સ્તરને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થઈ શકે છે.
મોન્ક ફાસ્ટિંગમાં કઇ બાબત ધ્યાનમાં રાખવી? (Monk Fasting Tips)
ડો. પ્રિયંકા રોહતગીના મતે 5 : 2 ડાયટની આ રીત ખરેખર વજન ઘટાડવામાં ફાયદાકારક સાબિત થઇ શકે છે. અલબત્ત, તેનો પ્રયોગ કરતી વખતે કેલેરીનું ધ્યાન રાખવું જરૂરી છે. ફાસ્ટિંગ દરમિયાન ઓછામાં ઓછી કેલેરીનું સેવન કરવાનો પ્રયત્ન કરવો, તેમજ બાકીના 5 દિવસ દરમિયાન વધારે કેલરીવાળો ખોરાક ખાવાનું ટાળો.
આ પણ વાંચો | પૂનમ પાંડે જે બિમારીની શિકાર બની એ સર્વાઇકલ કેન્સર શું છે? જાણો બધું
જો તમે ભૂખ્યા રહેવાને કારણે થાક, નિંદ્રા, માથાનો દુખાવો અથવા નબળાઈનો સામનો કરી રહ્યા છો, તો પછી હેલ્થી ચીજોને તમારા ડાયટનો હિસ્સો બનાવો. આ સમય દરમિયાન તમે ઓછી કેલરીવાળા ફળોનું સેવન કરી શકો છો. ઉપરાંત 25 વર્ષથી ઓછી ઉંમરના લોકો, ગર્ભવતી મહિલાઓ અને કોઈપણ ગંભીર બીમારીથી પીડિત લોકોએ વજન ઘટાડવા માટે આ પદ્ધતિ અપનાવવાનું ટાળવું જોઈએ.


/indian-express-gujarati/media/agency_attachments/2025/11/10/2025-11-10t115614773z-ieg-logo-640x480-javed-ahmad-2025-11-10-17-26-13.png)
Follow Us