યુરિક એસિડ એ શરીરમાં ઉત્પન્ન થતો એક પ્રકારનો ઝેરી પદાર્થ છે જે આપણા બધાના શરીરમાં બને છે. ખોરાકમાં ચરબીવાળી ચીજો જેવી કે પનીર, રાજમા, ચોખા, રેડ મીટ, હાઇ ફ્રુક્ટોઝ ફૂડ, માછલી અને ઝીંગા જેવા સીફૂડ અને સાર્ડિન જેવી ખાદ્યચીજો આપણા શરીરમાં યુરિક એસિડનું ઝડપથી વધારે છે. યુરિક એસિડ વધવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે જેમ કે પગની એડીમાં દુખાવો, પગની નસોમાં દુખાવો, ઘૂંટણ અને સાંધામાં દુખાવો અને સોજાની સમસ્યા ખૂબ જ પરેશાન કરી શકે છે. યુરિક એસિડનું ઉચ્ચ લેવલ પણ ડાયાબિટીસ અને કિડનીની બિમારી થવાનું જોખમ વધારી શકે છે.
ખરાબ જીવનશૈલી અને ખાવા-પીવાની ખરાબ આદતોને કારણે ઉત્પન્ન થતી આ બીમારીઓ વધારો દારૂ પડવાથી અને દવાઓનું સેવન કરવાથી પણ થાય છે. જ્યારે શરીરમાં યુરિક એસિડનું લેવલ વધવા લાગે છે અને કિડની તેને યોગ્ય રીતે ફિલ્ટર કરીને શરીરમાંથી બહાર કરી શકતી નથી, ત્યારે ડાયાબિટીસ જેવી ઘણી બીમારીઓ થવાનું જોખમ વધી જાય છે. જ્યારે યુરિક એસિડ વધે છે, ત્યારે તે સાંધામાં ક્રિસ્ટલ્સના રૂપમાં જમા થવા લાગે છે અને બીમારીઓનું કારણ બને છે.
જો તમે વધતા યુરિક એસિડને નિયંત્રિત કરવા માંગતા હો, તમારી રોજિંદા લાઇફસ્ટાઇલમાં ફેરફાર અને તમારા ડાયટમાં સુધારો કરવો પડશે. બદલાતી સિઝનમાં યુરિક એસિડ વધવાને કારણે સાંધાઓમાં થતો દુખાવો ખૂબ જ પરેશાન કરે છે. આવી સ્થિતિમાં હાથ-પગના સાંધામાં દુખાવાની ફરિયાદ રહે છે. જો તમે પણ શિયાળામાં સાંધાનો દુખાવો ઓછો કરવા માંગતા હોવ તો યુરિક એસિડને કંટ્રોલ કરો. અમુક શાકભાજીનું સેવન શિયાળામાં યુરિક એસિડનું સ્તર ઘટાડી શકે છે. આવો જાણીએ શિયાળામાં આવા કયા ત્રણ શાકભાજીનું સેવન કરવું જોઈએ, જે યુરિક એસિડના સ્તરને નિયંત્રિત કરે છે.
ગાજર ખાઓ - યુરિક એસિડ ઘટાડો
જો તમે શિયાળાની ઋતુમાં સાંધાના દુખાવાથી બચવા માંગતા હોવ તો આહારમાં ગાજર ખાઓ. ગાજરનું સેવન કરવાથી યુરિક એસિડ કંટ્રોલમાં રહેશે અને શરીરને ઘણા ફાયદા પણ થશે. એન્ટી-ઓક્સીડેન્ટ ગુણોથી ભરપૂર ગાજર હાડકાના દુખાવા અને બળતરાને કન્ટ્રોલમાં રાખશે. ગાજરમાં રહેલું એન્ટીઓક્સીડેન્ટ શરીરમાં એન્ઝાઇમનો સ્ત્રાવ ઘટાડે છે, જે યુરિક એસિડને નિયંત્રણમાં રાખે છે.
વટાણા ખાઓ:
ડોકટરો વારંવાર યુરિક એસિડના દર્દીઓને ભોજનમાં વટાણાનો વપરાશ વધારવાની સલાહ આપે છે. પ્રોટીનથી ભરપૂર વટાણા ખાવાથી યુરિક એસિડમાં કંટ્રોલ રહે છે. જે ખોરાકમાં 100 ગ્રામના જથ્થામાં માત્ર 100 મિલિગ્રામ પ્યુરિન જોવા મળે છે તેને લો પ્યુરિન ફૂડ કહેવાય છે. કેટલીક શાકભાજી યુરિક એસિડની સમસ્યાને ઘટાડે છે. આથી યુરિક એસેડની સમસ્યાથી બચવા માટે શાકભાજીમાં તમે વટાણાનો ઉપયોગ કરો.
શિયાળામાં લીલા પાંદડાવાળા શાકભાજીનું સેવન કરો:
શિયાળાની ઋતુમાં લીલા પાંદડાવાળા શાકભાજી સારા પ્રમાણમાં મળી રહી છે. આ ઋતુમાં મેથી, સરસવ જેવી લીલા શાકભાજીઓ આવતી હોય છે. આ તમામ શાકભાજી શરીરની તંદુરસ્તી માટે ફાયદાકારક રહે છે. તેનું સેવન કરવાથી શરીરમાં યુરિક એસિડનું લેવલ કન્ટ્રોલમાં રહે છે. શિયાળામાં યુરિક એસિડને કંટ્રોલ કરવા માટે તમે મશરૂમ અને રીંગણનું શાક બનાવીને પણ ખાઇ શકો છો.