scorecardresearch

મહારાષ્ટ્ર, ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ, તે તમારા સ્વાસ્થ્યને કેવી રીતે કરી શકે અસર?

Unseasonal rains and health precaution : ગુજરાત અને મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદ થયો હતો,આવા હવામાનના કારણે કેટલી શ્વાસને લગતી તકલીફો જેવી અસ્થમા, શરદી, ખાંસી વગેરેમાં વધારો થઇ શકે છે.

Unseasonal rains can also impact your health (Source: Express Photo by Arul Horizon)
કમોસમી વરસાદ તમારા સ્વાસ્થ્યને પણ અસર કરી શકે છે (સ્રોત: અરુલ હોરાઇઝન દ્વારા એક્સપ્રેસ ફોટો)

સોમવારે સાંજે મુંબઈ અને પુણે સહિત મહારાષ્ટ્રના ભાગોમાં તેમજ વલસાડ, ડાંગ, નર્મદા, સુરત અને કેન્દ્રશાસિત પ્રદેશ દમણ સહિતના ગુજરાતના ભાગોમાં વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ નોંધાયો હતો. newsonair.org મુજબ, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને કચ્છના કેટલાક ભાગોમાં પણ કરા પડ્યા હતા. અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા સહિતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ હળવો વરસાદ થયો હતો. તેમાં કહેવાયું છે કે કરાના કારણે નુકસાનના કોઈ તાત્કાલિક અહેવાલો નથી.

H3N2 અને કોવિડ કેસ વચ્ચે હવામાનના આ ફેરફારોને ધ્યાનમાં લેતા, લોકોએ શું ધ્યાનમાં રાખવું જોઈએ?

શારદા હોસ્પિટલ, નોઈડાના ઈન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. શુભેન્દુ મોહંતીએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદ આપણને મુખ્યત્વે બે રીતે અસર કરી શકે છે:

શ્વસન ચેપ અને વાયરલ તાવની ઘટનાઓમાં વધારો

*અસ્થમા અને શ્વસન સંબંધી સમસ્યાઓ ઈતિહાસ ધરાવતા લોકોમાં વધારો થઈ શકે છે

ફરિદાબાદના ફોર્ટિસ હોસ્પિટલના પલ્મોનોલોજી, ડિરેક્ટર અને હેડ, ડૉ. રવિ શેખર ઝા સંમત થતાં જણાવ્યું હતું કે ભેજનું વાતાવરણ મોલ્ડ અને ફૂગ માટે બ્રીન્ડિન્ગ ગ્રાઉન્ડ છે જે શ્વસન એલર્જીને ઉત્તેજિત કરી શકે છે. “તેથી જ આપણે આવા હવામાનમાં અસ્થમાની ઘણી તકલીફો જોઈએ છીએ.”

આ પણ વાંચો: હેલ્થ ટિપ્સ: કિડનીની સમસ્યાને કારણે શરીરમાં દેખાય છે આ 4 ચેતવણીના ચિહ્નો, જાણો કેવી રીતે ઓળખશો

તેમણે એ પણ જણાવ્યું કે કેટલાક સામાન્ય લક્ષણોમાં વારંવાર ઉધરસ આવવી, શ્વાસ લેવામાં તકલીફ થવી, થાક લાગવો, સામાન્ય શરદી, એલર્જી, છાતીમાં દુખાવો અને સૂતી વખતે તકલીફ થવી.

ડૉ ઝાએ ચેતવણી આપી હતી કે, જો સત્તાવાળાઓ કમોસમી વરસાદ માટે તૈયાર ન હોય, તો તે પાણી ભરાઈ શકે છે જે કોલેરા સહિત ટાઈફોઈડ અને ગેસ્ટ્રોએન્ટેરિટિસ જેવા પાણીજન્ય રોગોનું જોખમ વધારે છે. “મચ્છરનું સંવર્ધન વહેલું શરૂ થઈ શકે છે અને મચ્છરજન્ય રોગોમાં અચાનક વધારો થઈ શકે છે.”

આ પણ વાંચો: સતીશ કૌશિકનું હૃદયરોગના હુમલાથી થયું અવસાન: 60 થી વધુ ઉંમરના લોકો માટે કેટલાક ચેતવણી ચિહ્નો, જાણો અહીં

કેવી રીતે કમોસમી બીમારીથી બચી શકાય?

ડૉ ઝાએ ભલામણ કરી હતી કે,

તમારા અસ્થમા અને એલર્જીને નિયંત્રણમાં રાખો. ખાસ કરીને જો તમે જોશો કે તમારા લક્ષણો દરેક વરસાદ સાથે બગડે છે, તો ખાતરી કરો કે તમે તમારા ઇન્હેલર કે નેબ્યુલાઇઝર સાથે રાખો.
તેમજ, ભેજવાળી દીવાલ હોઈ એ રૂમમાં સૂવાનું ટાળો, કારણ કે તે ફૂગ માટે સંવર્ધન સ્થળ પણ હોઈ શકે છે.
તમારા ઘરની યોગ્ય સાફ-સફાઈ કરો અને પાણી એકઠું થવા ન દો.
ફક્ત ઉકાળેલું પાણી પીવો.

Web Title: Unseasonal rains maharashtra gujarat news precaution health awareness ayurvedic life style

Best of Express